હવે તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, અને અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી પણ મળતા થઈ ગયા છે. આ પ્રકારના લીલોતરી વાળા શાકભાજીનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના ફાયદા મળે છે. અલગ અલગ પ્રકારની લીલોતરી વાળી શાકભાજી ખાવાથી આપણને તેના અલગ અલગ ફાયદા મળે છે. અને જુદા જુદા વિટામિન પણ મળે છે.
ઘણા લોકો આજકાલ મેથી અથવા મેથીનું શાક ખાવાનું પસંદ કરતા નથી, પરંતુ લગભગ ભારતીય ઘરોમાં મેથીની ભાજીનો ઉપયોગ વાનગીમાં કરવામાં આવે છે અને તેનાથી સ્વાદિષ્ટ પરાઠા અથવા થેપલા બનાવવામાં આવે છે. મેથીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે જૂના જમાનામાં આપણા દાદી અથવા નાની પેટ કે પીઠના દુખાવો ઓછો કરવા માટે એક ચમચી મેથીનાં બીજને પાણીની સાથે કરવાની સલાહ આપતા હતા, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થતી હતી.
મેથીના બીજા અલગ ઉપાયો પણ છે જેને અપનાવીને તમે ઘણી બધી બિમારીઓમાંથી રાહત મેળવી શકો છો, આજે પણ જૂના જમાનાના લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાયનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે મેથી ડાયાબિટીસ ઓછું કરવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
છેલ્લા અમુક વર્ષોમાં મેથીના બીજના ઔષધીય ગુણો ઉપર ખૂબ માહિતી ભેગી કરવામાં આવી. સાઉદી અરબમાં સાઉદી યુનિવર્સિટીમાં થયેલા એક અધ્યયનથી જાણકારી મળી કે, મેથી દાણા અથવા મેથીના બીજનું ખુબ જ સારું ઔષધીય મહત્વ છે. આ સમીક્ષામાં એન્ટી ડાયાબીટીક, એન્ટી કેન્સર, એન્ટિમાઈક્રોબીઅલ, એન્ટી ફર્ટિલિટી, એન્ટી પૈરાશીટીક અને હાયપોકોલસ્ટ્રોલેમિક ઇફેક્ટ વાળી મેથી ઉપર ચર્ચા કરવામાં આવી.
દૈનિક આહારમાં સામેલ કરો : મેથીમાં પ્રોટીન અને ફાયબરની ખુબ જ સારી માત્રા જોવા મળે છે, અને તેના ઉપાયો એક્ટિવ કમ્પોનન્ટને કારણે તે એક થેરેપી યુટીક છે. એક શોધ અનુસાર મેથીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા બધા લાભ જણાવવામાં આવ્યા છે, અને સલાહ આપવામાં આવી છે કે, તે વ્યક્તિએ પોતાના દૈનિક આહારનો ભાગ બનાવવો જોઈએ.
ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ઈલાજમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને તેના ફાયદાની તપાસ કરવા માટે ઘણા બધા અધ્યયનો પણ કરવામાં આવ્યા છે. વ્યક્તિમાં ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના બંનેથી જોડાયેલ મેટાબોલિક દબાણને ઓછું કરવા માટે મેથીનો ઉપયોગ ખુબ જ પ્રભાવી સાબિત થાય છે. તેનું સેવન કરવાથી દર્દીઓને બ્લડ સુગર લેવલ પણ ઓછું આવ્યું, તેમજ જ દર્દીના ગ્લુકોઝ લેવલમાં પણ ખુબ જ સુધારો જોવા મળ્યો.
ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે : એક અધ્યયનમાં રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે ઇન્સ્યુલિન ઉપર નિર્ભર રહેતા લોકો ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓએ દૈનિક આહારમાં સો ગ્રામ મેથીના બીજના પાવડરને સામેલ કરવો જોઈએ. તેનાથી કુલ કોલેસ્ટ્રોલ એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે મદદ મળે છે.
બ્રેસ્ટ મિલ્ક વધારવા અને યૌન રોગના ઉપચારમાં ઉપયોગી : એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, શિયાળામાં સ્તનપાન કરાવતી માતા અને પ્રસવ બાદ દૂધના ઉત્પાદનને વધારવા માટે મેથી ખુબ જ ફાયદાકારક રહે છે. મેથીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે જે ચરબી અને ગળામાં ખરાશને દૂર કરે છે. અને તેની માટે મેથી એક શક્તિશાળી હર્બલ ઉપચાર બનવામાં મદદ કરે છે. ત્યાં સુધી કે તે વાળ ખરવા, કબજિયાત, પેટની ખરાબી, કિડનીની તકલીફ હૃદયની તકલીફ, પુરુષોની ઇન્ફર્ટિલિટી અને બીજા અન્ય પ્રકારના યૌનરોગના ઉપચારમાં મેથીને ખુબ જ પ્રભાવકારી માનવામાં આવી છે.
કંઈ રીતે કરવું મેથીનું સેવન : આમ તો લોકો મેથીને અલગ-અલગ રૂપે ખાવાનું પસંદ કરે છે. તેમાં લોકો મેથીને પરાઠા સિવાય નાસ્તામાં બનાવીને ખાય છે. પરંતુ જો તમને મેથી બિલકુલ પસંદ નથી તો તમે તેને આખા બીજ અથવા પાઉડરના સ્વરૂપમાં ખાઈ શકો છો. બીજો વિકલ્પ છે કે તમે અંકુરિત મેથીના બીજ શોધી શકો છો. તમને જણાવી દઈએ કે અંકુરિત મેથીનાં બીજ સામાન્ય બીજની તુલનામાં ખુબ જ ફાયદાકારક હોય છે. કારણ કે મેથીના બીજના અલગ અલગ કમ્પોનન્ટની જૈવ ઉપલબ્ધતા અંકુરણથી ખુબ જ વધી જાય છે.
વિશેષજ્ઞો અનુસાર મેથીનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ નહીં. નહીં તો તે તમારી માટે ઝેર બની શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો યોગ્ય એ જ રહેશે કે તમે ડોક્ટરની સલાહ લો, કે શું તમે ડાયાબિટીસની દવાની સાથે તેનું સેવન કરી શકો છો કે નહીં ?
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી