આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરગવો શરીર માટે ખુબ જ લાભદાયક છે. પરંતુ આપણે શાકભાજી તરીકે તેનું સેવન ખુબ જ કરવામાં આવે છે. સરગવાને મોરિંગા પણ કહેવામાં આવે છે. સરગવાના પાવડરને મોરિંગા પાવડર કહેવામાં આવે છે. મોરિંગા પાવડર અને જ્યુસ પણ હેલ્થ માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. સરગવાની શીંગનું જ્યુસ આપણા શરીર માટે તો ફાયદાકારક છે જ, પરંતુ તે આપણા હાડકા માટે વિશેષરૂપથી ફાયદાકારક સાબિત થાય છે.
હાડકાની કોઈ પણ સમસ્યા હોય તેમાં સરગવાની શીંગનું જ્યુસ રામબાણ માનવામાં આવે છે. જ્યુસની બદલે તમે તેનું સૂપ પણ પીય શકો છો. તેની સેવન કરવાથી લાંબા સમયની કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સરગવાનું સેવન ખુબ લાભકારી માનવામાં આવે છે. તેમજ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ સરગવાનું સેવન ખુબ અસરદાર હોય છે.
1 ) હાડકા માટે : ખુબ જ ઝડપથી બદલી રહેલી લાઈફ સ્ટાઈલના કારણે આજકાલ હાડકામાં દુખાવાની સમસ્યા વધવા લાગી છે. સરગવાની શીંગમાં રહેલા પોષકતત્વો હાડકા માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે. સરગવાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકાની ગંભીર બીમારી રૂમેટાઇડ અર્થરાઈટિસથી બચાવવામાં પણ અસરદાર થઈ શકે છે. તેમાં રહેલ એન્ટી-ઈમ્ફ્લેમેટરી પ્રોપર્ટીઝખુબ જ મદદરૂપ હોય છે.
2 ) બ્લડ શુગર : ડાયાબિટીસની સમસ્યા હવે આમ જોઈએ તો સામાન્ય થઈ ગઈ છે. આ ગંભીર બીમારીનું સૌથી મોટું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. સરગવાની શીંગના પાંદડામાં બ્લડ શુગર લેવલ ઘટાડે એવા તત્વ રહેલા હોય છે. તેવામાં સરગવાની શીંગ, પાંદડાથી બનેલ જ્યુસ હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદગાર થાય છે.
3 ) કબજિયાત : આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ પેટની કોઈને કોઈ સમસ્યાથી પરેશાન થાય જ છે. પેટ સાથે જોડાયેલી બીમારીઓનું મૂળ કારણ કબજિયાત જ હોય છે. જો તમે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન હો તો સરગવાની શીંગનું જ્યુસ પીવું જોઈએ. જે બીજા જ દિવસે તમારું પેટ સાફ લાવી દેશે. સરગવાના સેવનથી પેપ્ટિક અલ્સર, પેટના સંક્રમણમાં પણ અસરદાર થઈ શકે છે.
4 ) હૃદય : હૃદયની બીમારીઓ પાછળ બેડ કોલેસ્ટ્રોલ જવાબદાર હોય છે. બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જામી જાય છે જેના કારણે હૃદયની વિવિધ બીમારીઓ થવાનો ભય ઉભો થાય છે. પરંતુ સરગવાની શીંગનું શાક કે જ્યુસનું સેવન કરશો તો કોલેસ્ટ્રોલ આપોઆપ ઘટવા લાગશે. તેની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં લાવી દેશે. સરગવાનું જ્યુસ નિયમિત પીવામાં આવે તો હૃદય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
5 ) કિડની સ્ટોન (પથરી) : આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટે સરગવાની શીંગ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. પથરીથી બચવા માટે દેશી ઉપચાર તરીકે સરગવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લેબોરેટરી ટેસ્ટમાં એવું જાણવા મળ્યું છે કે, સરગવો પથરી બનાવતા અમુક મિનરલ્સને અટકાવે છે. જો કે તેના પર હજુ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
(સરગવાનું જ્યુસ અથવા સૂપ પણ બનાવવાની રીત તમને યુટ્યુબ પરથી મળી જશે, અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://www.youtube.com/watch?v=Rct_3JR3PmQ)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી