આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે શરીરને અનેક પરેશાનીઓ થાય છે. પણ તમે કેટલાક ઉપાયો કરીને ખરાબ કોલેસ્ટ્રોલને પોતાના શરીરમાંથી બહાર કાઢી શકો છો. આ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધે છે ત્યારે હૃદયને લગતી બીમારીનું જોખમ વધી શકે છે.
કોલેસ્ટ્રોલ એક મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે, જે લોહીની નસોમાં જામે છે. તેનું લેવલ વધવાથી બ્લડ ફ્લો ધીમો થઈ શકે છે. જેનાથી હ્રદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. એટલું જ નહીં, તે બ્લડ ક્લોટ, કોરોનરી આર્ટરી ડીસીઝ જેવી નસોની ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. કોલેસ્ટ્રોલ લેવલ કઈ રીતે ઘટાડવું?:- સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ઘણા લોકો જીવન આખું કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ ખાતા રહે છે. કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે જરૂરી નથી કે, તમે માત્ર દવાઓ પર નિર્ભર રહો. હાર્વર્ડની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેલ્થી ડાયેટ લેવાથી કે, દરરોજ હળવી એકસરસાઈઝ કરવાની સાથે અમુક ઘરેલુ ઉપાયો દ્વારા લોહીમાં જામેલ આ ગંદા પદાર્થોને ઘટાડી શકાય છે.
જો તમે હાઇ કોલેસ્ટ્રોલથી પીડિત હોય તો, તમારે તમારી ડાયેટમાં સામાન્ય બદલાવ કરીને તેને સ્વસ્થ શ્રેણીમાં લાવવામાં મદદ મળી શકે છે. એકસરસાઈઝ અને હેલ્થી ડાયેટથી એચડીએલ વધારવામાં અને એલડીએલ ઘટાડવામાં મદદ મળી શકે છે. 1) ટ્રાન્સ ફૈટથી દૂર રહો:- કેક, ચિપ્સ, કુકીઝ, માઇક્રોવેવ પોપકોર્ન, પિઝ્ઝા, ફ્રાઈડ ફૂડ વગેરે વસ્તુઓમાં ટ્રાન્સ ફૈટ જોવા મળે છે. ધ્યાન રહે કે આ વસ્તુઓ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. જો તમે કોલેસ્ટ્રોલની સાથે સાથે ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા જીવલેણ બીમારીઓથી પણ બચવા માંગતા હોય તો, તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
2) પોલીઅનસેચ્યુરેટેડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફૈટ સારી છે:- પોલીઅનસેચ્યુરેટેડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફૈટી એસિડ બંને એલડીએલ ઘટાડવામાં મદદ કરે છે. કેનોલા, કુસુમ, સૂરજમુખી, ઓલિવ, દ્રાક્ષના બીજ અને મગફળીનું તેલ વગેરે વસ્તુઓમાં આ બંને હોય છે. સેલ્મન, એવોકાડો, ટ્રાઉટ, સીડ્સ, નટ્સ અને સોયાબીન પણ તેના સારા સ્ત્રોત છે. 3) રંગબેરંગી ફળ અને શાકભાજીના દિવાના થઈ જાઓ:- ફળ, શાકભાજી કોલેસ્ટ્રોલને ઘટાડે છે કારણ કે, તેમાં જોવા મળતું ફાઈબર કોલેસ્ટ્રોલને ખેંચીને બહારકાઢે છે. તમારે તમારા ભોજનમાં પાંડદાવાળા શાક, ગાજર, ટામેટાં, સ્ટ્રોબેરી, પ્લમ, બ્લૂ બેરી વગેરે સમાવિષ્ટ કરવા જોઈએ. ફળ-શાકભાજીનો રંગ જેટલો ઘટ્ટ હશે, તમારા માટે તેટલું જ સારું રહેશે. ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માટે તમારે લીલોતરી શાકભાજીનું સેવન કરવું જોઈએ.
4) રિફાઈન્ડ ખાંડ અને મેંદાથી દૂર રહેવું:- આખું અનાજ ફાઈબરનો એક સારો સ્ત્રોત છે. મેંદા અને સફેદ ચોખાની જગ્યાએ આખા ઘઉંનો લોટ અને બ્રાઉન ચોખા ખાવા. દલિયા પણ સારો વિકલ્પ છે અને તેમાં ફાઈબર જોવા મળે છે. ખાંડને પોતાના ભોજનથી દૂર કરવી કારણ કે તે માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ શુગર અને બ્લડ પ્રેશર પણ વધારે છે. ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવા માટે રીફાઈન્ડ ખંત અને મેંદાનું પ્રમાણ પણ ઓછુ કરવું પડે છે. કારણ કે શરીરમાં તેનું પ્રમાણ વધવાથી મુશ્કેલી થઇ શકે છે.5) કેલોરી કાઉન્ટ પર નજર રાખવી:- બધા જ પ્રકારની ફૈટ, ભલે સારી હોય કે ખરાબ, તેમાં પ્રતિ ગ્રામ નંબર કેલોરી હોય છે. તેનો મતલબ કે, એક ચમચીમાં લગભગ 100 કેલોરી. જ્યારે તમે હ્રદયને સ્વસ્થ રાખનારી ડાયેટ લો છો તો, તમારે થોડા સમય માટે પોતાની કેલોરી પર નજર રાખવાની જરૂરિયાત છે. આથી તમારે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કેલોરીનું પ્રમાણ ઘટાડવું પડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી