મિત્રો તમે ફુદીના અને કોથમીરનો ઉપયોગ કરતા હશો. તેમજ ફુદીનો અને કોથમીર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે તમે ઉનાળામાં પણ ફુદીના અને કોથમીર પાણી પિય શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે. આજે આપણે ફુદીના અને કોથમીરના સેવનથી દુર થતી કેટલીક સમસ્યાઓ વિશે જાણીશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ફુદીનો અને કોથમીરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. ફુદીનો કોથમીર બંનેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સિવાય આ બંનેની ચટણી પણ બનાવવામાં આવે છે. સાથે ફુદીના અને કોથમીરનું પાણી પણ બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ બંનેની તાસીર ઠંડી હોય છે. આથી ઉનાળામાં તેનું સેવન કરી શકાય છે. તેનાથી શરીર ડીટોક્સ થાય છે. વજન ઓછુ થાય, તેમજ તેનાથી પેટને લગતી સમસ્યાઓ પણ દુર થાય છે. તમે પણ ફુદીના અને કોથમીરને પોતાના ડાયટમાં સામેલ કરી શકો.
વજન : ફુદીનો અને કોથમીરના પાન વજન ઓછો કરવામાં અસરકારક છે. ફુદીનો અને કોથમીરના પાનનું પાણી એક સાથે પીવાથી વજન હંમેશા કંટ્રોલમાં રહે છે. સાથે ફેટ અને કેલરી બર્ન થાય છે.
પેશાબને લગતી સમસ્યા : ફુદીનો અને કોથમીરનું પાણી પીવાથી પેશાબને લગતી સમસ્યાઓ દુર થાય છે. આ પાણીને દરરોજ પીવાથી પેશાબમાં જલન, દુખાવામાં આરામ મળે છે. પેશાબમાં સંક્રમણ અને ઇન્ફેકશન પણ દુર થાય છે.
પેટના રોગ : ફુદીના અને કોથમીરની તાસીર ઠંડી હોય છે, તેનાથી પેટની ગરમી શાંત થાય છે. સાથે જ પેટની જલન, એસિડીટીમાં પણ આરામ મળે છે. કોથમીર અને ફુદીનાનું પાણી ગેસ, કબજિયાત અને અપચામાં પણ ફાયદાકારક છે. આ પાણીને નિયમિત પીવાથી પાચનમાં સુધાર આવે છે.
બોડી ડીટોક્સ : ફુદીના અને કોથમીરને ડીટોક્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ પાણીમાં ડીટોકસીફાઈંગ ગુણ હોય છે, આ આપણા લોહીને સાફ કરે છે. આપણી સિસ્ટમને ડીટોક્સ અને સાફ કરે છે. તેને દરરોજ ખાલી પેટ પીવાથી શરીરમાં જામેલ ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે.
સ્કીન માટે : ફુદીના અને કોથમીરના પાનનું પાણી પીવાથી બોડી ડીટોક્સ થાય છે. શરીરમાં જામેલ ટોકસીસ સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી બ્લડ પ્યુરીફાઈ થાય છે, ત્વચામાં પણ નિખાર આવે છે.
ફુદીના અને કોથમીરનું પાણી પીવાની રીત : 1 ) સૌથી પહેલા ફુદીના અને કોથમીરના થોડા પાન લઈ તેને ધોઈ નાખો. હવે બધા પાનને એક ગ્લાસ નવશેકા પાણીમાં નાખો. બધાને સારી રીતે પીસી નાખો. તેને ગાળીને પી લો.
2 ) ફુદીના અને કોથમીરનું પાણી તમે બીજી રીતે પણ બનાવી શકો છો. આ માટે એક બોટલમાં ફુદીના અને કોથમીરના થોડા પાન નાખો. સવારે ઉઠીને આ પાણીને ગાળી લો અને પિય લો.
3 ) ફુદીના અને કોથમીર ના પાનને તમે ઉકાળીને પણ બનાવી શકો છો.આ માટે એક ગ્લાસ પાણીમાં ફુદીના અને કોથમીરના પાન નાખો, તેને સારી રીતે ઉકાળી લો. તેને ગાળીને ઠંડુ થયા પછી પી લો.
ઉનાળામાં ફુદીના અને કોથમીરનું પાણી ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર પિત્ત પ્રકૃતિના લોકો માટે આ પાણી ખુબ જ ઉપયોગી છે. આમ તમે ફુદીના અને કોથમીરનું આ પાણીનું સેવન કરીને ગરમીમાં રાહત મેળવી શકો છો. ઉનાળામાં પેટમાં થતી ગરમી માટે આ પાણી ખુબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ત્વચા, પેટ તેમજ પેશાબને લગતી સમસ્યાઓ દુર થાય છે. છતાં પણ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લેવી ખુબ જ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી