આપણા શરીરમાં લીવરનું કામ ખુબ જ અગત્યનું છે. પણ જો તમારા લીવરમાં કોઈ મુશ્કેલી આવે તો ખુબ જ મોટી સમસ્યા થઇ શકે છે. આથી લીવરની સ્વચ્છતા જાળવવી તમારા માટે જરૂરી છે. આથી જ લીવરના ખૂણેખૂણા માં છુપાયેલ ગંદકીને દુર કરવા માટે તમારે અમુક ફૂડસનું સેવન કરવું ખુબ જ જરૂરી બની જાય છે.
શરીરની અંદર લીવર ખુબ જ મહત્વનુ અંગ હોય છે. તે એક પ્રકારે આખા શરીરની સફાઈ કરે છે અને પોતે પોતાની પણ સફાઈ કરી લે છે. પરંતુ ક્યારેક-ક્યારેક લીવરને પણ સાફ કરવાની જરૂરિયાત રહે છે. જોકે, લીવરને સાફ કરવા માટે કોઈ દવાની જરૂર રહેતી નથી. તે માટે નેચરલ પ્રકારે પ્રાપ્ત વસ્તુઓથી જ સફાઈ થઈ જાય છે. વાસ્તવમાં, લીવર મુખ્ય રૂપથી પિત્તનું નિર્માણ કરે છે.
જેના માધ્યમથી પેટમાં પાચન દરમિયાન બનતા ટોક્સિક મેટેરિયલ શરીરમાંથી બહાર નીકળી જાય છે. તે સિવાય, લીવર અમુક, પ્રોટીન અને કોલેટ્રોલનું નિર્માણ પણ કરે છે જેના કારણે ઘણા હાર્મોન પણ બને છે. જ્યારે લિવરમાં વધારે ગંદકી જમા થવા લાગે છે તો પાચન સંબંધી સમસ્યાઓ આવી શકે છે. માટે લીવર ડિટોક્સની જરૂર પડે છે.લીવરની સફાઈ લીવર પોતે જ કરી લે છે પરંતુ જો લીવર પર વધારે લોડ પડે તો, તેનાથી અમુક સમસ્યાઓ થઈ શકે છે. માટે જ આજકાલ લીવર ડિટોક્સિફિકેશનની જરૂર પડે છે. તે માટે બજારમાં ઘણા પ્રકારના પ્રોડક્ટસ વેચવામાં આવે છે પરંતુ તે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત નથી કે કોઈ ખાસ દવાઓથી લીવરને સાફ કરી શકાય છે. તે જ કારણ છે કે, એક્સપર્ટ લીવરની સફાઈ માટે કુદરતી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે.
લીવર ડિટોક્સ ફૂડ:-
1) ફાઈબર યુક્ત ફૂડનું સેવન:- એક ખબર મુજબ, જે ફળો, શાકભાજીઓમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તે ફૂડ લીવરને સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ફાઈબર વાળી વસ્તુઓ ખાવાથી લિવરમાં જામેલી શુગર પણ બહાર નીકળી જાય છે. તે માટે આખું અનાજ, બાર્લી, ઓટમી, સફરજન, બીટ, ગાજર વગેરેનું સેવન કરવું. લીવરની તંદુરસ્તી માટે ફાઈબર યુક્ત ખોરાક ખુબ જ જરૂરી છે.2) ગ્રીન ટી:- લીવરને અંદરથી સાફ રાખવા માટે ગ્રીન ટી ખુબ જ સારી માનવામાં આવે છે. ગ્રીન ટી પીવાના ઘણા ફાયદાઓ થઈ શકે છે. તેનાથી વજન ઘટાડવામાં ટો મદદ મળે છે સાથે જ ગ્રીન ટી લીવરની સફાઈ પણ કરે છે. ગ્રીન ટી લીવરમાં રહેલ વધારાની ફૈટ બહાર કાઢે છે. ગ્રીન ટીમાં ઘણા પ્રકારના એંટીઓક્સિડેંટ હોય છે જે લિવરમાં જામેલી ફૈટને બહાર કાઢે છે. ગ્રીનટી ઓવરઓલ લીવર ફંક્શનને સરખું કરી શકે છે.
3) ખાટા-મીઠા ફળ:- સાઇટ્રસ ફ્રૂટ એટલે કે, ખાટા-મીઠા ફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી જોવા મળે છે જે લિવરમાં ડિટોક્સિફાઈ એંઝાઇમને સક્રિય કરી દે છે. એવોકાડો, સંતરા, ગ્રેપફ્રૂટ, સફરજન તે માટે ખાઈ શકાય છે. આ ફળોના સેવનથી તમારું લીવર અંદરથી સાફ રહે છે અને અનેક બીમારીઓ પણ દુર રહે છે.4) અખરોટ:- અખરોટ માત્ર મગજ તેજ કરનારુ ડ્રાયફ્રૂટ નથી પરંતુ તે, લીવરને પણ સાફ કરે છે. અખરોટમાં ઓમેગા 3 ફૈટી એસિડ અને એમીનો એસિડ હોય છે. તેની સાથે જ તેમાં આર્જેનીન હોય છે જે, લીવરની સરખી સફાઈ કરી દે છે. અખરોટ પણ લીવરના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે.
5) લીલા શાકભાજી પાલક વગેરે:- લીલા શાકભાજી દરેક પ્રકારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એક્સપર્ટ મુજબ, દરરોજ લીલા શાકભાજીનું સેવમ ઓવરઓલ હેલ્થ માટે રામબાણ છે. લીલા શાકભાજીમાં શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવાની ક્ષમતા હોય છે. તે લીવરની સરખી રીતે સફાઈ કરવામાં મદદ કરે છે. તે માટે તમે પાલક, ફુલાવર, કોબીજ વગેરેનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી