મિત્રો તમે કદાચ દરેક પ્રકારની દાળનું સેવન કરતા હશો. તેમજ આ દાળનું સેવન એ તમાર સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. જો કે દરેક દાળમાં પોષક તત્વો રહેલા છે. આવી જ એક દાળ છે વટાણાની દાળ, જેનું સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ મળે છે.
વટાણા એ એક કઠોળનો પાક છે. જેનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. શિયાળામાં તેનો ઉપયોગ કાચા વટાણા રૂપે કરવામાં આવે છે. ઉત્તરભારતમાં લગભગ દરેક ઘરમાં લીલા વટાણાની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ સિવાય વટાણાને સુકવીને તેની દાળ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને જરૂરી માનવામાં આવ્યું છે.
વટાણાની દાળમાં પ્રોટીનની માત્રા ભરપુર હોય છે. આથી એક્સપર્ટ દાળનું સેવન કરવાની સલાહ આપે છે. વટાણાની દાળમાં પ્રોટીનની સેવન ફાઈબર પણ રહેલ છે. આમ નિયમિત રૂપે વટાણાની દાળનું સેવન કરવાથી અનેક સમસ્યાઓ દુર થાય છે. વટાણાની દાળમાં રહેલ પોષક તત્વો વટાણાની દાળમાં પ્રોટીનની સાથે ફાઈબર તો છે સાથે અન્ય પોષક તત્વો પણ રહેલા છે. આ સિવાય તેમાં પ્રોટીન,કેલેરી, ફેટ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, શુગર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, સોડીયમ, જીંક વગરે તત્વો રહેલા છે.
વટાણાની દાળના ફાયદાઓ : વટાણાની દાળ મુખ્ય રૂપે બે પ્રકારની હોય છે. એક લીલી વટાણાની દાળ અને બીજી પીળી વટાણાની દાળ. આ બંને દાળ એક જ છોડ પરથી બને છે. પોષક તત્વોની દ્રષ્ટીએ બંને સમાન છે. લીલા વટાણાની દાળ હૃદયના દર્દી માટે ફાયદાકારક છે. તેમજ માંસપેશીઓના વિકાસ માટે પણ આ દાળ ખુબ જ ફાયદાકારક છે. પીળી દાળ પાચનતંત્ર સારું કરવા અને શરીરમાં પોષક તત્વોની પૂર્તિ માટે ફાયદાકારક છે.
પ્રોટીનની ઉચિત માત્રા માટે ફાયદાકારક : વટાણાની દાળમાં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું છે. જે શરીર માટે જરૂરી છે. આમ વટાણાની દાળનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં પ્રોટીનની કમી પૂરી થાય છે. તેમજ તે શરીરને અનેક સમસ્યાઓથી પણ બચાવે છે. માંસપેશીઓ વિકાસ, રોગ મુક્ત થવા અને શરીરને સ્વસ્થ રાખવામાં પ્રોટીનનું સેવન જરૂરી બને છે.
હૃદય : હૃદયના સ્વાસ્થ્ય માટે વટાણાની દાળ ખુબ જ ગુણકારી છે. આ દાળમાં રહેલ પોષક તત્વ હૃદયને હેલ્દી રાખે છે. તેમાં રહેલ ફાઈબર, પોટેશિયમ, ટ્રીપ્ટોફેન, અને એમીનો એસિડ હૃદય માટે ઉપયોગી છે. તેનું સેવન હૃદયની બીમારીને દુર કરે છે. તેનાથી હૃદયની કોઈ ગંભીર બીમારી નથી થતી. લોહીને સાફ રાખવા અને રક્ત વાહિકાઓ કામકાજમાં સુધાર માટે પણ વટાણાની દાળનું સેવન લાભકારી છે.
શુગરના સ્તરને સંતુલિત કરવા : શુગર લેવલને સંતુલિત કરવામાં વટાણાની દાળ ખુબ જ ઉપયોગી છે. ડાયાબિટીસની સમસ્યામાં એક્સપર્ટ પણ દર્દીને વટાણાની દાળ ખાવાની સલાહ આપે છે. તેમાં રહેલ એન્ટી હાઈપર ગ્લાસેમિક ગુણ ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય વટાણાની દાળમાં ઘુલનશીલ ફાઈબર પણ પર્યાપ્ત માત્રામાં મળે છે. જે શરીરમાં બ્લડ શુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીએ ડોક્ટરની સલાહ અનુસાર તેને પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ.
કેન્સરના જોખમને ઓછું કરવા : આજના સમયમાં નાની ઉંમરના લોકોમાં પણ કેન્સરની સમસ્યા વધી રહી છે. આથી તમારે પોતાના ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ માટે તમે વટાણાની દાળનું સેવન કરીને કેન્સરના જોખમને ઓછું કરી શકો છો. વટાણાની દાળ મુખ્ય રૂપે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને દુર કરવામાં ઉપયોગી છે. આ સિવાય આ દાળના સેવનથી આઈસોફ્લેવોન્સ હાર્મોનનું સ્તર સુધારવામાં પણ મદદ મળે છે. આ હાર્મોન કેન્સરના જોખમને ઓછું કરી શકે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા : વટાણાની દાળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે. તેમાં હાઇપર કોલેસ્ટ્રોલ મિયાના ગુણ રહેલ છે. તેના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં ફાઈબર ભરપુર માત્રામાં રહેલ હોવાથી તે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં લાભકારી છે. વિશેષ રૂપે લિયોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં વટાણાની દાળ ઉપયોગી છે.
વજન ઓછું કરવા : વટાણાની દાળ વજન ઓછુ૩ કરવામાં ફાયદાકારક છે. ઝડપથી વજન ઓછું કરવા માટે તમારે દરરોજ પોતાની ડાયટમાં વટાણાની દાળ અને તેનાથી બનતી વાનગીઓનો સમાવેશ કરવો જોઈએ. તે પાચન સંબંધી સમસ્યાઓને દુર કરવામાં પણ ઉપયોગી છે. તેમાં રહેલ પ્રોટીન,વિટામીન, આયરન, ઝિંક વગેરે શરીરને પોષક તત્વો આપે છે.તેનાથી તમારા શરીરને એનર્જી મળે છે.
વટાણાની દાળના નુકશાન : જો કે વટાણાની દાળનું સેવન બધા માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી નુકશાન થઈ શકે છે. તેમાં ઘણા એવા તત્વો પણ રહેલ છે જે ગેસ, પેટ ફુલાવું જેવી પાચન સંબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે. આથી તેનું સીમિત માત્રામાં સેવન કરવું. જો કે આ લીલા વટાણાની દાળના સેવનથી વધુ થાય છે.
કોણે વટાણાની દાળનું સેવન ન કરવું જોઈએ ? : જો કે વટાણાની દાળનું સેવન ફાયદાકારક જ છે. પરંતુ એવા લોકો કે, જેને પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે અપચો, કબજિયાતની સમસ્યા, અથવા ગેસ થતો હોય તેમણે વટાણાની દાળનું સેવન ઓછું કરવું જોઈએ. લો બ્લડ શુગરના દર્દીએ પણ આ દાળનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી