આ 5 જડીબુટ્ટી વાળ માટે છે વરદાન સમાન, બ્લડ પ્રેશર, ત્વચા અને વાળની તમામ સમસ્યાઓ દુર કરી બનાવી દેશે એકદમ કાળા, ઘાટા અને લાંબા…

દરેક લોકો ઈચ્છે છે કે, તેના વાળ જાડા, મજબુત અને ઘાટા બને. આથી દરેક લોકો એવી કોઈ વસ્તુ અજમાવે છે જેનાથી તેના વાળનો ગ્રોથ વધી શકે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા વાળ જાડા, અને ઘટ બને તો અહી આપેલ આ ખુબ જ સરળ 5 ટીપ્સને જરૂરથી અનુસરવી જોઈએ.

આજકાલની ખરાબ લાઈફ સ્ટાઈલ અને વધતાં પ્રદૂષણના કારણે આપણાં વાળની સમસ્યા વધતી જાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, વગર કોઈ કારણે આપણા વાળ પાતળા થઈને કમજોર પડી જાય છે. એટલે કે જો તમને ડેંડ્રફ નથી અથવા વાળમાં કોઈ ઇન્ફેક્શન નથી છતાં તમારા વાળ આપમેળે જ ખરી શકે છે. અને ધીમે ધીમે પોતાની વોલ્યુમ ગુમાવી શકે છે. એવામાં વાળને ઘાટા બનાવવા માટે અમુક ફળ અને અમુક શાકભાજી સિવાય કેટલાક હર્બ્સ પણ છે જેનું રેગ્યુલર સેવન તમને વાળ ઘાટા કરવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં આ હર્બ્સ આયુર્વેદિક ગુણ હોય છે. જે શરીરમાં પિત્ત દોષને બેલેન્સ કરે છે, બ્લડ સર્ક્યુલેશનને સરખું કરે છે અને વાળને ઘાટા બનાવવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ વાળને ઘાટા કરવા માટેના આ હર્બ્સ વિશે.

ભૃંગરાજ અને બ્રાહ્મી : ભૃંગરાજ અને બ્રાહ્મી બે એવા હર્બ્સ છે જે વાળને ઘાટા કરવામાં મદદગાર છે. ભૃંગરાજના પાંદડા ચાવવાથી તેના એક્સટ્રેક્ટ જડોને પોષણ આપે છે અને વાળને ઘાટા બનાવવામાં મદદ કરે છે. તમે તેનો પાવડર બનાવીને પણ વાળ માટે ઉપયોગમાં લઈ શકો છો. તેને તમારે એક એક ચમચી સવારે અને સાંજે લેવાની રહેશે. તે સિવાય બ્રાહ્મી વાળમાં સુરક્ષાત્મક પરત બનાવવામાં મદદ કરે છે. તે વાળને ચમકદાર બનાવી રાખવામા મદદ કરે છે.

બ્રાહ્મીની એક ખાસ વાત એ પણ છે કે, તે ખીલ, રસી વગેરે ઘટાડવામાં પણ મદદ કરે છે. બ્રાહ્મી તણાવના કારણે ખરતા વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. તે વાળની જડમાં પોષણ આપે છે અને વાળને તૂટવાથી બચાવે છે. તેમજ, જો તમે ભૃંગરાજ અને બ્રાહ્મીને એક સાથે ઉપયોગ કરો તો વાળનું અસમયે સફેદ થવાનું અટકી જાય છે. તેના ઉપયોગથી વાળ ઘાટા, કાળા અને લાંબા થાય છે અને વાળને રેશ્મિ અને સિલકી બનાવી રાખવામા પીએન તે મદદરૂપ થાય છે.

એલોવેરા : એલોવેરા વાળ અને સ્કીન માટે હંમેશાથી જ ફાયદાકારક ગણવામાં આવે છે. એલોવેરા જેલ સ્કેલ્પના પીએચ સંતુલનને બહાલ કરી શકે છે જે વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. તે તમારા વાળને મોઈશ્ચરાઇઝ અને હાઈડ્રેડ કરવા માટેની સૌથી સરળ રીત છે. તેનું તમે જ્યુસ પી શકો છો અને તેના જેલને તમે સીધું જ સ્કેલ્પ પર પણ લગાડી શકો છો. સૌથી સારા પરિણામો માટે તેને માથામાં લગાડીને માલિશ કરવી. એલોવેરાની એક ખાસ વાત એ પણ છે કે, એન્ટીબેક્ટેરિયલ અને ઋતુગત સ્કેલ્પથી બચવામાં તે મદદગાર છે અને એકધારા તેના ઉપયોગથી વાળના વોલ્યુમને સારું બનાવવામાં મદદ મળે છે.

જટામાંસી : જટામાંસી વાળ માટે ખુબ જ ખાસ ઔષધિના રૂપમાં કામ કરે છે. તેમાં એન્ટીઇમ્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કેલ્પના સોજાને ઘટાડે છે અને તેને ઇન્ફેકશનથી બચાવે છે. આ સિવાય રેગ્યુલર જટામાંસીનું પાણી પીવાથી વાળ તૂટતાં ખરતા નથી અને મુલાયમ તેમ જ લાંબા થાય છે. આ સિવાય જો તમે જટામાંસીને વાટીને તેનો પાવડર બનાવો અને રોજ થોડું થોડું તેનું સેવન કરો તો તે નવા વાળના વિકાસમાં પણ મદદરૂપ છે.

અશ્વગંધા : અશ્વગંધામાં ટાયરોસીન નામનું એમીનો એસિડ હોય છે જે વાળને ઘાટા બનાવવામાં મદદ કરે છે. તે સિવાય આ ખાસ પ્રોટીન વાળને સફેદ થતાં અટકાવે છે અને વાળમાં મેલાનીનની માત્રા વધારે છે. તેનાથી વાળની રંગતમાં સુધાર આવે છે. અશ્વગંધાની એક ખાસ વાત એ છે કે, રેગ્યુલર તેનું સેવન કરવાથી તમારા વાળ જડમાંથી મજબૂત બને છે અને નવા વાળના વિકાસને પણ વધારો મળે છે. તો, વાળને હેલ્થી રાખવા માટે અશ્વગંધાના વાળને ઉકાળીને તેનું પાણી પીવું અથવા તેના પાવડરનું ગરમ પાણી સાથે સેવન કરવું.

આંબળા અને ત્રિફળા : આંબળા અને ત્રિફળાનું કોંબીનેશન વાળને હેલ્થી બનાવી રાખવા માટે હંમેશાથી જ મદદ રૂપ  રહ્યું છે. આંબળામાં વિટામિન સી રહેલું હોય છે. જે વાળની જડને હેલ્થી રાખવામા મદદ કરે છે. તેમ જ વાળની બનાવટને પણ સારી બનાવે છે. તો, ત્રિફલાનું સેવન કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સરખું રહે છે, જેના કારણે તમારા વાળ લાંબા સમય સુધી ખૂબસૂરત બન્યા રહે છે. આમ, આંબળા અને ત્રિફલાને કારણે પણ વાળને પોષણ મળે છે. તો તે બંને પણ વાળને ઘાટા બનાવવામાં મદદરૂપ બની રહે છે.

આ પ્રકારે આ બધા જ હર્બ્સનું સેવન તમારા વાળ માટે ફાયદાકારક છે. આ બધાની ખાસ વાત એ છે કે, તમે તેને ખાઈ પણ શકો છો અને તમારા વાળમાં લગાડી પણ શકો છો. આ સિવાય વાળને ખરતા રોકવા માટે અને લાંબા વાળ માટે તમારે યોગ પણ કરવા જોઈએ. કારણ કે તે બ્લડ સર્ક્યુલેશનને પણ સારું કરે છે અને તમારા વાળને પણ હેલ્થી રાખે છે. તો આમ આ બધા જ હર્બ્સ વાળને પોષણ આપવામાં ખુબ જ ઉપયોગી બની રહે છે. જે આજ કાલની ખરાબ લાઈફ સ્ટાઈલ અને પ્રદુષણ થતી વાળ પરની ખરાબ અસરને રોકી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment