આપણું આયુર્વેદિક શાસ્ત્ર ખુબ જ ઉંડું છે. અને તેના અનેક રોગોના ઈલાજ રહેલા છે. જો કે આયુર્વેદમાં ધીમી ગતિએ પણ દરેક રોગો હંમેશ માટે દુર કરી શકાય છે. આજે અમે તમને જ્યોતિષ્મતી નામની એક ઔષધી વિશે જણાવશું, જેનાથી તમારા શરીરમાં રહેલ કેટલીક સમસ્યાઓ દુર કરી શકાય છે.
જ્યોતિષ્મતી આયુર્વેદિક ઔષધિ ગુણોથી ભરપૂર જડીબુટ્ટી છે. તેના ફળ, પાંદડા અને તેલનો ઉપયોગ કરીને શરીરની ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. જ્યોતિષ્મતીના બીજમાંથી બનેલ તેલનો ઉપયોગ આંખોની સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેનાથી ફેફસામાં સોજો, પેટની સમસ્યા, મૂત્ર વિકાર વગેરેને દૂર કરી શકાય છે. આજે અમે આ લેખમાં જ્યોતિષ્મતી કે માલકાંગની તેલના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણશું. આવો જાણીએ જ્યોતિષ્મતી તેલથી શરીરને થતાં ફાયદાઓ વિશે.
જ્યોતિષ્મતી તેલથી શરીરને થતા ફાયદા અને ઉપયોગની રીત : આયુર્વેદ એક્સપર્ટની સલાહ મુજબ જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થઈ શકે છે. તેના સેવન કે ઉપયોગથી આંખોની સમસ્યાથી લઈને મૂત્ર વિકારને પણ દૂર કરી શકાય છે. આવો વિસ્તારથી જાણીએ જ્યોતિષ્મતી તેલના ફાયદાઓ વિશે.
મૂત્ર વિકાર : જો તમને મૂત્રને લગતી કોઈ બીમારી છે તો તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકો છો. નિયમિત રૂપથી જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી યુરીન સંબંધી સમસ્યાને દૂર કરી શકાય છે. તેનું સેવન કરવા માટે 1 ગ્લાસ લસ્સીમાં બે થી ત્રણ જ્યોતિષ્મતી તેલના ટીપાં નાખો. હવે દરરોજ બપોરના સમયે આ લસ્સીનું સેવન કરો. તેનાથી તમારી સમસ્યા ઘણી હદે ઓછી થઈ જાય છે.
અર્થરાઈટિસ : આ સમસ્યાને શરીરના હાડકાને લગતી સમસ્યા છે આથી તમને હાડકાની કોઈ તકલીફ હોય તો તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકો છો. અર્થરાઈટિસમાં થતી સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી તમે ઘણી હદે સાંધામાં થતાં દુખાવાને ઓછો કરી શકો છો. તે માટે નિયમિત રૂપથી જ્યોતિષ્મતી તેલ સાંધા પર લગાડવું. તેનાથી તમને ઘણી રાહત મળે છે.
સ્કિનની સમસ્યાઓ : તમને ચામડીને લગતી કોઈ સમસ્યા છે તો તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકો છો. જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી સ્કિનની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તે માટે શુદ્ધ જળમાં જ્યોતિષ્મતીના તેલને મિક્સ કરી લેવું. હવે આ તેલને થોડું ગરમ કરી લો. આ તેલથી અસરગ્રસ્ત સ્કિનની માલિશ કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.
તાવમાં : શરીરના વધતાં તાપમાનને ઘટાડવા માટે જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરી શકાય છે. તાવમાં તેનો ઉપયોગ કરવા માટે જ્યોતિષ્મતી તેલના એકથી બે ટીપાં તમારા નાકમાં નાખો. તેનાથી તમારી સમસ્યા ઓછી થાય છે.
ખંજવાળ : જો તમને શરીરમાં ખંજવાળની સમસ્યા હોય તો, તમે જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરી શકો છો. તે માટે નિયમિત રૂપથી ખંજવાળની જગ્યાએ આ તેલ લગાડવું. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.
આંખોની સમસ્યામાં : આ તેલ તમારી આંખો પર લગાડવાથી તમને ઘણો લાભ થઈ શકે છે. ઘણા હેલ્થ એક્સપર્ટ મુજબ, આ તેલની આંખની આસપાસ માલિશ કરવાથી આંખોનું તેજ વધારી શકાય છે.
પેટ સંબંધી સમસ્યા : ગરમીમાં પેટથી જોડાયેલી સમસ્યા દૂર કરવા માટે આ તેલનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કે સેવન કરવા માટે લસ્સીમાં 1 થી 2 ટીપાં તેલ મિક્સ કરીને નિયમિત તેનું સેવન કરવું. તેનાથી તમારી પાચનક્રિયા તંદુરસ્ત થાય છે.
પુરુષો માટે : જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી પુરુષોની સમસ્યા પણ દૂર કરી શકાય છે. તે પુરુષોની સ્પર્મ કાઉન્ટની સમસ્યાને ઘણી હદે સરખી કરે છે. તમે તેનું સેવન તમારા પાનમાં નાખીને કરી શકો છો.
આમ, આ તેલનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો કે ધ્યાન રહે, એક્સપર્ટની સલાહ વગર આ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી