મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી એક એવું ફળ છે જે લગભગ લોકોને પસંદ હોય છે. બાળક હોય કે પછી વૃદ્ધ દરેક લોકો કેરીનો સ્વાદ ખુબ જ આનંદથી માણે છે. હાલ આપણે માર્કેટમાં પણ જોઈએ છીએ અને લોકો પણ ખુબ ખરીદી રહ્યા છે. કેરી ખાવાના પ્રેમીઓ તેને ખાવાનું કોઈ પણ બહાનું છોડતા નથી. તો આજે અમે તમને અમુક એવી બાબત જણાવશું જે કેરી ખાનારા દરેક વ્યક્તિ ખુબ જ ધ્યાનથી જણાવી જોઈએ.
સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે લાભકારી : કેરીનો સ્વાદ રસદાર હોય છે, તેની સુગંધથી જ લોકો આકર્ષાય જાય છે. તેમજ કેરીની વિશેષતા એ છે કે, કેરીનામાં અનેકો પ્રકારના વિટામીન અને પોષકતત્વો હોય છે, જે આપણા શરીરના અનેક રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો વધુ પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો ફાયદાના બદલે નુકશાન પણ થાય છે.
શા માટે કેરીને ફળોનો રાજા કહેવાય : કેરીમાં ઘણા મહત્વપૂર્ણ પોષકતત્વો હોય છે. એક સ્ટડી અનુસાર કેરી પ્રોટિન, ફાયબર, વિટામીન સી, કોપર, ફોલેટ, વિટામીન બી6 વિટામીન એ, વિટામીન કે, વિટામીન ઈ, નિયાસિન, પોટેશિયમ, રીબોફ્લેવિન, મેગ્નેશિયમ, થાઈમીનનો ઉત્તમ સ્ત્રોત છે. જેના કારણે પણ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીની અંદર પ્રાકૃતિક શુગર હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમે પણ કેરીનું સેવન કરી શકો છો, પરંતુ માર્યાદિત માત્રામાં જ, કેમ કે વધુ પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો ડાયાબિટીસનું લેવલ વધી પણ શકે છે.
કેરી ખાવાની યોગ્ય રીત : કેરી ખાવાનો સાચો સમય પોસ્ટ લંચ એટલે કે બપોરે ભોજન કર્યાના થોડા સમય પછી ખાવી જોઈએ. અથવા તો કેરીને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. જો આ પ્રકારે કેરી ખાવામાં આવે તો તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ સામાન્ય રહે છે. જો ડાયાબિટીસ હોય અને ખાલી પેટ કેરી ખાવામાં આવે તો બ્લડ શુગર લેવલ ખુબ જ ઝડપથી વધે છે. માટે સવારે ખાલી પેટ કેરીનું સેવન ન કરવું જોઈએ. તેમજ કેરી ખાધા બાદ જો તમે કોઈ વસ્તુનું સેવન કરો છો તો તેની સીધી અસર તમારા બ્લડ શુગર લેવલ પર થાય છે.
કેરી લાવતાની સાથે આ કામ કરો : તમે બજારમાંથી કેરી ખરીદીને આવો કે તરત જ તેને ખાવાની ભૂલ ન કરવી જોઈએ. કેમ કે કેરીમાં ફાયટીક એસિડ નામનું એક કુદરતી મોલિક્યુલ હોય છે. માટે કેરીનું સેવન કરતા પહેલા અડધો કલાક કેરીને પાણીમાં પલાળી રાખવી જોઈએ. તેનાથી ફાયટિક એસિડ ઓછું થઈ જાય છે. વધુ પડતું ફાયટિક એસિડ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. માટે કેરીને પાણીમાં પલાળી રાખવામાં આવે તો ફાયટિક એસિડને શોષી લે છે.
એક દિવસમાં કેટલી કેરી ખાવી ? : એક નિષ્ણાંત ડોક્ટર જણાવે છે કે, એક દિવસ દરમિયાન એક સાથે આખી કેરી ખાવાને બદલે એક કરીને બે ભાગમાં વહેંચીને તેને નાસ્તા તરીકે ખાવી વધુ સારી. કેરીમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ શુગર લેવલને કાબુમાં રાખે છે.
ક્યારે ન ખાવી કેરી ? : રાત્રે ભોજન કર્યા બાદ ક્યારેય પણ કેરીનું સેવન કરવું જોઈએ નહિ. રાત્રે કેરીનું સેવન કરવું શરીર માટે ખુબ જ હાનિકારક માનવામાં આવે છે. જે ઝડપથી બ્લડ શુગર લેવલને વધારે છે. જે આપણા શરીરમાં ડાયાબિટીસના રોગનું જોખમ વધારે છે. માટે રાત્રે કેરી ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી