આજના સમયમાં ડાયાબીટીસ ની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. તેની સામે તેનાથી બચાવ માટે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. આથી જ જો તમે અમુક સ્ટેજ પર સચેત થઇ જાવ અને ખાણીપીણી માં થોડી સાવધાની રાખો તો તમે શરૂઆતમાં જ ડાયાબીટીસ ને માત આપી શકો છો. તેમજ ડાયાબીટીસ થી બચવા માટે તમારે આ ખાસ બે વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. જે તમને રક્ષણ પૂરું પાડે છે.
જ્યારે પણ ડાયાબિટીસના ઈલાજની વાત કરવામાં આવે છે તો, તેનો મતલબ ટાઈપ-2 ડાયાબિટીસને રિવર્સ કરવાથી હોય છે. જેના માટે શરીરમાં ઇન્સુલિનનો ઉપયોગ ફરીથી નોર્મલ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સ્ટેજ પર ખૂબ જ જલ્દી આ બીમારીથી છુટકારો મેળવી શકાય છે.ડાયાબીટીસનો ઈલાજ કેવી રીતે કરવો?:- જ્યારે બ્લડ શુગર હાઇ થવાનું શરૂ થાય છે, તો તેને પ્રિ-ડાયાબિટીસ કહેવામા આવે છે. આ સ્ટેજમાં બ્લડ શુગર નોર્મલ રેન્જથી ઉપર જાય છે, પરંતુ ટાઈપ-2 ડાયાબિટીસ પણ નથી કહી શકાતું. આ જ સ્ટેજને બોર્ડર લાઇન ડાયાબિટીસ પણ કહેવામા આવે છે.
ધ્યાન ન આપવાથી ખરાબ થશે કિડની:- જો પ્રિ-ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ન આવે કે તેને નજરઅંદાજ કરવામાં આવે તો, ખૂબ જલ્દી ટાઈપ-2 ડાયાબિટીસ બની જાય છે. જે ખતરનાક સ્થિતિ છે અને તે ધીરે-ધીરે નસો, કિડનીઓ અને અન્ય અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે. ડાયાબીટીસ માં જો ધ્યાન ન આપવામાં આવે તો તેનાથી તમારી કીડની પર ખરાબ થઇ શકે છે. આથી શુગર કંટ્રોલ જરૂરી છે.
2 વાતોનુ રાખવાનું છે ધ્યાન:- ડાયાબિટીસને શરૂઆતમાં જ કંટ્રોલ કરવા માટે બે વાતો પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પહેલું કે દર્દીએ શું ખાવાનું છે અને બીજું ક દર્દીએ શું નથી ખાવાનું આ ટિપ્સને ધ્યાનમાં રાખીને પ્રિ-ડાયાબિટીસને સરળતાથી મટાડી શકાય છે.આ ફૂડ્સને ખાવા બેસ્ટ છે:- જાણવા મળતી એક રિપોર્ટ અનુસાર ડાયાબિટીસના આ સ્ટેજમાં લો કેલોરી, લો ગ્લાઇસેમિક ઇંડેક્સ, હાઇ ફાઈબર અને હાઇ પ્રોટીન ફૂડ્સ ખાવા જોઈએ. જેમકે- ફલિયા, ક્વિનાઓ અને બારલે જેવા અનાજ, છાલ સાથે ખવાતા ફળ અને શાકભાજી, ઓટમિલ, શક્કરીયાં, નટ્સ અને સીડ્સ, સોયાબીન.
આ વસ્તુઓથી દૂર રહેવું:- જે ફૂડ્સમાં કેલોરી, ગ્લાઇસેમિક ઇંડેક્સ અને કાર્બ્સ વધારે હોય, તેને પ્રિ-ડાયાબિટીસમાં ન ખાવી જોઈએ. જેમકે- સફેદ બ્રેડ, મીઠાઇ, સોડા, આર્ટિફિશિયલ શુગર વાળા ફૂડ, પેકેટબંધ ફૂડ, આલ્કોહોલ, જંક ફૂડ, કેફિન વાળા ડ્રિંક્સ, માત્ર ફળોનું જ્યુસ વગેરે.
ડાયેટ અને એકસરસાઈઝ ચાલે છે સાથે-સાથે:- ડાયાબિટીસ રિવર્સલ એક્સપર્ટ ડાયેટની સાથે સાથે એકસરસાઈઝ કરવાની સલાહ આપે છે. કારણ કે, તેનાથી ઇન્સુલિનનું ઉત્પાદન વધારવામાં અને બ્લડ શુગરને અચાનક વધવાથી અટકાવવામાં મદદ મળે છે. માટે જ જોગિંગ, સાઈકલિંગ, ડાન્સ, ઝડપી ચાલવું જેવી એકસરસાઈઝ નિયમિત રૂપથી કરવી.4 નાની-નાની વાતો ભૂલવી નહીં:- 1. એક વારમાં ઓછી માત્રામાં ભોજન લેવું, 2. એક ટાઈમનું ભોજન પણ સ્કીપ ન કરવું, 3. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, 4. નિયમિત બ્લડ શુગર ચેક કરવું.
આમ તમારે ડાયાબીટીસ થી બચવા માટે ખાસ તો કઈ વસ્તુઓ ખાવી જરૂરી છે તે જાણવું અગત્યનું છે અને બીજી કે તમારે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ. જો તમે તેમાં કંટ્રોલ નથી કરતા તો તમને નુકશાન થઇ શકે છે. તેમજ ડાયાબીટીસ નું લેવલ વધી શકે છે અને તેના લીધે જીવનું જોખમ થઇ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી