શિયાળામાં ગોળ અને આદુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે આપણા ઘરના મોટા અને ઘરડા લોકો શરદી, ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યા થવા પર ગોળ અને આદુ ખાવાની સલાહ આપતા હતા. શું તમે જાણો છો કે ગોળ અને આદુનું સેવન શરદી-ખાંસી સહિત ઘણી બધી તકલીફોને દૂર કરી શકે છે આયુર્વેદમાં પણ ગોળ અને આદુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઘણા આયુર્વેદાચાર્યો પણ તેના સેવનની સલાહ આપે છે.
શિયાળામાં ગોળ અને આદુનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી થાય છે તેનાથી શરદી-ખાંસી જેવી તકલીફ થતી નથી અને તમને ઘણી બધી તકલીફો જેમકે મેદસ્વિતા શરીરમાં સોજો વગેરેમાંથી પણ આરામ મળી શકે છે આજે અમે આ લેખમાં ગોળ અને આદુના ઉપાયો જણાવીશું આવો એક્સપર્ટ પાસેથી જાણીએ ગોળ અને આદુનું એકસાથે સેવન કરવાથી કયા કયા ફાયદા થાય છે.
1) શરીરમાંથી સોજો ઓછો કરે : ગોળ અને આદુનો એક સાથે સેવન કરવાથી શરીરમાં આવતા સોજાથી રાહત મેળવી શકાય છે તેની માટે ૧૦ થી ૨૦ મિ.લિ આદુનો રસ લો અને તેમાં એક નાનો ગોળનો ટુકડો આદુના રસ સાથે સેવન કરો તેનાથી શરીરમાં થતા સોજા માંથી આરામ મળશે આયુર્વેદાચાર્ય જણાવે છે કે જો તમને સોજાની તકલીફ છે તો તમે તે દરમિયાન બકરીનું દૂધ પણ પી શકો છો તે સિવાય દરરોજ એક મહિના સુધી આદુ અને ગોળનો બરાબર માત્રામાં સેવન કરવાથી સોજામાં ઘણી હદ સુધી સુધારો લાવી શકાય છે.
2) રક્ત પિત્ત દોષમાં લાભકારી : રક્તપિત્તના દોષને દૂર કરવા માટે ગોળ અને આદુનો રસ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે તેની માટે નિયમિત રૂપથી આદુંના રસ સાથે ગોળનું સેવન કરવું જોઇએ તેનાથી નાક, કાન, ગુદા અને યોની માંથી નીકળતા લોહીને સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે.
3) સાંધાના દુઃખાવામાં આપે આરામ : વાના રોગો માટે ગોળ અને આદુનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, વા માં થતા દુખાવામાં રાહત મેળવવા માટે સૂંઠ, ગોળ અને તલને બરાબર માત્રમાં પીસો ત્યારબાદ 100 મિલીગ્રામ દૂધની સાથે બે થી ચાર ગ્રામ આદુ, તલ અને ગોળના મિશ્રણનું સેવન કરો અઠવાડીયામાં આ મિશ્રણનું સેવન કરવાથી વા ના દુખાવામાં રાહત મળી શકે છે પરંતુ ધ્યાન રાખો કે આ દુખાવો સંપૂર્ણ રીતે મટશે નહીં તેની માટે તમારે યોગ્ય ઇલાજની જરૂર પડશે.
4) સુસ્તી(આળસ) દૂર કરે : શિયાળામાં શરીરમાં આવતી આળસને દૂર કરવા માટે આદુ અને ગોળનું મિશ્રણ તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે તેની માટે દરરોજ સવારે આદુ અને ગોળને સમાન માત્રામાં ત્રિફળાં ચૂર્ણ સાથે સેવન કરવાથી શરીરની સુસ્તી ગાયબ થઇ જશે અને બેહોશી મેનિયા જેવા રોગોમાં પણ લાભકારી છે.
5) ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો : ત્વચાની તકલીફને દૂર કરવા માટે ગોળ અને આદુનું એકસાથે સેવન કરી શકો છો તે ત્વચા પર આવતા પિત્તના વિકારને દૂર કરે છે તેની માટે તમારે દરરોજ 25મી આદુના રસમાં 10 થી 12 ગ્રામ ગોળ ઉમેરીને તેનું સેવન કરો તેનાથી ત્વચા ઉપર થતી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
6) મેદસ્વીતા દૂર કરે : આદુ અને ગોળનું સેવન કરવાથી મેદસ્વીતાને પણ ઓછી કરી શકાય છે આપણા શરીરમાં રહેલી એક્સ્ટ્રા ચરબીને ઓછી કરવા માટે આદુ અને ગોળની ચાનું સેવન કરો તેનાથી તમારું વજન ખૂબ જ તીવ્રતાથી ઓછું થશે.
7) શરદી ખાંસીમાં આરામ : શરદી અને ખાંસીની સમસ્યાને દૂર કરવા માટે ગોળ અને આદુનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે તેની માટે ગોળની સાથે બરાબર જ માત્રામાં આદુના રસનું સેવન કરો. શરૂઆતમાં એક ગ્રામ આદુ અને ગોળ ધીમે ધીમે તેની માત્રાને વધારી શકો છો જ્યારે એક મહિનો થઈ જાય ત્યારે ધીમે ધીમે તેને બંધ કરો તેનાથી શરદી ખાંસીની સાથે સાથે અન્ય વાત અને પિત્તના રોગ પણ દૂર થઇ શકે છે.
8) સૂકી ખાંસી દૂર થાય : સૂકી ખાંસી અને ગળામાં ખરાશ હોય ત્યારે આદુ અને ગોળનું સેવન કરવામાં આવે છે તેની માટે એક નાના આદુના ટુકડાને સામાન્ય ગરમ કરો હવે તેને ગોળના નાના ટૂકડા સાથે સેવન કરો તેનાથી તમારી સૂકી ખાંસી દૂર થશે.
9) કબજિયાતમાં રાહત આપે : કબજિયાતથી આરામ મેળવવા માટે પણ આદુનો રસ ખૂબ જ લાભકારી છે તેની માટે આદુ અને ગોળને બરાબર માત્રામાં લઈને તેના લાડુ તૈયાર કરો હવે દરરોજ એક લાડુનું સેવન કરો તેનાથી અમુક જ દિવસમાં કબજીયાતની તકલીફમાંથી છુટકારો મળશે.
10) બાવાસીરમાં આરામ : બાવાસીરની સમસ્યાઓને દૂર કરવા માટે ગોળ અને આદુનું સેવન કરવામાં આવે છે તેની માટે બે ત્રણ ગ્રામ હરિતકી અને સૂંઠને બરાબર માત્રામાં લો હવે તેનું ચૂર્ણ તૈયાર કરીને તેને ગોળની સાથે દરરોજ સેવન કરો તેનાથી તમારુ પેટ સારું થઈ જશે અને તેની સાથે જ બાવાસીરની તકલીફ પણ દૂર થશે દરરોજ આ મિશ્રણનું સેવન કરવાથી મળ ત્યાગમાં થતી તકલીફને દૂર કરી શકાય છે.
11) અપચાને કરે દૂર : અપચાની તકલીફને દૂર કરવા માટે તમે ગોળ અને આદુનું સેવન કરી શકો છો તેની માટે ૨ થી ૫ ગ્રામ બીલીનું પેસ્ટ લો. હવે તેમાં 1 ગ્રામ સુઠ પાવડર ઉમેરો હવે ગોળની સાથે આ ચૂર્ણનું સેવન કરો તેનાથી અપચામાં થતી તકલીફમાંથી લાભ મળશે.
12) પાચનતંત્રના વિકારમાં રાહત : પાચનતંત્રમાં થતા વિકારોને દૂર કરવા માટે બે થી ત્રણ ગ્રામ હરિતકી અને સૂંઠને બરાબર માત્રામાં લો હવે આ ચૂર્ણનું ગોળ સાથે સેવન કરો. તેનાથી તમારા પાચનતંત્રના વિકાર દૂર થશે.
13) યોનીના દુખાવામાં મળશે આરામ : યોનીમાં દુખાવો થવા પર ૨૫ ગ્રામ કાળા તલ, 50 ગ્રામ આદું અને 100 ગ્રામ ગોળ લો. હવે તેને પીસીને એક ચૂર્ણ તૈયાર કરો નિયમિત 2 થી 3 ગ્રામ આ મિશ્રણની સાથે એક ગ્લાસ દૂધમાં સેવન કરો તેનાથી યોનીમાં થતા દુખાવા અને પેટના દુખાવામાં આરામ મળશે.
14) આંખો માટે ફાયદાકારક : આદુ અને ગોળનું મિશ્રણ આંખોની તકલીફને દૂર કરવા માટે લાભકારી છે તે સિવાય જો તમને આંખોમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે તો તમે ગોળની જગ્યાએ મધની સાથે આદુનું સેવન કરી શકો છો.
15) કમળામાં લાભકારી : કમળાના રોગીઓ માટે આદુ અને ગોળનું સેવન લાભકારી થઈ શકે છે તેની માટે આદુ, ગોળ અને ત્રિફળાને બરાબર માત્રામાં લઈને બેસો હવે દરરોજ ત્રણથી પાંચ ગ્રામ આ મિશ્રણનું સેવન કરો તમે આ મિશ્રણને ગરમ પાણી અથવા દૂધની સાથે પણ લઈ શકો છો.
16) પીઠના દુખાવાને દૂર કરે : પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે ગોળ અને આદુનું મિશ્રણ ખૂબ જ લાભકારી છે તેની માટે ઘીમાં આદુના રસને ઉમેરો. હવે તેમાં થોડો ગોળ પણ ઉમેરો દરરોજ આ મિશ્રણનું સેવન કરવાથી પીઠના દુખાવામાં અને કમરના દુખાવામાં ખૂબ જ રાહત મળશે.
17) મુત્ર રોગથી છુટકારો : મૂત્રથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે એક ગ્રામ સૂંઠ અને 10 ગ્રામ ગોળની સાથે એક ગ્રામ કટેલીની જડ, એક ગ્રામ બલા મૂળ અને એક ગ્રામ ગોખરુ ઉમેરો. હવે આ મિશ્રણને 250 મિલી દૂધમાં નાખીને ઉકાળો દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરવાથી મૂત્ર રોગમાં થતી તકલીફ જેમ કે મૂત્ર કરતી વખતે દુખાવો, રોકાઈ રોકાઈને પેશાબ આવવો અને મૂત્રમાર્ગમાં સોજાથી છુટકારો મળી શકે છે.
આદુની સાથે ગોળનો મિશ્રણ તમારી માટે લાભકારી સાબિત થઇ શકે છે. પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લો. જો તમને કોઈ પણ ગંભીર તકલીફ છે અથવા બીમારી છે તો પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો ત્યારબાદ તેનું સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી