આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે તેના વાળ ખુબ જ ખરે છે. જેને કારણે વાળનો ગ્રોથ ઓછો થાય છે, વાળ પાતળા બને છે, વાળની મજબૂતાઈ ઓછી થાય છે. જો કે વાળ નબળા થવાના અનેક કારણો હોય છે. જેમાં આપણા રોજીંદા જીવનમાં લેવાતો ખોરાક પણ જવાબદાર છે. પણ તમારા વાળ ખરવાની સમસ્યા ખુબ વધુ હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તેને કંટ્રોલ કરી શકો છો. આથી જ આજે અમે તમારા માટે આ લેખમાં વાળને ખરતા અટકાવવા માટે કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ.
જો તમે પણ એ જાણવા માંગતા હોય કે, વાળને ખરતા અટકાવવા માટે સૌથી સારું શેમ્પૂ ક્યૂ છે, તો સૌથી પહેલા તમારે એ સમજવાની જરૂર છે કે, તમારા વાળ કેમ ખરી રહ્યા છે. હવે શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ગરમી શરૂ થવાની છે. રૂતુ બદલાતાની સાથે જ સંક્રમણ અને બીમારીઓની સાથે એક સમસ્યા જે વધી જાય છે. તે છે હેર ફોલની સમસ્યા.
વાળનું ખરવું આજકાલ ઘણું સામાન્ય થઈ રહ્યું છે. ખોટી લાઇફસ્ટાઇલ અને અનહેલ્થી ડાયેટના કારણે શરીરમાં પોષકતત્વોની ઉણપ થઈ રહી છે, જે વાળ ખરવાનું કારણ બને છે. તેની સાથે જ વાળની સરખી સંભાળ ન લેવાને કારણે વાળ તૂટવા અને ખરવા લાગે છે. અમુક ઘરેલુ નુસ્ખા અજમાવીને તમે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વાળ ખરતા અટકાવવા માટેના ઘરેલુ નુસ્ખા:-
1) નારિયેળનું તેલ:- નારિયેળનું તેલ પોષણ યુક્ત માનવામાં આવે છે. આથી જો તેને વાળમાં નાખવામાં આવે તો તમારા વાળને પુરતું પોષણ મળી રહે છે. અને ખરતા વાળ અટકાવી શકાય છે. નારિયેળનું તેલ તમારા સ્કેલ્પમાં ઊંડે સુધી જાય છે અને પ્રોટીન હાનિને અટકાવે છે. તે વાળનું તૂટવું અને ખરવું અટકાવવામાં મદદ કરે છે. વર્જીન નારિયેળ તેલની 1-2 મોટી ચમચી એક વાટકામાં લો અને હવે આ તેલને ધીરે ધીરે પોતાના સ્કેલ્પ અને વાળમાં માલિશ કરો. તેને હળવા ક્લીંજરથી ધોતા પહેલા ઓછામાં ઓછું એક કલાક માટે છોડી દેવું. અઠવાડિયામાં બે વખત આવું કરવું.
2) આમળા:- આમળા એ વાળ માટે એક કુદરતી દવા માનવામાં આવે છે. તેનાથી તમારા વાળને અંદરથી પોષણ મળે છે અને વાળ મજબુત, જાડા તેમજ ચમકદાર બને છે. આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તાજા આમળાના રસને તમારા સ્કેલ્પ પર લગાડો. તેને 30 મિનિટ માટે લગાડેલું રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઈને કંડિશનર કરી લો. 3) દહીં:- દહીંમાં રહેલ પોષક તત્વો વાળને પોષણ આપવાનું કામ કરે છે. દહીં પ્રોબાયોટિક્સનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે એક અમ્લિય પીએચને જન્મ આપવા માટે ઓળખવામાં આવે છે. વાળને ખરતા અટકાવવા માટે તને સ્કેલ્પ અને વાળમાં દહીં લગાડો અને અડધા કલાક માટે લગાડીને રાખો. તમે અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.
4) મેથી:- મેથીમાં વાળના વિકાસને વધારો આપનારા ગુણ હોય છે. તે માત્ર વાળનું ખરવું જ નથી ઓછું કરતી પરંતુ નવા વાળના વિકાસને પણ ઉત્તેજિત કરે છે. ½ કપ મેથીના દાણાને આખી રાત પલાળવા રાખી લો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં માસ્કની જેમ લગાડવું. અડધા થી એક કલાક સુધી તેને વાળમાં લગાડેલું રહેવા દો અને પછી માથું ધોઈ લો. મેથી એક ગુણકારી ઔષધી છે તેનાથી તમારા વાળ મજબુત, જાડા અને મુલાયમ બને છે. 5) વિટામિન:- વિટામિન એચ, ડી અને ઇની ઉણપ થી વાળ ખરે છે. આ વિટામીનોના સપ્લીમેંટ્સથી વાળનું ખરવાનું અટકે છે. આ વિટામીનોની સાથે સાથે વિટામિન એ રીચ ફૂડના વધારે સેવન પર જોર આપવું. આમ વાળ માટે વિટામીન ડી અને ઈ પણ જરૂરી છે. આથી આ વિટામીન યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી