આજના સમયમાં ઉંમર વધવાની સાથે હાડકા અને સાંધાને લગતી અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. હરતા-ફરતા, ઉઠતા-બેસતા સમયે હાથ પગના સાંધામાં દુખાવો થવો, જકડન અને તેનું કઠોર થવું કેટલાક એવા સંકેતો છે જે કમજોર હાડકા અને સાંધામાં ચીકાસ એટલે કે લુબ્રિકેન્ટ ઘટવાની નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિને લુબ્રિકેન્ટ ઘટી જાય છે તો તેને મોટાભાગે આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
લુબ્રિકેન્ટ શું છે?:- હાડકાના સાંધામાં એક દ્રવ્ય હોય છે જે સાંધાને ચિકાસ આપવાનું કામ કરે છે જેથી હાડકા એકબીજા સાથે ચોંટી ના જાય. તેને કોમલાસ્થિ અને સિનોવિયમ પણ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં, તેને સંધાનું ગ્રીસ કહેવામાં આવે છે, એટલે કે જેવી રીતે ગ્રીસ કોઈપણ લોખંડના ભાગને સરળ રાખે છે, તેવી રીતે આ ગ્રીસ હાડકાને વાળવામાં સરળતા રાખે છે.સાંધામાં ગંભીર દુખાવો કે અન્ય રોગ પહેલા વૃદ્ધોમાં જોવા મળતા હતા પરંતુ હવે યુવાનોને પણ આનો સામનો કરવો પડે છે. હકીકતમાં લાંબા સમય સુધી બેસી રહેવું કે ઊભા રહેવું, ખરાબ ખાણીપીણી અને દારૂનું વધુ પડતું સેવન જેવી ખરાબ આદતો સાંધાને પ્રભાવિત કરે છે. વધતી ઉંમર, વાગવાથી કે વધુ પડતું વજન ઉઠાવવાથી તમારી કાર્ટિલેજ તૂટી શકે છે તેનાથી એક પ્રતિક્રિયા થઈ શકે છે જેનાથી તમારા સાંધાને નુકસાન પહોંચી શકે છે અને ગઠીયાવાનું કારણ બની શકે છે.
1) કેળ (એક પ્રકારની કોબીજ):- કેળ કોબીજ પરિવારનું શાક છે. જેનો મોટાભાગે ઉપયોગ સલાડના રૂપમાં કરવામાં. આ પાંદડા વાળા શાકમાંથી દરેક જરૂરી પોષક તત્વો મેળવી શકાય છે. એક રિપોર્ટ પ્રમાણે આ શાક એન્ટિઓક્સિડન્ટ, બીટા કેરોટીન અને વિટામીન સી નો એક સારો સ્ત્રોત છે. તેના સિવાય આમાંથી વધુ માત્રામાં કેલ્શિયમ પણ પ્રાપ્ત કરી શકાય છે જે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેના સેવનથી તમારા હાડકાને મજબૂત રાખવામાં મદદ મળે છે.2) લાલ કેપ્સીકમ:- કેપ્સીકમ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સાથે સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે એક સારુ શાક છે. લાલ સીમલા મરચા વિટામિન સી થી ભરપૂર હોય છે. વિટામીન સી તમારા શરીરને કોલેજન બનાવવામાં મદદ કરે છે જે તમારા કાર્ટીલેજ, ટેન્ડન અને લીગામેન્ટસનો ભાગ છે. જે તમારા સાંધામાં લચીલાપણું અને મજબૂતી લાવવાનું કામ કરે છે.
3) લસણ અને ડુંગળી:- લસણ અને ડુંગળી વગરનું ભોજન સ્વાદહીન લાગે છે. એનસીબીઆઈના એક રિપોર્ટ પ્રમાણે આ બંને શાકમાં સલ્ફર યોગીક હોય છે, જે સોજા અને દુખાવાથી લડે છે. જો તમને તમારા સાંધાને મજબૂત અને લચીલા બનાવવા હોય તો તમારે આનો શાકમાં ઉપયોગ કરવાની સાથે કાચા પણ ખાવા જોઈએ.4) આદુ:- આદુમાં એવા ગુણો હોય છે જે તમારા સ્વાસ્થ્યને સારું બનાવી શકે છે. આદુ માં એન્ટી ઇન્ફ્લેમેટરી અને દુખાવાથી લડવા વાળા ગુણ હોય છે. હાડકા અને સાંધાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે તમારે ખાવામાં કે પછી કાચા આદુનું સેવન કરવું જોઈએ.
5) બિન્સ:- બિન્સ સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. આ શાક પ્રોટીન, આવશ્યક ખનીજ અને ફાઇબર નો સારો સ્ત્રોત છે. બિન્સ માં હાજર જાદુઈ ફ્લેવોનોઇડ્સ માં એન્ટીઇમ્ફલેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજા ને દૂર કરવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી