આજના સમયમાં દુનિયાના મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. તેઓ વજન ઘટાડવા માટે કલાકો સુંધી જીમમાં પરસેવો વહાવે છે. તેના સિવાય ડાયટમાં પણ વિવિધ પ્રકારના બદલાવ કરતા રહે છે. પરંતુ જો આ બદલાવ સમજી વિચારીને ન કરવામાં આવે તો ડાયટિંગની કોઈ જ અસર નથી થતી. વજન ઓછું કરવાની ઈચ્છામાં કેટલાક લોકો રોટલી ખાવાનું છોડી દે છે.
જ્યારે દરેક રાજ્યમાં બનાવવામાં આવતી અલગ અલગ પ્રકારની રોટલી સ્વાસ્થ્યના હિસાબે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવા પણ લોકો હોય છે જે રોટલી વગર જીવી નથી શકતા. પરંતુ ઘઉં થી બનેલી રોટલીમાં ઘણી બધી કેલેરી ઉપલબ્ધ હોય છે, જે મેદસ્વિતા વધારવાનું કામ કરે છે. જો તમે મેદસ્વિતા ઘટાડવા ઈચ્છતા હોય તો અહીંયા જાણો ઘઉંના લોટની રોટલી સિવાય કેવા પ્રકારની રોટલીનું સેવન કરી શકો છો. 1) ચોકર સાથે ખાવ ઘઉંની રોટલી:- ઘઉંની અંદરના સોનેરી ફોતરાને ચોકર કહેવાય છે. ઘઉંને દળાવતી વખતે લોટ સાથે મળેલું આવે છે. લોટ ચાળવાથી તે અલગ થઈ શકે છે. ઘઉંની રોટલીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, નિયાસીન, વિટામીન b6, થાયમીન અને કેલ્શિયમ હોય છે, જ્યારે ચોકર ફાઇબરથી ભરપૂર હોય છે. બંનેને મેળવવાથી મોટા આંતરડાની બીમારીઓને રોકવામાં મદદ મળે છે. તેનાથી કબજિયાત, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ત્યાં સુધી કે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. આ પ્રકારનો લોટ હાઈ ફાઈબર માં ઉચ્ચ ગણાય છે. એ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને મેસ્વિતા નિયંત્રિત કરે છે.
2) બેસન મેળવીને બનાવો મલ્ટીગ્રેન રોટલી:- કેટલાક લોકો સામાન્ય ઘઉંની રોટલી છોડીને મલ્ટીગ્રેન રોટલી ની તરફ વળ્યા છે. પરંતુ મલ્ટી ગ્રેન લોટમાં જો એક મુઠ્ઠી બેસન મેળવી દેવામાં આવે તો વજન ઝડપથી ઘટવા લાગશે. ચણામાં ઓછું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જે શરીરમાં કેલેરી બર્ન કરવાની પ્રક્રિયાને તેજ કરે છે. તમારા ઘઉં ના લોટમાં થોડું બેસન મેળવીને તેને મલ્ટીગ્રેન લોટ બનાવી શકાય છે.3) સોયા ની રોટલી:- સોયાબીન્સના પ્રયોગથી સોયા નો લોટ બનાવવામાં આવે છે, જે લો ફેટ હોય છે. આ વિટામિન અને ખનીજોથી ભરેલું હોય છે. એટલું જ નહીં તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ ઉપલબ્ધ હોય છે, જે વેજિટેરિયન્સ સ્ત્રોતોમાંથી એક છે. સોયા પ્રોટીન એવી મહિલાઓ માટે સારું માનવામાં આવે છે જે રજોનિવૃત્તિ એટલે કે માસિક ધર્મ બંધ થઈ ગયા ના સમયગાળામાંથી પસાર થઈ રહી હોય. તેની બનેલી રોટલી વૃદ્ધ મહિલાઓ માટે પણ ખૂબ જ સારી છે.
4) જવની રોટલી:- જવ ના લોટ માં મિલનસાર પ્રોટીન ઉપલબ્ધ હોય છે.જવ ની રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેની રોટલી વજનને ઘટાડવામાં મદદ કરે છે.જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો જવની રોટલી બનાવીને જરૂર ખાવી જોઈએ.5) સત્તુની રોટલી:- સત્તુ ની રોટલીનું સેવન બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં કરવામાં આવે છે.સતુની રોટલીના વિશે સૌથી સારી વાત એ છે કે આ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. સત્તુ પ્રોટીનથી ભરેલું હોય છે જે તમારા પેટને વધુ સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. જો તમે તમારા સ્વાદ સાથે કોઈ બાંધછોડ ન કરવા ઈચ્છતા હોવ તો આજથી જ સત્તુ ની રોટલી ખાવાનું શરૂ કરી દો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી