મિત્રો વાળ ચહેરાની સુંદરતાની સાથે આત્મવિશ્વાસને પણ વધારે છે. લાંબા, કાળા, જાડા અને સિલ્કી વાળ લોકોને ખૂબ જ પસંદ હોય છે. તેની ઈચ્છામાં લોકો અનેક પ્રકારના પ્રોડક્ટસનો ઉપયોગ વાળ પર લગાવવાનું શરૂ કરી દે છે. આ પ્રોડક્ટસ મોંઘા હોવાની સાથે જ તેનો વધારે ઉપયોગ વાળ માટે નુકસાન દાયક બની શકે છે.
સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે મોટાભાગના લોકો મહેંદી લગાવે છે. આ કુદરતી હોવાની સાથે જ વાળની અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. તેમજ ઘણા લોકો તેને માત્ર વાળ કાળા કરવા માટે લગાવે છે. પરંતુ કાળા વાળ હોવાની સાથે મહેંદી લગાવવાથી લગભગ એવી ફરિયાદ રહે છે કે ત્યારબાદ વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. એવામાં ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે અને મહેંદી લગાવવાથી પણ ખચકાય છે. પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર બનશે. 1) કેળું:- કેળું ખાવું મોટાભાગના લોકો ને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો મહેંદીમાં કેળાની પેસ્ટ મેળવીને લગાવવાથી વાળ સિલ્કી થવાની સાથે જ મજબૂત પણ થાય છે. કેળું ડેન્ડ્રફ દૂર કરીને વાળને વધારવામાં મદદ કરે છે.
2) દહીં:- પોષક તત્વોથી ભરપૂર દહી સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી વાળ સિલ્કી બને છે સાથે જ વાળમાં કુદરતી ચમક આવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે. તેમાં હાજર પ્રોટીન વાળને મજબૂત પણ બનાવે છે.3) જૈતુન તેલ:- જૈતુન નું તેલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને લગાવવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થવાની સાથે જ વાળ સિલ્કી પણ બને છે. જૈતુન નું તેલ વાળને મોસ્ચ્યુરાઈઝ કરીને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જૈતુન નું તેલ મહેંદી સાથે લગાવવાથી વાળ શુષ્ક નથી થતા અને વાળ મજબૂત પણ બને છે.
4) ઈંડુ:- ઈંડુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મહેંદીમાં તેને મેળવીને લગાવવાથી વાળ સિલ્કી થવાની સાથે જ મજબૂત પણ બને છે.વાળમાં તેને લગાવવા માટે મહેંદી લગાવતા પહેલા ઈંડા ના પીળા ભાગને મહેંદીમાં મેળવી લો. હવે સરસ રીતે ફેટીને તેને લગાવો. આમ કરવાથી વાળ મજબૂત થવાની સાથે લાંબા પણ થાય છે.
ઈંડામાં હાજર પ્રોટીન વાળની અનેક સમસ્યાઓ દૂર કરે છે અને સિલ્કી બનાવવામાં મદદરૂપ થાય છે. વાળને સિલ્કી બનાવવા માટે મહેંદીમાં આ વસ્તુઓ મેળવીને લગાવી શકાય છે. પરંતુ ધ્યાન રાખવું કે જો તમે વાળ પર કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે તો હેર એક્સપર્ટ ની સલાહ લીધા બાદ જ તેનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી