મિત્રો આપણા શરીરમાં યુરિક એસિડ જો વધુ પ્રમાણમાં હોય તો તેનાથી સાંધાના દુખાવા અથવા સંધિવાના દુખાવા થવા લાગે છે. પરંતુ આ યુરિક એસિડ કિડનીમાંથી પસાર થઈને પેશાબ દ્વારા બહાર નીકળે છે. પરંતુ શરીરમાં વધુ પડતું પ્યુરીન બનવા લાગે તો કિડની તેને બહાર કાઢવા માટે સક્ષમ નથી હોતી. ત્યાર બાદ શરીરમાં વધેલું યુરિક એસિડ શરીરના સાંધામાં અસર કરવા લાગે છે, જે બળતરા પેદા કરે છે અને એકંદરે સાંધામાં દુખાવો થવા લાગે છે.
તેને સંધિવાના દુખાવા કહેવામાં આવે છે. આ સમસ્યા ખુબ જ પીડાદાયક હોય છે. કોઈ પણ વ્યક્તિમાં સામાન્ય રીતે 3.5 થી 7.2 મિલીગ્રામ પ્રતિડેસીલીટર યુરિક એસિડ હોવું જોઈએ. તેનાથી વધારે હોય તો દુખાવો થવા લાગે છે. પરંતુ આજે અમે તમને અમુક એવા દેશી પાન વિશે જણાવશું, જે મફતમાં જ યુરિક એસિડથી થતા સાંધાના દુખાવામાં મળશે રાહત. અને સંધિવાના વર્ષો જુના દુખાવા મફતમાં જ મટી જશે. તો જાણવા માટે અંત સુધી વાંચો આ માહિતી.
1 ) ફુદીનાના પાન : મિત્રો ફુદીનાના પાનમાં આયરન, પોટેશિયમ, વિટામીન-એ, મેગ્નેશિયમ અને ફોલેટ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. ફુદીનો એક એવી ઔષધી છે જેમાં બળતરા વિરોધી ગુણ હોય છે. ફુદીનાના પાન ખાવાથી પેશાબમાંથી પ્યુરીન બહાર નીકળી જાય છે. તેમજ શરીરને ડિટોક્સ કરવામાં પણ ફુદીનાના પાન મદદ કરે છે.
2 ) ધાણાના પાન : ધાણાના પાનની સુગંધ ભોજનમાં કોઈ પણનું મન મોહી લે છે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે કોથમીરના પાન ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. કોથમીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, થીયમીન, વિટામીન K, વિટામીન C સહિત અનેકો પોષકતત્વો મળી આવે છે. કોથમીરમાં લોહીમાં ક્રિએટિનાઈન લેવલને ઘટાડે છે. સાથે સાથે યુરિક એસિડ ઘટાડવામાં કોથમીરના પાન રામબાણ માનવામાં આવે છે.
3 ) તમાલપત્રના પાન : તમાલપત્રના પાન આયુર્વેદિક ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. તમાલપત્ર એક બળતરા વિરોધી પાન છે. તેને પાણીમાં ઉકાળીને તેનું પાણી પિય શકો છો. તેનાથી યુરિક એસિડ, સંધિવા અને ઘૂંટણનો દુખાવો ઓછો કરે છે.
4 ) પાન : આપણે બધા જાણીએ છીએ કે ઘણા લોકોને પાન ખાવાની આદત હોય છે. પરંતુ જો યુરિક એસિડને કંટ્રોલ કરવું હોય તો પાન ચાવવા જોઈએ. પાન ચાવવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. યુરિક એસિડની સમસ્યામાં તમે સવારે ઉઠીને સોપારી પણ ચાવી શકો છો. તેનાથી આખો દિવસ સાંધાના દુખાવા નહિ થાય.
5 ) મીઠા લીમડાના પાન : મીઠા લીમડાનો ઉપયોગ મોટાભાગે લોકો શાકભાજીમાં કરતા હોય છે. પરંતુ આ પાનને ચાવવામાં આવે તો યુરિક એસિડ ફટાફટ બહાર નીકળી જાય છે. મીઠો લીમડો ખાવાથી લોહીમાં જમા થયેલું ગંદુ યુરિક એસિડ પેશાબ દ્વારા નીકળી જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી