મિત્રો આપણા જીવનમાં તંદુરસ્તી રાખવી જરૂરી છે. આથી તમારે પોતાના ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવું પડે છે. જેમ કે તમે જાણો છો તેમ શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું અને બીજું ખરાબ. જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તમારું સ્વાસ્થ્ય બગડે છે. પણ જો કોલેસ્ટ્રોલ ને પહેલેથી કંટ્રોલમાં રાખવામાં આવે તો તમારી તંદુરસ્તી સારી રહે છે.
કોલેસ્ટ્રોલનું વધવું એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. જેનાથી ઘણા લોકો પીડિત છે. કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ હોય છે, જે રક્ત વાહિકાઓમાં જામેલ હોય છે. અને તેનું લેવલ વધવાથી નસમાં બ્લોકેજ થઇ જાય છે. જેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે. આથી બ્લડ ફલો ધીમો થવાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે? આ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમારું શરીર પોતાના માટે જરૂરી કોલેસ્ટ્રોલ બનાવે છે. જો કોલેસ્ટ્રોલ ખોટા ખાનપાનની વસ્તુઓથી તમારા શરીરમાં જમા થાય છે તે ખતરનાક હોય છે. એક સ્વસ્થ જીવનશૈલી અને સારું ખાનપાન દ્વારા તમે પોતાના કોલેસ્ટ્રોલ ને સ્વસ્થ રાખી શકો છો. તેને કાબુમાં રાખીને હૃદય રોગ ને સ્ટ્રોક ના જોખમને ઓછુ કરી શકો છો.કોલેસ્ટ્રોલ કેવી રીતે ઓછુ કરવું. આ વિશે એક્સપર્ટ જણાવે છે કે સેચુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ વાળી વસ્તુઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. એ લોહીની નસમાં જમા થઈને બ્લોક કરી શકે છે. આગળ જતા હૃદય રોગ જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે.
કોલેસ્ટ્રોલ ઓછુ કરવા નો ઉપાય:-
1 ) સેચ્યુરેટેડ ફેટ ન ખાવું :- CDC નું માનવું છે કે જોત મેં હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માંગતા હો તો તમારે સેચુરેટેડ ફેટ વાળી વસ્તુઓ બિલકુલ પણ ન ખાવી જોઈએ. તે પશુ ઉત્પાદો પનીર, વસા વાળું માસ અને ડેરી ડેસર્ટ અને ઉષ્ણકટીબંધીય તેલ જેવા કે તાડનું તેલમાં વધુ હોય છે. જે ખાદ્ય પદાર્થમાં સેચુરેટેડ ફેટ વધુ હોય છે, તેમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોઈ શકે છે.2 ) વધુ મીઠું કે ખાંડથી બચવું :- તમારે હંમેશા એવા ખાદ્ય પદાર્થ પસંદ કરવા જોઈએ, જે વસ્તુઓમાં સોડીયમ (મીઠું) અને ખાંડ ઓછી હોય. આ ખાદ્ય પદાર્થોમાં લીન મીટ પણ સામેલ છે, સમુદ્રી ભોજન, ઓછુ વસા વાળું દૂધ, પનીર અને દહીં, ફણગાવેલા અનાજ, ફળ અને શાકભાજીઓ.
3 ) તંબાકુના સેવનથી બચવું :- ધુમ્રપાન તમારી રક્ત વાહિકાઓને નુકશાન પહોચાડી શકે છે. તે ધમનીઓમાં સખ્ત હોવાથી ગતિને તેજ કરે છે અને હૃદય રોગ માટે તમારા જોખમને વધારી દે છે. જો તમે ધુમ્રપાન કરો છો તો તે છોડી દો. તેને છોડવાથી હૃદય રોગનું જોખમ ઓછુ થઇ જાય છે. 4 ) શરાબના સેવનથી બચવું :- CDC ના કહ્યા અનુસાર વધુ પ્રમાણમાં શરાબનું સેવન કોલેસ્ટ્રોલ લેવલ અને ટ્રાઈગ્લીસરાઇડ્સના લેવલને વધારી શકે છે, જે રક્તમાં વસા નો એક પ્રકાર હોય છે. વધુ શરાબ પીવાથી બચવું જોઈએ. પુરુષોએ દરરોજ બે અને મહિલાઓએ એક થી વધુ ડ્રીંક ન પીવું જોઈએ.
આમ કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવા માટે તમારે અમુક ફૂડનું સેવન કરવાથી બચવું જોઈએ. તેમજ જો તમે પહેલેથી તેનું સેવન સીમિત માત્રામાં કરશો તો તમને નુકશાન નથી થતું. શરાબ, ધુમ્રપાન, આ વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે. તેમજ જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો હૃદયરોગ તેમજ સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ પણ વધી જાય છે. આથી શરીરના સ્વાસ્થ્ય માટે ઉપર આપેલ બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી