મિત્રો આપણી આસપાસ ઘણી એવી ઔષધિઓ હોય છે, જે આપણી નજીક હોવા છતાં તેના ફાયદાઓથી આપણે વંચિત હોઈએ. જેના અમુલ્ય ફાયદા આપણે જાણતા નથી હોતા અને નકામી સમજીને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. તો આજે અમે તમને આવી જ એક અમુલ્ય ઔષધી વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
કુલ્ફા એક ઔષધીય છોડ છે. જેને ગુજરાતીમાં લુણી કહે છે અને ઘણા લોકો તેને લાખાલુણી તરીકે પણ ઓળખે છે. આ છોડ તમને સહેલાઈથી તમારા ઘરના આંગણે અથવા તો દીવાલ પર જોવા મળશે. આ એક પ્રકારનું જંગલી ઘાસ છે. જે મોટાભાગે ખાલી પડેલી જગ્યામાં જાતે જ ઉગી જાય છે.
પરંતુ આપણે તેને સામાન્ય ઘાસ સમજીને કાપી નાખીએ છીએ. તે ગરમ અને ઠંડા સ્થાન પર ખુબ જ જોવા મળે છે. સ્વાસ્થ્ય ગુણોથી ભરપુર હોવાના કારણે આ છોડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની ખુબ જ ઉપયોગી ઔષધીય છોડની સૂચિમાં સામેલ કર્યો છે.
લુણીમાં ભરપુર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડના ઘણા પોષક તત્વ રહેલા છે. આ છોડના પાનમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક, એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી બાયોટીક અને એન્ટી વાયરલ ગુણ રહેલા છે. આ છોડનો સ્વાદ ખાટો અને નમકીન હોય છે. ચાલો તો જાણી લઈએ આ સાધારણ દેખાતા છોડના ઔષધીય ગુણો વિશે.
હાઈ બીપી : આ છોડના પાનમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. હાઈ બીપીમાં લાખાલુણીના 2 થી 3 પાનને સવારે ચાવવાથી બીપી કંટ્રોલમાં રહે છે. સાથે જ તેને સબ્જી અને સલાડના રૂપમાં પણ સેવન કરી શકાય છે.
હાડકા : આ છોડમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપુર માત્રામાં હોય છે. તેનાથી હાડકાઓ અને દાંતને મજબુત કરવામાં મદદ મળે છે. આ સિવાય એ રક્ત સંચારને સારું બનાવવામાં પણ ખુબ જ મદદ કરે છે.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલનો ઈલાજ : ચીની ચિકિત્સામાં ઘણા વર્ષોથી આ છોડનો ઉપયોગ દસ્ત અને આંતરડાના રક્તસ્ત્રાવથી લઈને બવાસીર અને પેચીશ સુધી બધાનો ઈલાજ કરવા માટે થતો આવ્યો છે. આજે પણ તેનો ઉપયોગ વિભિન્ન પ્રકારના આંતરડાની સ્થિતિનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. આ લાભોને મુખ્ય રૂપે પ્યુરસેનમાં મળતા કાર્બનિક યૌગીકો માટે જવાબદાર માનવામાં આવે છે. જેમાં ડોપામાઈન, મેલિક એસિડ, સાઇટ્રિક એસિડ, એલેનીન, ગ્લુકોઝ જેવા ગુણો સામેલ છે.
એન્ટી કેન્સર : ચીની શોધકર્તાઓ દ્વારા 2016 માં એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે, આ છોડમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટીપ્રોલીફેરેટીવ ગુણ હોય છે. જે ઓક્સીડેંટીવ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. તેના એન્ટી કેન્સર ગુણનો તપાસ કરવા માટે હજુ આગળના અધ્યયનની જરૂર છે.
વજન ઓછો કરવામાં : જો વજન ખુબ જ વધુ છે અને તેઓ વજન ઓછું કરવા માંગે છે, તો લાખાલુણીના 7 થી 8 બીજ નવશેકા ગરમ પાણીની સાથે સેવન કરવાથી વજન ઝડપથી ઓછો થાય છે. સાથે જ તેના પાનનું પણ સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી