શિયાળામાં ફાટેલી એડીની સમસ્યા ઘણીવાર જોવા મળે છે, ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં સ્ત્રીઓને ઘણી મુશ્કેલી અનુભવવી પડે છે. અમે આ લેખમાં ફાટેલી એડીની સમસ્યા દૂર કરવાના ખૂબ આસન ઉપાય જણાવીશું જેના કારણે સમસ્યા ઝડપથી દૂર થશે. ઘણા એવા તેલ છે જેનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો, આ લેખમાં અમે એ તેલ વિષે જણાવીશું જેની મદદથી આ સમસ્યા દૂર કરી શકાય.
1) નારિયેળનું તેલ : નાળિયેરના તેલની મદદથી ફાટેલી એડીની સમસ્યા રાહત મેળવી શકાય છે, આ માટે નાળિયેરના તેલને નવશેકું ગરમ કરીને રાત્રે સૂતા પહેલાં હલકા હાથેથી એડી પર મસાજ કરવું. આ ઉપાયથી તમને જલદી રાહત મળશે.
2) ફુદીનાનું તેલ : ફુદીનાની અંદર રહેલા એન્ટી-માઈક્રોબોઈલ ગુણ આ સમસ્યાને ઝડપથી દૂર કરે છે. તેના આ ગુણને કારણે ફાટેલી એડીની સમસ્યામાં રાહતની સાથે ત્વચા પણ સ્વસ્થ બને છે. નિયમિત ફૂદીનાના તેલનો ફાટેલી એડી પર મસાજ કરવો.
3) નાળિયેરનું તેલ અને ઓલીવનું તેલ : નાળિયેરના તેલની સાથે ઓલીવના તેલનો ઉપયોગ કરીને ફાટેલી એડીની સમસ્યાથી ઝડપથી છુટકારો મેળવી શકાય છે. રાત્રે નાળિયેરના તેલને હલકું ગરમ કરીને તેમાં થોડાં ટીપાં ઓલીવના તેલના મેળવી લેવા અને તેને ફાટેલી એડી પર લગાવવા. થોડાં દિવસોમાં રિઝલ્ટ દેખાશે.
4) પચોલીનું તેલ : આ તેલ વિષે ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે, પચોલીનું તેલ ડિપ્રેશનની સમસ્યાથી પણ છુટકારો આપશે. પચોલીનું તેલ ત્વચાના ડાઘ દૂર કરવાની સાથે ઘા ભરવામાં પણ ઉપયોગી છે. પચોલીના તેલમાં રહેલા એન્ટી-ફંગલ ગુણ તમને ફાટેલી એડીની સમસ્યાથી જલદી રાહત અપાવશે. દરરોજ સૂતા પહેલાં તેને એડી પર લગાવી લેવું.
5) તુલસીનું તેલ : તુલસીનું તેલ ફાટેલી એડીની સમસ્યા દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે, કારણ કે તેના એન્ટી-સપ્ટીક ગુણ ફાટેલી એડીની સમસ્યા દૂર કરવાની સાથે એડીને દેખાવમાં પણ સુંદર બનાવે છે. નિયમિત રીતે તુલસીના તેલનો ઉપયોગ કરવાથી ઝડપથી ફાયદો થશે.
6) ગ્લિસરીન અને નાળિયેરના તેલનો ઉપયોગ : નાળિયેરના તેલમાં ગ્લિસરીન મેળવીને ફાટેલી એડીની સમસ્યાથી જલદી છુટકારો મેળવી શકાય છે. ધ્યાનમાં રાખવું કે ગ્લિસરીનને સીધું જ એડી પર ન લગાવવું, કારણ કે તેના કારણે બળતરા થશે. નાળિયેર તેલ સાથે લગાવવાથી જ ઝડપથી ફાયદો આપશે.
7) લવંડરના તેલનો ઉપયોગ : લવંડરના તેલમાં રહેલા એન્ટી-સપ્ટીક અને એન્ટી-ફંગલ ગુણના કારણે તેને નિયમિત રીતે લગાવવાથી ફાટેલી એડીની સમસ્યામાં તુરંત રાહત આપશે. રાત્રે સૂતા પહેલાં તેલને એડી પર લગાવી લેવું.
8) તજનું તેલ : તજનું તેલ તમને ફાટેલી એડીની સમસ્યાથી ઝડપથી છુટકારો આપશે, કારણ કે તેમાં રહેલા એન્ટી-સપ્ટીક, એન્ટી-માઈક્રોબોઈલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ તમને ફાટેલી એડીની સમસ્યાથી છુટકારો અપાવવાની સાથે ઇન્ફેકશનથી પણ બચાવશે. રાત્રે સૂતા પહેલાં તમારે તજના તેલનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી