આપને સૌ જાણીએ છીએ કે વાળને હેલ્દી રાખવા માટે એલોવેરા ખુબ જ ઉપયોગી અને અસરકારક છે. પણ જો તમે તમારા વાળ સુંદર અને લાંબા કરવા માંગતા હો તો તમારે આ પાંચ વસ્તુઓ ઉમેરીને ઉપયોગ કરવો જોઈએ. એલોવેરા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. એલોવેરા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એલોવેરામાં વિટામિન સી, વિટામિન ઇ, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કોપર વગેરે પોષકતત્વો જોવા મળે છે. તેની સાથે જ એલોવેરામાં એંટીઓક્સિડેંટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ પણ રહેલા હોય છે. એલોવેરા વાળના સ્વાસ્થ્યને જાળવી રાખવામા ખૂબ જ લાભદાયી છે. તમે વાળથી જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.
વાળમાં એલોવેરા લગાડવાથી હેર ફોલ, ડ્રાઈ હેર અને ડેંડ્રફ વગેરે સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. એલોવેરામાં રહેલા પોષકતત્વો વાળમાં રોમ પોષણ આપે છે, જેનાથી વાળના વિકાસને વધારો મળે છે. વાળમાં એલોવેરા લગાડવાથી વાળ લાંબા, ઘટ્ટ અને ચમકદાર બને છે. આમતો, મોટાભાગના લોકો એલોવેરા જેલને સીધું જ વાળમાં લગાડે છે. પરંતુ જો એલોવેરામાં અમુક વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાડવામાં આવે તો, તેનાથી તમને કેટલાય ગણો ફાયદો મળે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એલોવેરામાં શું મિક્સ કરીને લગાડવું? આ લેખમાં અમે તમને એવી 5 વસ્તુઓ જણાવી રહ્યા છીએ.એલોવેરામાં શું મિક્સ કરીને વાળમાં લગાડવું:-
1) એલોવેરા અને દહીં:- એલોવેરા અને દહીંનું મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદારક છે. એલોવેરાને દહીં સાથે મિક્સ કરીને વાળમાં લગાડવાથી હેર ફોલ અને ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. તેનાથી હેર ગ્રોથ વધે છે અને વાળ લાંબા-ઘટ્ટ બને છે. તે માટે બે મોટી ચમચી એલોવેરા જેલ લો. તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને પોતાના સ્કેલ્પ અને વાળમાં સરખી રીતે લગાડો. અડધા કલાક પછી વાળ ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. તેનાથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
2) એલોવેરા અને આમળા:- તમે ઇચ્છો તો, એલોવેરામાં આમળા મિક્સ કરીને પણ લગાડી શકો છો. વાળ માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેંટ જોવા મળે છે. તે વાળમાંથી રસી દૂર કરવાની સાથે સાથે વાળને મજબૂત બનાવે છે. એલોવેરા અને આમળાનું કોંબીનેશન વાળને ઘટ્ટ બનાવવામાં ખૂબ જ અસરકારક છે. તેનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં બે ચમચી એલોવેરા જેલ લો. તેમાં 2 ચમચી આમળાનું જ્યુસ મિક્સ કરો. આ મિશ્રણને તમારા સ્કેલ્પ અને વાળમાં લગાડો અને થોડીક મિનિટ સુધી મસાજ કરો. અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. તેનાથી તમારા વાળ લાંબા, મુલાયમ અને ચમકદાર બને છે.3) એલોવેરા અને ડુંગળીનો રસ:- તમે એલોવેરામાં ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં લગાડી શકો છો. ડુંગળીના રસમાં સલ્ફર રહેલું હોય છે, જે હેર ફોલની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હેર ગ્રોથમાં પણ મદદ મળે છે. તે માટે 2 ચમચી એલોવેરા જેલમાં 4 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરો. આ મિશ્રણને પોતાના સ્કેલ્પ પર લગાડો અને 5-7 મિનિટ સુધી મસાજ કરો. લગભગ 1 કલાક બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો.
4) એલોવેરા અને મેથીના દાણા:- જો તમારા વાળમાં ડેંડ્રફ હોય તો, તમે એલોવેરામાં મેથીના દાણા મિક્સ કરીને વાળમાં લગાડી શકો છો. મેથીના દાણામાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એંટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એલોવેરા અને મેથીના દાણાના ઉપયોગથી વાળનું તૂટવાનું ઓછું થાય છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે. તેનો ઉપયોગ કરવા માટે 2 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળવા મૂકી રાખો.સવારે તેને પીસીને પેસ્ટ બનાવી લો. પછી તેમાં 2 થી 3 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને તમારા સ્કેલ્પ અને વાળમાં સરખી રીતે લગાડો. થોડી મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. પછી તેને લગભગ 1 કલાક માટે વાળમાં લાગાડેલ રહેવા દો. ત્યાર બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. આ રીતે વાળમાં એલોવેરા જેલ અને મેથીના દાણાનું મિશ્રણ લગાડવાથી તમારા વાળ જલ્દી જ લાંબા અને ઘટ્ટ થઈ જાય છે.
5) એલોવેરા અને કેસ્ટર ઓઇલ:- તમે એલોવેરા અને કેસ્ટર ઓઇલને મિક્સ કરીને પણ તમારા વાળમાં લગાડી શકો છો. કેસ્ટર ઓઇલમાં રહેલા તત્વો વાળને નમી આપે છે અને વાળને મજબૂત બનાવે છે. એલોવેરા અને કેસ્ટર ઓઇલનું મિશ્રણ વાળ ખરવા, બે મોઢા વાળા વાળ અને ડ્રાઈ હેરની સમસ્યાથી છુટકારો અપાવે છે. તેનાથી વાળના વિકાસને વધારો મળે છે અને વાળ લાંબા ઘટ્ટ બને છે. તે માટે એક વાટકીમાં 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં 1 ચમચી કેસ્ટર ઓઇલ અને 1 ચમચી મેથી પાવડર મિક્સ કરો.બધી વસ્તુઓ સરખી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તમારા સ્કેલ્પ અને વાળમાં લગાડો અને 1 કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરી શકો છો. તમે એલોવેરામાં દહીં, ડુંગળીનો રસ, કેસ્ટર ઓઇલ, આમળા અને મેથી દાણા મિક્સ કરીને વાળમાં લગાડી શકો છો. તેનાથી તમારા વાળ લાંબા, ઘટ્ટ અને મજબૂત બને છે. સાથે જ તે વાળથી જોડાયેલી સમસ્યા પણ દૂર કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી