મિત્રો આપણું શરીર એવું છે કે તેને નિયમિત સાફ રાખવું જરૂરી છે. પણ અમુક સમયે આપણી થોડી બેદરકારીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે જોયું હશે કે ઘણા લોકોની ગરદન કાળાશ પડતી હોય છે. તેનું કારણ કે તમારી ગરદનની સરખી રીતે સાફ સફાઈ નથી થતી. આથી જો તમે પણ તમારા ગરદનનો કાળાશ પડતો ભાગ દુર કરવા માંગતા હો તમે લીંબુની મદદ લઇ શકો છો. ચાલો તો આપણે જાણી લઈએ લીંબુના ઉપયોગ કરવાની આ 5 રીત અંગે.
લીંબુને શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબુનો ઉપયોગ ત્વચાની કાળાશ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે? જો તમારી ગરદનની આસપાસની ત્વચા તડકાના કારણે કાલી પડી ગઈ છે, તો એવામાં લીંબુનો ઉપયોગ કરવો ફાયદાકારક થઈ શકે છે. લીંબુમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડ જોવા મળે છે, જે ગરદનની ડાર્કનેસ ઘટાડે છે. સાથે જ ત્વચાને ચમકદાર અને મુલાયમ પણ બનાવે છે.ગરદનની કાળાશ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ:- જો તમે ગરદનની કાળાશ દૂર કરવા માટે કોઈ ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો, તો લીંબુ તેમાં અસરકારક થઈ શકે છે. લીંબુને ચણાનો લોટ, બેકિંગ સોડા વગેરે સાથે મિક્સ કરીને લગાડવાથી ડાર્કનેસથી છુટકારો મળે છે.
1) લીંબુ અને ચણાનો લોટ:- ગરદનની કાળાશ દૂર કરવા માટે તમે લીંબુ અને ચણાના લોટની પેસ્ટ લગાડી શકો છો. તે માટે એક ચમચી ચણાનો લોટ લો તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટ તમારી ગરદન પર લગાડો. 15-20 મિનિટ પછી ગરદન સાફ પાણીથી ધોઈ લો. સારા રિઝલ્ટ માટે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવો.2) લીંબુ અને હળદર:- લીંબુ અને હળદર ગરદનની કાળાશ દૂર કરવા માટે બેસ્ટ ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે. તે માટે લીંબુના રસમાં ચપટી હળદર નાખો. હવે આ પેસ્ટ તમારી ગરદન પર લગાડો. 5-7 મિનિટ બાદ પાણીથી ધોઈ લો. હળદર ગરદનની ત્વચાના ટોનને લાઇટ કરવામાં મદદ કરે છે.
3) લીંબુ અને બેકિંગ સોડા:- જો તમારી ગરદનની ત્વચા પર કાળાશ જામી ગયી હોય, તો તમે લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તે માટે એક ચમચી બેકિંગ સોડા લો. તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટ તમારી ગરદન પર લગાડો અને 10 મિનિટ પછી હળવા હાથે રગડીને સાફ કરી લેવું. અઠવાડિયામાં બે વખત આ પેસ્ટ લગાડવાથી ડાર્કનેસથી છુટકારો મળે છે.4) લીંબુ અને ખાંડ સ્ક્રબ:- લીંબુ અને ખાંડનું સ્ક્રબ પણ ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તે માટે એક ચમચી બ્રાઉન શુગર લો. તેમાં લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર બાદ આ પેસ્ટ ગરદન પર લગાડીને હળવા હાથે સ્ક્રબ કરવું. 2-4 મિનિટ સુધી સ્ક્રબ કર્યા પછી ગરદન પાણીથી સાફ કરી લેવી. તેમાં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચાને ઝેરી પદાર્થોથી બચાવે છે.
5) લીંબુ અને મધ:- તમે ચાહો તો ગરદનની કાળાશ દૂર કરવા માટે લીંબુ અને મધની પેસ્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તે માટે મધ અને લીંબુના રસને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને પોતાના ડાર્ક એરિયા પર લગાડો. 15 મિનિટ બાદ પાણીથી સાફ કરી લેવું. મધમાં ત્વચાને ચમકદાર બનાવનારા ગુણ હોય છે. ગરદનની કાળાશ પણ દૂર થાય છે. ગરદનની કાળાશ દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ ઘણા પ્રકારે કરી શકો છો. તમે લીંબુમાં મધ, બેકિંગ સોડા, બ્રાઉન શુગર, હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને ડાર્ક એરિયા પર લગાડી શકો છો. એમ જ લીંબુને ડાઇરેક ત્વચા પર ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી