સમય સમય પર આપણા શરીરની સફાઈ કરવી જરૂરી છે જેથી શરીરમાં જામેલી ગંદકી અને ઝેરીલા પદાર્થોને બહાર કાઢી શકાય. તથા શરીરમાંથી બેક્ટેરિયા અને ટોક્સિન્સ જેવી ગંદકીને કાઢવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. આ સૌથી હેલ્દી ડ્રિન્ક છે જે શરીરમાં ન્યુટ્રીશન અને ઓક્સિજનને ફેલાવવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો એક કલાકમાં કેટલું પાણી પીવું જોઈએ? કારણ કે જરૂરત કરતા વધારે અને ઓછું પાણી પીવાથી તમને અનેક સમસ્યાઓ થઈ શકે છે.
સ્વાસ્થ્યવર્ધક અને તંદુરસ્ત રહેવા માટે રોજિંદુ પૂર્તિ માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને ગંદકીને કાઢવામાં મદદરૂપ થાય છે. પરંતુ શરીરને સાફ કરવા માટે કેટલું પાણી પીવું જોઈએ? મોટાભાગના લોકો પાસે આ પ્રશ્નનો જવાબ નથી હોતો. અમે ઘણી તપાસ કર્યા બાદ આ હેલ્થ ટીપ લઈને આવ્યા છીએ. ધ્યાન રાખવું કે પાણીની કમીની સાથે વધારે પાણી પીવું પણ નુકસાનદાયક થઈ શકે છે.સૌથી પહેલા આપણે પૂરતું પાણી પીવાના ફાયદા અને પાણીની કમીના નુકસાન જાણીએ.
પર્યાપ્ત પાણી પીવાના ફાયદા:- એક સંશોધન પ્રમાણે પાણી શરીરમાં અનેક કામ કરે છે, જેને પાણી પીવાના ફાયદા પણ કહી શકાય છે જેમ કે- શરીરના કોષો સુધી પોષણ અને ઓક્સિજન પહોંચાડે છે. મૂત્રાશય અને શરીરમાંથી ગંદકી એટલે કે બેક્ટેરિયા અને ઝેરીલા પદાર્થોને કાઢે છે. પાચન સારી રીતે કરે છે. કબજિયાતથી બચાવે, બીપી નિયંત્રિત રાખે, સાંધાને સ્વાસ્થ્યવર્ધક રાખે, શારીરિક અંગો અને પેશીઓને બચાવે, શરીરના તાપમાનને જાળવી રાખે, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ નું બેલેન્સ રાખે વગેરે.
ઓછું કે વધારે પાણી પીવાના નુકસાન:- ઓછું પાણી પીવાથી શરીરમાં ડીહાઇડ્રેશન થઈ જાય છે. જેના કારણે માથાનો દુખાવો, થાક, ચક્કર આવવા, કમજોરી, મોઢું સુકાવું, સૂકી ઉધરસ, લો બ્લડ પ્રેશર, પગમાં સોજો, કબજિયાત, ઘેરા રંગનો પેશાબ આવવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
તેવી જ રીતે જો તમે જરૂર કરતાં વધારે પાણી પીવો છો તો આ ઓવરહાઇડ્રેશનની સ્થિતી ઉભી કરી શકે છે. જેના કારણે વારંવાર પેશાબ જવું, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી, હાથ પગ નો રંગ બદલાવો, સ્નાયુઓમાં ખેંચાણ, માથામાં દુખાવો અને થાક શામેલ છે.
એક કલાકમાં કેટલું પાણી પીવું જોઈએ?:- સંશોધન એવું જણાવે છે કે તમારા માટે પાણીની જરૂરી માત્રા તમારી ઉંમર,ફિઝિકલ એક્ટિવિટી, લિંગ, તાપમાન અને શરીરના વજન પર નિર્ભર કરે છે. તો પણ એક્સપર્ટ દર કલાકે બે થી ત્રણ કપ પાણી પીવાની સલાહ આપે છે. જો ગરમી વાળી ઋતુ હોય કે તમે એક્સરસાઇઝ કરી રહ્યા હો તો આ પ્રમાણ વધી શકે છે તેવી જ રીતે એક હેલ્ધી વ્યક્તિએ એક કલાકમાં બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. તેથી પોતાના માટે પાણીની યોગ્ય માત્રા કઈ છે તે ડોક્ટરથી વાત કરીને તપાસ કરી લેવી જોઈએ.
પેશાબના રંગથી કરો ટેસ્ટ:- પેશાબ નો રંગ સ્વાસ્થ્ય વિશે અનેક રહસ્યો ખુલે છે. જેવી રીતે પેશાબનો રંગ જોઈને તમે જાણી શકો છો કે તમે ઓછું પાણી પીવો છો કે વધારે. જો તમારા પેશાબનો રંગ ઘેરો પીળો હોય તો આ ડીહાઇડ્રેશન નું લક્ષણ હોઈ શકે છે. તેવી જ રીતે વારંવાર સફેદ રંગનો પેશાબ આવવો ઓવરહાઈડ્રેશન નું લક્ષણ હોઈ શકે છે.
આટલા કામો ન કરવા:- શરીરમાં પાણીનું લેવલ જાળવવા માટે તમારે કેટલાક કામ ન કરવા જોઈએ. કારણ કે આ ડીહાઇડ્રેશન નું કારણ બને છે. સંશોધન પ્રમાણે દારૂ અને કેફિનનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે. તેના સિવાય તરસ છિપાવવા માટે સુગરી કે કાર્બોનેટેડ પીણાં પણ ના પીવા જોઈએ કારણ કે આ ન માત્ર બ્લડ સુગરને હાઈ કરે છે પરંતુ પાણીની કમી પણ ઉભી કરી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી