ઉનાળામાં લોકો ત્વચા સંબંધી સમસ્યાથી પરેશાન રહે છે. અને પોતાની સુંદરતા વધારવાના અનેક પ્રયત્નો કરે છે. તો તમને જણાવીએ કે હવે બ્યુટી પાર્લર ગયા વગર ઘરે જ તમે તમારી સુંદરતાને વધારી શકશો. તેના માટે તમે કેરીના છાલ નો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં દરેકને કેરી ખાવાનું પસંદ હોય છે. એવું કોઈક જ હશે જેને કેરી ન ભાવતી હોય. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આ ફળ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. કેટલાક લોકો આને ખાધા સિવાય ચહેરા પર પણ લગાવે છે. ફેસપેક કે સ્ક્રબની રીતે આને ચહેરા પર લગાવીને મેકઅપ વાળો ગ્લો મળશે. જણાવીએ કે ઉનાળામાં સ્કિનની એક્સ્ટ્રા કેર કરવાની જરૂર પડે છે.
એવામાં કેરી થી શ્રેષ્ઠ બીજું કઈ ન હોઈ શકે, કારણ કે આ ઋતુમાં કેરી સરળતાથી ઉપલબ્ધ થાય છે જોકે આજે અમે તમને કેરી નહીં પરંતુ તેના છાલ ના ફાયદા વિશે જણાવીશું. સ્કિન કેર રૂટીન માં કેરી ના છાલ નો ઉપયોગ એક નહીં પરંતુ અનેક રીતે કરી શકાય છે. ખાસ કરીને તમારી સ્કિન ગરમીમાં ઓઈલી અને ચીકણી જોવાય છે તો આનો ઉપયોગ જરૂરથી કરો.
કેરી ની છાલ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ફ્રી રેડિકલ્સથી થતા નુક્શાનથી બચાવે છે. સાથે જ આ એજિંગની સમસ્યાને પણ દૂર કરવામાં અસરકારક છે. આ ટેનિંગ ની સમસ્યા અને ડાઘ ધબ્બાની સમસ્યાથી પણ છુટકારો આપે છે. આમાં ઉપલબ્ધ ગુણ અત્યંત પ્રભાવી છે જેને જાણ્યા બાદ તમે આને ફેંકવાની ભૂલ નહીં કરો. 1) ખુલ્લા છિદ્રો ઘટાડે:- ચહેરા પર મોટા-મોટા ખુલ્લા છિદ્રો હોય છે. તેને દૂર કરવા માટે સૌથી પહેલા તમે કેરી ખાધા બાદ તેની છાલ ને ફ્રીઝ માં થોડી વાર માટે રાખી દો. એક કલાક પછી આ છાલ થી ચહેરાની મસાજ કરો. ત્વચા રિલેક્સ થવાની સાથે સાથે આ છિદ્રો ને દૂર કરવામાં મદદ કરશે. સાથે જ ખીલની સમસ્યાથી પણ છુટકારો આપે છે. દરરોજ ચહેરાની મસાજ માટે કેરીની છાલ નો ઉપયોગ આવી રીતે કરી શકો છો.
2) ટેનિંગ હટાવવા માટે અસરકારક આ ફેસપેક:- ટેનિંગથી ત્વચા કાળી પડવા લાગે છે. ઉનાળામાં મોટાભાગે આ સમસ્યા લોકોને થાય છે તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક દિવસો સુધી સતત આ ફેસપેકને ચહેરા પર લગાવો આના માટે કેરીના છોડાને ને પીસી લો અને તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. એ ધ્યાન રાખવું કે પેસ્ટ જાડી હોવી જોઈએ. ફેસ પેકને દરરોજ 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. ત્યાર બાદ ધોઈ લો. લગભગ 10 દિવસ સુધી આ ફેસપેકને લગાવવાથી ટેનિંગ ની સમસ્યા દૂર થાય છે.3) ડાઘ ધબ્બાને દૂર કરીને મળશે ચમકદાર ત્વચા:- બેડાઘ ચહેરો મેળવવા માટે આપણે કેટલાય પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણાં ઘરમાં એવી અનેક વસ્તુઓ હોય છે જે આવી સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તમારે કંઈ જ કરવાનું નથી માત્ર એક રૂટીન ફોલો કરવાનો છે કેરીની છાલ લો અને તેની પર મધ નાખી દો. હવે આનાથી ચહેરા પર ઘસો. અને ત્યારબાદ પાંચ મિનિટ સુધી આમ જ છોડી દો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી લો. આ રૂટિન દરરોજ નાહતા પહેલા જરૂરથી ફોલો કરો. એક અઠવાડિયા બાદ તમને ચહેરા પર જાતે જ ફરક મહેસૂસ થવા લાગશે.
4) કેરીની છાલ થી સ્ક્રબ તૈયાર કરો:- કેરીની છાલ ને સરસ રીતે પીસી લો અને તેમાં કોફી પાવડર મિક્સ કરો. આ મિશ્રણનો ઉપયોગ ચહેરા અને બોડી બંનેને સ્ક્રબ કરી શકાય છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો તેમાં નારિયેળ તેલના કેટલાક ટિપા મિક્સ કરો. પ્રયત્ન એવો કરવો કે જે દિવસે તમે સ્ક્રબ કરવાના હોય તે દિવસે સાબુ કે અન્ય કોઈ ક્લીન્ઝર ન લગાવો. તમે ઈચ્છો તો બીજા દિવસે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી