સ્ત્રીઓ માટે વાળની સમસ્યા એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં પુરુષો પણ તેને નજરઅંદાજ નથી કરી શકતા. જો તમે પણ કમજોર અને બેજાન વાળની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમારા માટે એક ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી વાળ મજબુત, ઘાટા, કાળા અને લાંબા થશે.
અમે જે દેશી ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તે છે મેથીઅને ચોખાનો ઉપાય. વાળને મજબુત અને સુંદર બનાવવા માટે ચોખા અને મેથીનો ઉપયોગ કરી શકાય છે. વાળને મજબુત બનાવવા માટે તમારે ચોખા અને મેથીના પાણીથી વાળને ધોવાના છે. જેના માટે નીચે આપેલી વિધી અપનાવો. તમારા વાળમાં આવો જશે કંઈક અલગ જ રોનક. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
સૌથી પહેલા તો રાત્રે 250 મીલી પાણીમાં 3 ચમચી મેથીના દાણા પલાળીને રાખી દો. ત્યાર બાદ સવારના સમયમાં અડધા કપ સફેદ ચોખાને એક કપ પાણીમાં નાખીને 2 થી 3 કલાક માટે રાખી દો. ત્યાર પછી બે જુદા જુદા વાસણમાં ચોખાનું પાણી અને મેથીનું પાણીને ગેસ ઉપર રાખી દો.
ધીમા ગેસે બન્ને પાણીને 5 થી 7 મિનીટ સુધી થવા દો. ત્યાર બાદ બંને પાણીને એક જ વાસણમાં મીક્સ કરી લો અને એક દિવસ સુધી એમ જ રહેવા દો. એક દિવસ પછી તમારા વાળને થોડા ગરમ પાણીથી ધોઈ લો. ચોખા અને મેથીના પાણીથી વાળને 5 થી 10 મિનીટ સુધી મસાજ કરો. ત્યાર બાદ શાવર કેપ પહેરીને 20 મિનીટ રાખી પછી થોડા ગરમ પાણીથી વાળને ધોઈ લો.
વાળને મજબુત બનાવા માટે ચોખા અને મેથીના ફાયદા : ચોખા અને મેથીના દાણા બંને પ્રાકૃતિક છે, જે રસોઈમા આસાનીથી મળી જશે. વાળને મજબુત બનાવવા માટે ચોખા અને મેથીના પાણીનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે.
વાળ માટે ચોખા ખુબ ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં વાળ માટે જરૂરી પ્રોટીનની માત્રા હોય છે. તેની સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેરૂલીક એસિડ, વીટામીન એ, સી, ડી અને વીટામીન ઈ પણ હોય છે. જે વાળને મજબુત બનાવવાની સાથે મુલાયમ અને રેશમી પણ બનાવે છે.
વાળ માટે મેથી પણ ઓછી લાભકારી નથી. આ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. કારણ કે તેમાં ફોલિક એસિડ, પોટેશીયમ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વીટામીન એ, કે, સી હોય છે. જે વાળને પોષણ આપીને ખરતા બચાવે છે.
આમ તમે મેથી અને ચોખાની મદદથી વાળને મજબુત અને લાંબા બનાવી શકો છો. તેમજ ખરતા વાળને રોકવા માટે આ એક પ્રાકૃતિક ઉપચારના રૂપમાં કામ કરે છે. સાથે જ વાળને પુરતું પોષણ આપીને વાળ મજબુત અને લાંબા થવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી