ગરમીની ઋતુ શરુ થઇ ગઈ છે. ત્યારે સ્વાભાવિક છે કે તમે ગરમીથી બચવા માટે અથવા તો તેનાથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો કરતા હશો. સામાન્ય રીતે આ ઋતુમાં વધુ પડતી સ્ટેમિના ની જરૂર હોય છે. એ માટે તમારે વધુ પડતું પાણીનું સેવન કરવું જરૂરી છે. પણ જો તમે પોતાની સ્ટેમિના એમ જ મજબુત બનાવવા માંગતા હો તમારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરને અનેક અન્ય ફાયદાઓ પણ થશે.
ગરમીની રૂતુ આવી ગયી છે. આ ઋતુમાં વધતાં તાપમાનની અસર પાચનતંત્ર પર પડે છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે તેઓ જલ્દી પેટ સંબંધી બીમારીઓનો શિકાર થઈ જાય છે. ગરમીમાં પેટને તંદુરસ્ત રાખવા માટે લીંબુ પાણીનું સેવન કરી શકાય છે. લીંબુ પાણીમાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે જેનાથી પાચનતંત્ર તંદુરસ્ત રાખવામા મદદ મળે છે.લીંબુ પાણીમાં કાર્બ્સ, પ્રોટીન, ફૉસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, વિટામિન ઇ, ફોલેટ વગેરે પોષકતત્વો પણ જોવા મળે છે. આ પોષકતત્વોની મદદથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. ગરમીમાં શરીરને હાઈડ્રેડ રાખવા માટે પણ લીંબુ પાણી ફાયદાકારક રહે છે. પેટથી જોડાયેલી સમસ્યાઓ જેવીકે, કબજિયાત, એસિડિટી, પેટ ફૂલવું વગેરેને દૂર કરવા માટે લીંબુ પાણીનું સેવન કરી શકાય છે. આગળ લેખમાં જાણીશું પેટ માટે લીંબુ પાણીના અન્ય ફાયદા.
1) પેટમાં ગેસ થાય તો પીવું લીંબુ પાણી:- ગેસની સમસ્યા માટે લીંબુ પાણી એક અસરકારક ઈલાજ સાબિત થઇ શકે છે. પેટમાં ગેસ થાય તો લીંબુ પાણી પી શકાય છે. લીંબુ પાણીમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે. તેનાથી ગેસની સમસ્યા દૂર થાય છે. ગરમીના દિવસોમાં 1 થી 2 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરી શકાય છે.2) કબજિયાત થાય ત્યારે પીવું લીંબુ પાણી:- જે લોકોને આ ઋતુમાં કબજિયાત ની તકલીફ રહેતી હોય તેમના માટે લીંબુ પાણી ખુબ જ ગુણકારી છે. લીંબુ પાણીનું સેવન કરશો તો, પાચન સરખું રહે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. ગરમીની ઋતુમાં પેટમાં દુખાવો, એસિડિટી, ખાટા ઓડકાર, વગેરે સમસ્યાઑ દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને પી લો. થોડી જ વારમાં પેટ સંબંધી સમસ્યાઓ ઓછી અનુભવાય છે.
3) હેલ્થી ડિટોક્સ ડ્રિંક છે લીંબુ પાણી:- શરીરને અંદરથી મજબુત બનાવે છે લીંબુ પાણી. લીંબુ પાણી પેટ માટે ડિટોક્સ ડ્રિંકની જેમ કાર્ય કરે છે. તેનું સેવન કરવાથી પેટ અને આંતરડાની સફાઈ થઈ જાય છે. પેટમાં રહેલા ઝહેરીલા તત્વો બીમારીઓનું કારણ બને છે. આ ખરાબ તત્વોને પેટમાંથી સાફ કરવા માટે દરરોજ લીંબુ પાણીનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે.4) ઊલટી થતી હોય તેને અટકાવવા માટે લીંબુ પાણી:- ઉલટીની સમસ્યા માટે પણ લીંબુ પાણી ખુબ જ લાભકારી છે. લીંબુમાં રહેલ વિટામીન અને પ્રોટીનની મદદથી ઊલટી અને જીવ મુંજાવાની સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે. ઘણા લોકોને ગરમીની ઋતુમાં સફર દરમિયાન ઊલટી થાય છે. હિટ સ્ટ્રોકના કારણે પણ ઊલટી થઈ શકે છે. એવામાં એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. ઊલટી અટકાવવા માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવું.
5) ડાયેરિયા થાય ત્યારે લીંબુ પાણી પીવું:- ગરમીમાં પાણીની ઉણપના કારણે ડાયેરિયા કે ઝાડાની સમસ્યા થઈ જાય છે. ગરમીમાં મસાલેદાર ભોજન સરખી રીતે પચતું નથી, એવામાં પેટમાં દુખાવો અને ઝાડા વગેરે લક્ષણો દેખાઈ શકે છે. આ લક્ષણોને દૂર રાખવા માટે ગરમીમાં લીંબુ પાણીનું સેવન કરવું. પિરિયડ્સમાં ઝાડાની સમસ્યા થાય ત્યારે લીંબુ પાણીનું સેવન કરી શકાય છે. ગરમીમાં થતી પેટની આ 5 સમસ્યાઓને દૂર કરવા માટે લીંબુ પાણીનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી