કોરોના વાયરસ મહામારીની સાથે સાથે જીવલેણ મંકીપોક્સ વાયરસ પણ ઝડપથી ફેલાવાના કારણે આખી દુનિયામાં જોખમના ભણકારા વાગી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોમાં આ ભયંકર વાયરસ નો મામલો ઝડપથી વધી રહ્યો છે. સમાચાર પ્રમાણે થોડાક જ સમયમાં આ વાયરસ 27 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના કેસ વધીને 780 થઈ ગયા છે. મંકીપોક્સ ના વધતા કિસ્સાઓને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિત દુનિયાભરમાં મોટા સ્વાસ્થ્ય સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે.
WHO આ બીમારીને ગંભીરતાથી લઇ રહ્યું છે અને મંકીપોક્સ વાયરસ ના પ્રસારને અટકાવવા માટે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સંગઠને જણાવ્યું કે આ વાયરસ શરૂઆતી તબક્કામાં અને તેને રોકવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવા અત્યંત જરૂરી છે.
WHO ના અધિકારીએ જણાવ્યું કે મંકીપોક્સ શું છે અને શું નહિ તેના વિશે જાગૃતતા વધારવી પડશે આ વાઇરસને લઈને ચાંપતી નજર રાખવી પડશે. તો આવો જાણીએ કે આ વાયરસને પ્રસારને અટકાવવા માટે સંગઠને કયા ઉપાય જણાવ્યા છે.
જોખમકારક દેશોમાં મેડિકલ ક્લિનિક વધારવા પર દબાણ:- WHO એ કહ્યું કે જે દેશોમાં મંકીપોક્સ વધી રહ્યો છે તે દેશો સિવાય જોખમ વાળા દરેક દેશોમાં સ્વાસ્થ્ય ક્લિનિકો સજ્જ કરવાની આવશ્યકતા છે જેથી તેને ઓળખી શકાય કે મંકીપોક્સ એ શું છે અને કયા લોકોને આ થઈ શકે છે જેથી તેમને યોગ્ય દેખભાળ મળી શકે.
વાયરસ માણસ થી માણસ માં ફેલતો અટકાવવા પર પ્રાથમિકતા:- સંગઠને એ વાત પર જોર આપ્યું કે વાયરસને માણસ થી માણસ માં ફેલાતો રોકવો પડશે. આપણે ગેર સ્થાનિક દેશોમાં એવું કરી શકીએ છે. આ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં આપણે આ વાયરસ ને તૈયારીમાં ઓળખવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના માટે પીડિતોને અલગ કરવા આઈસોલેશન વધારવા, સમુદાયો સાથે વાત કરવી, સમુદાયોનું સાંભળવું અને તેમની સાથે જોડાવવું જેવા કામ કરી શકાય છે.WHO એ જણાવ્યા મંકીપોક્સ ને રોકવાના ઉપાય:-
ફ્રન્ટલાઈન વર્કર્સની સુરક્ષા જરૂરી:- સંગઠને જણાવ્યું કે અમે ફ્રન્ટલાઈન વર્કર્સની પણ સુરક્ષા કરવા ઇચ્છીએ છીએ. કોઈપણ જે પરીક્ષણ માટે નમૂનો લઈ રહ્યા હોય કે વ્યક્તિઓની દેખભાળ કરી રહ્યા હોય તેમને યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. તેના સિવાય તેમની પાસે યોગ્ય વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ હોવું જરૂરી છે અને આપણે બધા કાઉન્ટરમેઝર્સનો ઉપયોગ કરવા માંગીએ છીએ.
રસીકરણનો યોગ્ય ઉપયોગ જરૂરી:- WHO ના વૈજ્ઞાનિકે જણાવ્યું કે બીમારી માટે એન્ટીવાયરલ અને વેક્સિન છે, પરંતુ આપડે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. ઘણા બધા લોકોને આની જાણકારી નથી કે આ રસીના કારણે બીમારીનું જોખમ ઓછું કરી શકાય.
મંકીપોક્સ વિશે યોગ્ય જાણકારી જરૂરી:- તેઓએ અંતમાં જણાવ્યું કે મંકીપોક્સ શું છે એ વિશે લોકોને યોગ્ય જાણકારી આપવી અત્યંત જરૂરી છે તેમને જણાવ્યું કે આને લઈને સંગઠન બધા વિશેષજ્ઞો સાથે એક મોટી વૈશ્વિક બેઠક કરવા જઈ રહ્યું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી