મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે જીમ જવાના કે મોંધો ડાયટ પ્લાન અનુસરવા માટે પૈસા નથી, તો અમે અહીંયા વજન ઘટાડવા માટે તમને ઘરેલુ અને ખૂબ જ સરળ એવા પાંચ પ્રકારના જ્યુસ વિશે જણાવીશું જે તમારું વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે.
માત્ર વજન વધવું જ એક ગંભીર સમસ્યા છે જેનાથી ન માત્ર તમારી સુંદરતા ઓછી થાય છે પરંતુ તમને અનેક બીમારીઓનું જોખમ પણ રહે છે. વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ, યોગ અને ડાયટિંગને શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. ઘણા બધા લોકો સમય, આળસ કે પૈસાની તંગીને કારણે આને ફોલો નથી કરી શકતા.મિત્રો જો તમે જીમ ગયા વગર કે ડાયટિંગ કર્યા વગર જ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમે તમારા ડાયટમાં જ્યુસ સામેલ કરી શકો છો. ફળ અને શાકભાજી થી બનતા અનેક પ્રકારના જ્યુસ ગોળ મટોળ બનેલા તમને ચરબી અને વજન ઘટાડવામાં મદદ કરશે.
મિત્રો સૌથી મોટી વાત એ છે કે આ જ્યુસ સ્વાદિષ્ટ હોય છે અને તેના નિયમિત સેવનથી ન માત્ર વજન ઘટે છે પરંતુ કેટલાય ગંભીર રોગો જેમ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા, લોહીની કમી દૂર કરવા, શરીરને પોષક તત્વોની કમી થી બચવા વગેરેમાં મદદ મળે છે. ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટીશિયને વજન ઘટાડવા માટે જ્યુસ ની રેસીપી જણાવી છે તે જાણીએ.
1) વજન ઘટાડવા માટે બીટ અને આમળાનું જ્યુસ:- સામગ્રી:- એક કપ કાપેલું બીટ, એક કપ આમળા-ટુકડા માં કાપેલા,½ ઇંચ તાજુ આદુ, 5-6 ફુદીનાના પાન, ½ નાની ચમચી શેકેલું જીરું પાવડર, ½ નાની ચમચી સંચળ, ½ નાની ચમચી લીંબુનો રસ, ½ નાની ચમચી મધ, 1 કપ પાણી.એક બ્લેન્ડરમાં કાપેલું બીટ આમળા આદુ અને ફુદીનાના પાન નાખો, સરસ રીતે પીસાઈ જાય તેવી રીતે બ્લેન્ડ કરો. પાણી, શેકેલું જીરું પાવડર, સંચળ, લીંબુનો રસ, મધ નાખો અને ફરીથી બ્લેન્ડ કરી લો. ગાળી ને લાંબા ગ્લાસમાં સર્વ કરો અને તુરંત જ સેવન કરો.
2) પાલક અને કાકડીનું જ્યુસ:- સામગ્રી:- 200 ગ્રામ કાકડી, 50 ગ્રામ પાલકના પાન, ¼ ઇંચ આદુ, ½ નાની ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું.
કાકડી પાલકના પાન અને આદુને સરસ રીતે ધોઈ લો. આ સામગ્રીને નાના ટુકડામાં કાપી લો. આ બધાને એક બ્લેન્ડરમાં નાખો અને બ્લેન્ડ કરો. જરૂર હોય તો પાણી નાખો. આ જ્યુસને તમે સીધું જ પી શકો છો કે ગાળીને પણ પી શકો છો. તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડું સિંધવ મીઠું અને લીંબુનો રસ મેળવો.3) દૂધી, સંતરા અને અનાનસ નો રસ:- સામગ્રી:- 1 કપ કાપેલું અનાનસ, 1 કપ કાપેલી દુધી,1 કપ છોલેલા સંતરા, તુલસી ના થોડા પાન, કેટલાક મીઠાં લીમડાના પાન.
બધી સામગ્રીને ભેગી કરીને કાપી લો આ બધાને થોડા પાણી સાથે બ્લેન્ડરમાં નાખો . બધું એકરસ થઈ જાય ત્યાં સુધી પીસો. ગરણીની મદદથી ગાળી લો, ત્યારબાદ પીવો અને તેનો આનંદ લો.
4) ટામેટા કાકડીનું જ્યુસ:- સામગ્રી:- 3 લાલ ટામેટા,½ કપ છોલેલી કાકડી, 5 થી 6 તાજા ફુદીનાની ડાળખી, ¼ નાની ચમચી સિંધવ મીઠું, 1 નાની ચમચી લીંબુનો રસ,1 કપ ઠંડુ પાણી
સૌથી પહેલા ટામેટાને બાફી લો અને તેને ઠંડા પાણીમાં ઠંડા થવા માટે પલાળો. તેની પ્યુરી બનાવવા માટે બ્લેન્ડ કરો. કાકડી ના ટુકડા નાખીને ફરીથી બ્લેન્ડ કરો. આ મિશ્રણને ગાળી લો. થોડું ઠંડુ પાણી લીંબુનો રસ મીઠું અને ફુદીનાના પાન નાખો. સર્વ કરો અને તેનો આનંદ લો.5) ગાજર અને સફરજન નો રસ:- સામગ્રી:- 200 ગ્રામ ગાજર, 200 ગ્રામ સફરજન,1 ઇંચ આદુ, સ્વાદ પ્રમાણે ગુલાબી મીઠું, બરફના ટુકડા
બધી સામગ્રીને ધોઈ લો. ગાજરને છોલીને કાપી લો. સફરજનને છોલીને ટુકડા કરી લો. ત્યાર બાદ એક બ્લેન્ડરમાં બરફના ક્યુબ ને નાખીને બધી સામગ્રી નાખો. સ્વાદ માટે થોડું ગુલાબી મીઠું નાખો. મુલાયમ થાય ત્યાં સુધી મિશ્રિત કરો. જો તમે ઈચ્છો તો ગાળી શકો છો. જરૂર હોય તો પાણી પણ નાખી શકાય છે. પાણીના ટુકડા નાખીને તુરંત જ પીરસો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી