મિત્રો તમે મધ તો ખાધું જ હશે. તે કેટલું મીઠું હોય છે. તેમજ મીઠાશમાં હંમેશા મધનું નામ જ લેવામાં આવે છે. પરંતુ આ મધ જેટલું મીઠું હોય છે તે મધને બનાવનાર મધમાખી ખુબ જ ખતરનાક હોય છે. તે જયારે કરડે છે ત્યારે શરીરમાં ખુબ જ બળતરા થાય છે, દુખાવો થાય છે. આમ જયારે તમને મધમાખી કરડે છે ત્યારે આપણા વડીલો આપણને સામાન્ય રીતે તુલસીની માટી લગાવવાનું કહે છે. આજે અમે તમને આ લેખમાં મધમાખી કરડે ત્યારે શું લગાવવું જોઈએ તેના વિશે કેટલાક સરળ ઉપાયો જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
મધમાખીનું મધ ભલે મીઠું હોય પરંતુ જ્યારે તે ડંખ મારે છે, તે ભાગમાં ખૂબ દુખાવો, સોજો અને ખંજવાળ જેવી સમસ્યા થાય છે. ઘણી વખત આ દુખાવો અસહનીય હોય છે. જેના કારણે તાવ આવી જાય છે. પરંતુ આ દુખાવાથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે તેનાથી કોઈ ગંભીર નુકશાન થતું નથી. ઘણા લોકોને મધમાખીના ડંખથી એલર્જી થઈ જાય છે, જેના કારણે તેમણે ખંજવાળ, રૈશિઝ, સોજો વગેરે જેવી સમસ્યાઓ થાય છે. મધમાખી જ્યારે ડંખ મારે તો એવા સમયે દુખાવાથી રાહત મેળવવા માટે તે ભાગ પર થોડું લોખંડ રગડો. તેનાથી દુખવામાં રાહત મળે છે.
ઘણી વખત વધારે દુખાવાને કારણે ગભરામણ થવા લાગે છે, તે દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. કારણ કે દુખાવાને કારણે ઘણી વખત લોકોને ચક્કર આવવા લાગે છે. તે સિવાય મધમાખી કરડવાથી ત્વચા લાલ પીળી થવી, ખુબ ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેમજ મધમાખી કરડવા પર સૌથી પહેલા તે સ્થાનને ચેક કરો, કારણ કે ઘણી વખત ડંખ અંદર જ રહી જાય છે. તેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ થઈ શકે છે. તેમજ દુખાવો, ખંજવાળ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
મધમાખી કરડે ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય : 1 ) મધમાખી જ્યાં કરડી હોય તે જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી દુખાવો વધતો નથી અને ધીરે ધીરે તે ઓછો થતો જાય છે. જણાવી દઈએ કે, મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે જે સંક્રમણને વધવા દેતા નથી. આમ મધમાખી કરડે ત્યારે મધના ઉપયોગથી જ તમે તેની પીડાને દુર કરી શકો છો.
2 ) બેકિંગ સોડામાં થોડા ટીપાં પાણીના મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, હવે આ પેસ્ટને મધમાખી કરડી હોય તે જગ્યાએ લગાડો અને તમે ચાહો તે પેસ્ટ લગાડીને તે જગ્યાએ પટ્ટી પણ બાંધી શકો છો. તેનાથી તમને રાહત મળે છે અને તેનાથી ખંજવાળ, સોજો, દુખાવો જેવી સમસ્યા થતી નથી.
3 ) મધમાખીના દુખાવાથી રાહત મેળવવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. અસરકારક જગ્યા પર લગાડવાથી ઠંડક મળે છે. જેનાથી દુખાવો ઓછો થાય છે. ટુથપેસ્ટથી તમારી પીડા ઓછી થવામાં મદદ મળે છે.
4 ) એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરીને તમે દુખાવાથી રાહત મેળવી શકો છો. એક વાસણમાં એપ્પલ સાઈડર વિનેગર લો અને મધમાખી કરડી હોય તે સ્થાન પર લગાડો. તમે ચાહો તો એપ્પલ સાઈડર વિનેગરને કપડામાં રાખીને અસરકારક જગ્યાને તેની મદદથી સાફ કરી શકો છો.
5 ) એલોવેરામાં ઔષધિય ગુણ હોય છે. જે સોજા અને દુખાવાને મટાડે છે. મધમાખી કરડી હોય તે જગ્યાએ એલોવેરા લગાડવાથી દુખાવો મટે છે અને તે સ્થાન પર ઠંડક મળે છે અને સોજો થતો નથી.
6 ) મધમાખીના ડંખ પર બરફ લગાડવાથી પણ રાહત મળે છે. બરફ લગાડવાથી વધારે ઝેર ફેલાતું નથી અને ધીરે ધીરે દુખાવો ઓછો થતો જાય છે. તે માટે તમે આઈસ ક્યુબને અસરકારક જગ્યાએ રગડી શકો છો. આમ તમે આ ઉપાયો અજમાવીને તમારી પીડા ઓછી કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી