આજના સમયમાં પૈસા બચાવવા એ ખુબ જ જરૂરી થઈ ગયું છે, કારણ કે કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે એ કહેવું મુશ્કેલ છે કે, કાલે શું પરિસ્થિતિ હશે. એવામાં તમે વિટામિન ઈ કેપ્સુલ જરૂર ખરીદીને રાખો. તેને ખાવાની નથી પણ તેનો અનેક રીતે પ્રયોગ કરવાનો છે, જેના વિશે આજે આ લેખમાં તમને જણાવશું. વિટામિન ઈ તંદુરસ્તી અને સૌંદર્ય બંનેની ચાવી છે. પોતાના બજેટનું પૂરું ધ્યાન રાખતા મોંઘા પ્રોડક્ટ્સમાં પૈસા ખર્ચ ન કરો. તેના બદલામાં વિટામિન ઈ ની કેપ્સુલથી ઘરે બેઠા એક નહિ પણ 3 બ્યુટી પ્રોડક્ટ બનાવી શકો છો. તેની સરળ રીત પણ તમને જણાવશું.
કોરોના વાયરસની મહામારીના કારણે એક વખત ફરી લોકડાઉન જેવી સ્થિતિ આખા દેશમાં બની રહી છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન પછી હવે દિલ્હીમાં પણ વિકેન્ડ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. એવામાં તમે એક અઠવાડિયામાં ઘરે બેઠા પોતાના સૌંદર્યને નિખારી શકો છો. તે પણ કોઈ ખર્ચ કર્યા વિના.ઘરે બેઠા બનાવો આ પ્રોડક્ટ્સ : વિટામિન ઈ ની એક કેપ્સુલથી તમે ઘરે બેઠા 5 બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી શકો છો. તેમાં સ્કીન, હેયર, અને લીપ્સની દેખભાળ માટે બનતા ઈફેક્ટીવ પ્રોડક્ટ્સ પણ સામેલ છે. વિટામિન ઈ કેપ્સુલની મદદથી તમે સ્કીન ટોનરથી લઈને ક્રીમ સુધી પોતે તૈયાર કરી શકો છો. તેને પોતાની ડેઈલી સ્કીન કેર રૂટીનમાં સામેલ કરીને બજેટમાં જ પોતાની સુંદરતા વધારી શકો છો.
હાઈડ્રેટીંગ ટોનર : વિટામિન ઈ ની કેપ્સુલ સ્કીન ટોનર બનાવવા માટે તમારે 1 થી 2 ચમચી ગુલાબજળ, વિટામિન ઈ ની એક કેપ્સુલની જરૂર પડશે. એક સાફ બાઉલમાં 1-2 ચમચી ગુલાબજળ લો અને તેમાં વિટામિન ઈ ની એક કેપ્સુલ નાખો. આ બંને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે આ મિશ્રણને એક સાફ બોટલમાં ભરી લો. જેથી તેનો ઉપયોગ સરળ રીતે કરી શકાય.ડ્રાઈ લિપ્સ માટે માસ્ક : પોતાની આંગળીઓ પર વિટામિન ઈ ના 1-2 ટીપા લો અને પોતાના હોઠ પર લગાવો. તમે તેને આખી રાત પણ રાખી શકો છો. આ તમારા હોઠને સુંદર અને સોફ્ટ રાખવામાં મદદ કરે છે. તમે તેને લીપ બામમાં પણ મિક્સ કરી શકો છો અને તમે ઈચ્છો તો હોઠ પર સીધા લગાવી શકો છો. આ સરળ ઉપાય માત્ર તમારા હોઠને નરમ કરે છે અને ફાટવાથી બચાવે છે. સાથે હોઠનો રંગ પણ ગુલાબી રાખે છે.
આ રીતે બનાવો નાઈટ આઈ ક્રીમ : વિટામિન ઈ થી નાઈટ ક્રીમ બનાવવા માટે તમારે 1 મોટી ચમચી એલોવેરા જેલ, વિટામિન ઈ ની એક કેપ્સુલની જરૂર પડશે. એક સાફ વાસણમાં 1 મોટી ચમચી એલોવેરા જેલ લો, તેમાં વિટામિન ઈ ની એક કેપ્સુલ નાખો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. તે ડાર્ક સર્કલના પ્રોબ્લેમ માટે ખુબ અસરકારક છે. સૂતા પહેલા ફેસવોશ પછી તેને લગાવો. તેન આંખ નીચે પણ લગાવો. અને ધીમે ધીમે 1 થી 2 મિનીટ માલીશ કરો. સવારે ઉઠીને ચહેરો ધોઈ નાખો.વિટામિન ઈ થી બનાવો ફેસ માસ્ક : વિટામિન ઈ ની કેપ્સુલથી ફેસ માસ્ક બનાવવા માટે તમારે એક ચમચી મધ, એક વિટામિન ઈ ની કેપ્સુલ, એક ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. એક સાફ બાઉલમાં એક ચમચી મધ, વિટામિન ઈ ની કેપ્સુલ અને એલોવેરા જેલ એક ચમચી લો. બધાને મિક્સ કરી લો. તૈયાર ફેસ માસ્કને પોતાના ચહેરા પર લગાવો. તેમજ તરત જ ગ્લો માટે તમે આ ફેસ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. માસ્ક સુકાય જાય એટલે ધોઈ નાખો.
આ રીતે બનાવો હેર કંડીશનર : વિટામિન ઈ થી તમે કંડીશનર પણ બનાવી શકો છો. તેના બનાવવા માટે તમારે એક ચમચી જેતુનનું તેલ, એક વિટામિન ઈ ની કેપ્સુલ જરૂર પડશે. એક વાસણમાં એક મોટી ચમચી જેતુનનું તેલ અને વિટામિન ઈ ની એક કેપ્સુલ મિક્સ કરો. પછી આ મિશ્રણને વાળમાં લગાવો. ખોડાની સમસ્યા ઓછી કરવા માટે તમે આ ઘરે બનાવેલ કંડીશનરનો ઉપયોગ કરી શકો છો. અડધી કલાક માટે રહેવા દો. પછી પોતાના વાળને કોઈ શેમ્પુથી ધોઈ નાખો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી