મિત્રો આપણે સૌ ગરમીથી રાહત મેળવવા માટે અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેમ કે શેરડીનો રસ, તરબૂચ, ઠંડાપીણા વગેરે. પણ ગરમી જ એટલી જોરદાર હોય છે કે કશાની અસર નથી થતી. અને તમને સતત ગરમ લુ નો જ અનુભવ થાય છે. આથી જ તમે AC માં રહેવાનું વધુ પસંદ કરો છો. પણ જો તમે સાચે જ અંદરથી ઠંડક મેળવવા માંગતા હો તો તમારે એક ખાસ પ્રકારના ફળનું સેવન જરૂરથી કરવું જોઈએ. શેતુરનું સેવન કરવાથી તમને ઉનાળામાં લુ લાગવાથી બચી શકો છો. તમને તે અંદરથી ઠંડક નો અનુભવ કરાવે છે.
ગરમીની ઋતુમાં ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અને રસિલા ફળ મળે છે. એવું જ એક ફળ છે શેતૂર, જે ગરમીમાં ખૂબ જ ખાવામાં આવે છે. શેતૂર ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. શેતૂરમાં વિટામિન એ, વિટામિન સી, આયરન, પોટેશિયમ, ફૉસ્ફરસ અને એંટીઓક્સિડેંટ જેવા પોષકતત્વો જોવા મળે છે.ગરમીમાં શેતૂરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. તેને ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને ઋતુગત બીમારીઓથી બચાવ થાય છે. શેતૂરનું સેવન પાચન માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. તો આવો જાણીએ, ગરમીમાં શેતૂર ખાવાના ફાયદાઓ વિશે.
ગરમીમાં શેતૂર ખાવાના ફાયદા:-
1) ઇમ્યુનિટી મજબૂત કરે છે:- આ ફળના સેવન થી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમારી એનર્જી વધે છે અને તમે રોગો સામે લડી શકો છો. શેતૂરનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે. વાસ્તવમાં, તેમાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટ તત્વ રહેલા હોય છે. જે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. ગરમીમાં શેતૂર ખાવાથી લૂ લાગતી નથી અને ઋતુગત બીમારીથી બચાવ થાય છે.2) પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે:- જે લોકોને ગરમીમાં પાચન ને લગતી કોઈ તકલીફ હોય તેમના માટે આ ઋતુમાં શેતુર નું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં પોષક તત્વો તમારી પાચન શક્તિને મજબુત કરવાનું કામ કરે છે. શેતૂરનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ફાઈબર રહેલું હોય છે, જે પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. શેતૂર ખાવાથી પેટમાં દુખાવો, સોજો, બ્લોટિંગ અને કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
3) કેન્સરથી બચાવ કરે છે:- શરીરમાં કેન્સરના કોષોને વધતા રોકવા માટે શેતુરનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. શેતૂર કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. જણાવી દઈએ કે, શેતૂરમાં એન્ટિઓક્સિડેંટ ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ્સથી સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં પોલીફેનોલ અને ફ્લેવોનોઇડ્સ જેવા યૌગિક રહેલા હોય છે, જે કેન્સર સેલ્સને ઓછા કરવામાં મદદ કરે છે.4) ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબીટીસ ના દર્દી માટે શેતુર નું સેવન ખુબ જ સારું છે. તેનાથી ડાયાબીટીસ ના દર્દીને રાહત મળે છે. ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના રોગીઓ માટે શેતૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં રહેલા પ્લાજમા શરીરમાં ગ્લુકોઝ લેવલને વધારે છે, જેનાથી ઇન્સુલિન રેજિસ્ટેંટ ઓછું થાય છે. શેતૂર ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી ટાઈપ 2 ડાયાબિટીસથી બચાવ થાય છે.
5) મેમોરી વધારે છે:- શેતૂરનું સેવન કરવાથી મેમોરી પાવર બુસ્ટ થાય છે. તેમાં રહેલ ગ્લાઇફોસેટ મગજને સ્વસ્થ રાખે છે અને મેમોરીને શાર્પ બનાવે છે. તે તણાવ ઉત્પન્ન કરતાં તત્વોને અટકાવવામાં પણ પણ મદદ કરે છે. ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે શેતૂરનું સેવન ફાયદાકારક છે. જોકે, જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો, ડોકટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી