ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી કર્તવ્ય પથનું એક ખુબ જ શાનદાર ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક મહિલા અધિકારી પોતાના બાળકને ગોદમાં લઈને ડ્યુટી પર આવી હતી. આ મહિલા અધિકારી માત્ર વિભાગમાં જ નહિ, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વખાણ થઈ રહ્યા છે. મોદીનગરની SDM સૌમ્યા પાંડેય એ 22 દિવસ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો અને હવે તે પોતાની ડ્યુટી પર પરત આવી ગઈ છે. એજ હાથમાં કલમ-ફાઈલ અને ખોળામાં બાળકીને મહિલા SDM પોતાના કામમાં લાગી ગઈ હતી.
એક IAS અધિકારી હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ પર કામનો ખુબ જ ભાર રહે છે. મોદીનગરની SDM તેને ખુબ જ સારી રીતે સમજે છે. જ્યારે સૌમ્યા પાંડેયની તસ્વીરની ચર્ચા બધી જ જગ્યાએ થવા લાગી, તો તેણે તેના વિશે કહ્યું કે, પોતાના અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ પણ તેને લગાતાર મળી રહ્યો છે. જ્યાં અધિકારીઓ તેનો હોંસલો વધારી રહ્યા છે, તેમજ પોતાના જુનિયર કર્મચારીઓએ પણ ભરપુર સહયોગ આપ્યો છે.
સૌમ્યા પાંડેયએ કહ્યું કે, એક અધિકારી હોવાના કારણે તેના કામો અને ફરજને પૂરી કરવાની તેના પર જવાબદારી છે. તેમજ એક માતાની જવાબદારીનું નિર્વાહન કરવું પણ તેની ફરજ છે. એવું એ મહિલા અધિકારી કરી રહી છે. બંને જવાબદારીને તે નિભાવી રહી છે.SDM એ જણાવ્યું કે, આ પહેલા પણ કોરોના સંબંધિત ડ્યુટી કરી રહી હતી અને હવે નાની મેટરનિટી લીવ બાદ ફરીથી કોરોના સંક્રમણ કાળમાં ડ્યુટી પર ઉપલબ્ધ છે. મહિલા અધિકારીએ પોતાની બધી જ જવાબદારીઓને નિભાવવા માટે તરત જ નોકરી જોઈન કરી લીધી હતી. આશ્વર્યની વાત એ હતી કે, નોકરી પર ફરજ બજાવતા સમયે તેની બાળકી પણ ગોદમાં જોવા મળે છે.
કોણ છે સૌમ્યા પાંડેય : સૌમ્યા પાંડેય મૂળરૂપે પ્રયાગરાજની રહેવાસી છે અને પોતે એક IAS અધિકારી છે. જેને ગાજિયાબાદના મોદીનગરમાં SDM ના પદ પર પહેલી નિયુક્તિ છે. સૌમ્યા પાંડેય નિયુક્તિ બાદથી જ આ કોરોના કાળમાં બખૂબી પોતાની ફરજ નિભાવી હતી. તેમજ આ સમયમાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, તે એક કથકની શોખીન છે અને તેને રાજનાથ સિંહના હાથે સમ્માન પણ પ્રાપ્ત થયેલું છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google