મિત્રો જેકફ્રુટને ઘણા લોકો કટહલના નામે પણ ઓળખે છે, પરંતુ ગુજરાતમાં તેને ફણસના નામે ઓળખવામાં આવે છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વ જોવા મળે છે. તેમાં વિટામિન એ, સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, આયરન, નિયાસિન, અને ઝીંક જેવા પોષક તત્વ રહેલા છે. તેમજ તેમાં ફાઈબર પણ વિપુલ પ્રમાણમાં મળે છે.
જો કે ફણસ ફળ છે કે શાકભાજી તેને લઈને લોકોમાં ઘણા મતભેદ છે. કોઈ તેને ફળ માને છે તો કોઈ તેને શાકભાજી, પરંતુ એ વાત સાચી છે કે, તે ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. ફણસનું વાનસ્પતિક નામ આર્ટોકાર્પાસ હેટેરોફીલ્લ્સ છે. જો કે ઘણા લોકો તેને નોનવેજનું ઓપ્શન પણ માને છે. પણ તમને જણાવી દઈએ કે તે ખુબ જ પોષક તત્વોથી ભરપુર છે. તેના આવા જ કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.હૃદય : એક વાત તમને જણાવી દઈએ કે, ફણસમાં કેલેરી બિલકુલ નથી હોતી. તેમજ તે હૃદયના દર્દી માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ મળે છે જે હૃદયની દરેક સમસ્યાને દૂર કરી શકે છે, કારણ કે તે બ્લડ પ્રેશરને ઓછું કરી દે છે.
બ્લડ સર્ક્યુલેશન : ફણસ એ ખુબ જ રેસાવાળું ફળ છે. તેમજ તેમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. આથી તે એનિમિયાને દુર કરવામાં તમારી મદદ કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે.ડાઈજેશન પ્રક્રિયા : ફણસ એ અલ્સર અને પાચન સંબંધી સમસ્યા દુર કરે છે. તેમજ જો તમને કબજિયાત રહે છે તો તેના માટે ફણસ ખુબ જ ફાયદાકારક છે. ફણસના પાનની રાખ અલ્સરના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ માટે લીલા તાજા પાન સાફ કરીને સુકવી દો. સુકાયા પછી તેનું ચૂર્ણ બનાવી લો. પેટના અલ્સરથી પીડિત વ્યક્તિને આ ચૂર્ણ ખવડાવો. તેનાથી જલ્દી આરામ મળશે.
અસ્થમા, થાઈરોઈડ અને ઇન્ફેક્શન : ફણસની જડ અસ્થમા માટે ખુબ જ લાભદાયક છે. તેની જડને પાણીમાં ઉકાળીને વધેલું પાણી ગળી નાખો અને પછી તેનું સેવન કરવાથી અસ્થમા કંટ્રોલમાં રહે છે. થાઈરોઈડ માટે પણ તે સારું માનવામાં આવ્યું છે. તેમાં રહેલા સૂક્ષ્મ ખનીજ અને કોપર થાઈરોઈડની ચયાપચય માટે અસરકારક છે. તેમજ તે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.શરીરના હાડકાઓ અને ઇમ્યુનિટી : એવું માનવામાં આવે છે કે, હાડકાઓની મજબુતી માટે ફણસ ખુબ ફાયદાકારક છે. તેમાં રહેલ મેગ્નેશિયમ હાડકાઓને મજબુત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસિસ સમસ્યા દૂર કરે છે. તેમાં વિટામીન સી અને એ મળે છે, આથી તે શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરવાનું કામ કરે છે.
સાંધાના દુઃખાવા : ફણસની છાલમાંથી નીકળતું દૂધ જો સોજા, ઈજા અને ફાટેલા અંગ પર લગાવવામાં આવે તો આરામ મળે છે. તેમજ તેના દુધથી માલિશ કરવામાં આવે તો સાંધાના દુઃખાવામાં પણ રાહત મળે છે.મોઢાના ચાંદા : જે લોકોને મોઢામાં ચાંદા પડે છે તેમને તેનાથી રાહત મેળવવા માટે ફણસના કાચા પાનને ચાવીને થુંકી નાખવા જોઈએ. તેનાથી ચાંદા જલ્દી દૂર થાય છે. તેમાં મળતા ઘણા ખનીજ હાર્મોન્સને પણ નિયંત્રિત કરે છે.
આંખથી રોશ અને તાજગી : પાકેલા ફણસના ગર્ભને સારી રીતે પીસીને તેને પાણીમાં ઉકાળીને પીવાથી તમને તાજગીનો અનુભવ થાય છે. તેમાં વિટામિન એ મળે છે આથી તે આંખની રોશની વધારવાનું કામ પણ કરે છે અને ત્વચામાં નિખાર લાવે છે.ચહેરો : ફણસના બીજનું ચૂર્ણ બનાવીને તેમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થાય છે. ડાઘ, ખીલ દુર થાય છે. જે લોકોના ચહેરાની ત્વચા સૂકાયેલ અને બેજાન હોય છે તેમના માટે ફણસનો રસ ચહેરા પર લગાવવો. અને સુકાઈ ગયા પછી તેનાથી મસાજ કરો અને થોડી વાર પછી ચહેરો ધોઈ નાખો.
કરચલીઓથી છુટકારો : જો તમે ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માંગો છો તો તમારે પહેલા ફણસની પેસ્ટ બનાવવી પડશે. પછી તેમાં થોડું દૂધ મિક્સ કરીને ચહેરા પર ધીમે ધીમે લગાવવું. પછી ગુલાબજળ અથવા ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. નિયમિત રીતે આમ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી