આજે દરેક લોકો પોતાના વધતા જતા વજનથી ખુબ જ પરેશાન છે. તેમાં પણ ખાસ કરીને 40 ની ઉંમર પછી વજન વધવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે 40 ની ઉંમર પછી વજન પર કંટ્રોલ રાખવા માંગતા તો તમારે કેટલીક ખાસ આદતો અપનાવવી જોઈએ.
વધતી ઉંમર સાથે વજન વધવો એ સામાન્ય સમસ્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ જણાવે છે કે, જેમ-જેમ તમારી ઉંમર વધે છે, તમારું મેટાબોલીઝ્મ ધીમું થવા લાગે છે. તો તેવામાં જ્યારે તમે તમારી મધ્ય ઉંમરે પહોંચો છો, તો તમારું વજન વધવા લાગે છે. જો કે, તેના માટે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. જેમ કે, ધીમું મેટાબોલીઝ્મ, શારીરિક ગતિવિધિઓની ઉણપ અને અસ્વાસ્થ્યકારી ફૂડ્સનું સેવન. આ બધા જ મધ્યમ આયુ વર્ગના લોકોમાં વજન વધારવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તો તેવામાં શરીરના સ્વસ્થ વજનને જાળવી રાખવા માટે મેટાબોલીઝ્મને બુસ્ટ કરવું મહત્વપૂર્ણ છે.
હવે સવાલ એ છે કે, વધતી ઉંમર સાથે પોતાના વજનને કંટ્રોલમાં રાખવા માટે તમે શું કરી શકો છો ? જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, શરીરના સ્વસ્થ વજનને જાળવી રાખવા માટે નિયમિત સરખું ડાયટને ફોલો કરવું અને એકસરસાઈઝ કરવી જરૂરી છે. પરંતુ, તમારા મેટાબોલીઝ્મને બુસ્ટ કરવું પણ એટલું જ જરૂરી છે. આ લેખમાં અમે તમારી સાથે વજનને કંટ્રોલમાં રાખવા માટે 5 ટિપ્સ શેર કરી રહ્યા છીએ. તો ચાલો જાણીએ 40 ની ઉંમર પછી વજન કંટ્રોલ કરવાના ઉપાયો…
મેટાબોલીઝ્મ વધારતા ખોરાક : ધીમા મેટાબોલીઝ્મને બુસ્ટ કરવા માટે ગ્રીન ટી ફાયદાકારક સાબિત થઈ શકે છે. અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે, દિવસમાં 4 કપ ગ્રીન ટી પીવાથી શરીરનું વજન અને સિસ્ટોલિક બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળી શકે છે. ગ્રીન ટીમાં જોવા મળતા તત્વો વસાના ઓક્સિકરણને વધારવામાં મદદ કરે છે અને જેટલું ખર્ચ થાય તેમાથી લગભગ 4% ની વૃદ્ધિ કરે છે. તે સિવાય માછલી અને મરી પણ તમારા શરીરની વધારાની ચરબી બાળવામાં મદદ કરે છે. માછલીમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે જે, ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તે વધારાની કેલોરી બાળવામાં મદદ કરે છે. આમ મેટાબોલીઝ્મને બુસ્ટ કરવાથી તમારું વજન કંટ્રોલમાં રાખી શકાય છે.
પાણી : આપણાં માંથી ઘણા લોકો નથી જાણતા કે, પાણી તમારા મેટાબોલીઝ્મને બુસ્ટ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ ભોજનના થોડા સમય પહેલા પાણી પીવાથી તમને ભૂખ પણ ઓછી લાગે છે અને તમે ઓછું જમો છો. એક શોધમાં એ જાણવા મળ્યું છે કે, અડધો લિટર પાણી પીવાથી એક કલાક સુધી તમારું મેટબોલીઝ્મ 25% સુધી બુસ્ટ કરી શકાય છે. જેનાથી તે કેલોરીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. આમ પૂરતું પાણી પીવાથી પણ તમે મેટાબોલીઝ્મ બુસ્ટ કરી શકો છો જેના કારણે તમારા વધતાં વજનને અટકાવી શકાય છે.
તમારા રૂટિનથી ચીપકાયેલા રહો : જ્યારે તમે પૂરતી ઊંઘ લેતા નથી તો, તેના કારણે તમારું વજન વધી શકે છે. સાથે જ વધારે જમવાથી પણ તમારું વજન વધી શકે છે. જો તમે સારી ઊંઘ લેતા નથી તો શરીરને સમય સાથે જાગવા માટે અને ભૂખ માટે વધારે ઉર્જાની જરૂર રહે છે, જેના કારણે તમે જરૂરિયાત કરતાં વધારે જમો છો અને તમારું વજન વધી શકે છે. તો તેવામાં તે સુનિશ્ચિત કરવું કે, તમે બ્રેકફાસ્ટ સ્કીપ કરી શકશો નહીં, તે દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, કારણ કે તે તમારા મેટાબોલીઝ્મને બુસ્ટ કરે છે અને તેને આખો દીવસ સક્રિય રાખે છે. સાથે જ નાસ્તા માટે વિટામિન અને ફાઈબરથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું. જેમ કે, નટ્સ અને ફળો. દરરોજનું રૂટિન ફોલો કરવાથી સ્વાસ્થ્યની અન્ય સમસ્યાઓ થતી નથી અને તમારું વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
એક્ટિવ રહેવું : એક ગતિહીન જીવનશૈલી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. સાથે જ તેના કારણે તમારા શરીરનું વજન પણ વધી શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવું કે સૂઈ રહેવું, એકસરસાઈઝ ન કરવી તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. તમારી દિનચર્યામાં દરરોજ ચાલવાનું રાખવું. સાથે જ તમારા શરીરને સરખા આકારમાં રાખવા, સ્વસ્થ રહેવા અને શરીરમાં ફૈટ જમા થવાના જોખમને ઘટાડવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત એકસરસાઈઝ જરૂરથી કરવી જોઈએ. આમ, એક્ટિવ રહેવાથી પણ મધ્યમ આયુએ તમારું વજન કંટ્રોલમાં રહી શકે છે.
ડોક્ટર સાથે વાતચીત : મધ્યમ આયુમાં વજન વધવો સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોય શકે છે. જેમ કે થાઈરોઈડ અથવા એડ્રેનલ ગ્લેંડ ડિસઓર્ડર. ખાસ કરીને થાઈરૉઈડ ગ્લેંડ મેટાબોલીઝ્મને ધીમું કરી શકે છે. જેનાથી વજન વધે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો અને ઈચ્છો છો કે તમારું મેટાબોલીઝ્મ સરખી રીતે કાર્ય કરે તો, વર્ષમાં એક વખત તમારા એન્ડોક્રીનોલોજિસ્ટ અથવા ફેમિલી ડોક્ટરને જરૂરથી મળો અને તમારા એન્ડોક્રાઇન સિસ્ટમનો ટેસ્ટ કરાવો. આ રીતે પણ તમે તમારું વજન કંટ્રોલમાં રાખી શકો છો.
આમ, ઉપર્યુક્ત 5 ઉપાયોની મદદથી તમે 40 ની ઉંમરે પણ તમારું મેટબોલીઝ્મ બુસ્ટ કરી શકો છો અને તમારા વધતાં વજનને અટકાવીને સરળતાથી તેને કંટ્રોલમાં કરી શકો છો. માટે જો તમે પણ તમારું વધતું વજન ઘટાડવા ઈચ્છતા હોય તો આ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી