લોહી ચુસનાર પરોપજીવી કેટલા ખતરનાક હોઈ શકે છે, જાણી લો તેના લક્ષણ, કારણ, અને બચવા માટેની ટીપ્સ 

હુકવર્મ એટલે કે પરોપજીવી ઇન્ફેક્શન એક એવો રોગ છે જે મોટાભાગે નાના બાળકો અને ગામડાઓમાં રહેતા લોકોને વધુ થાય છે. પણ આ રોગ એટલો ખતરનાક છે કે, તેને જો શરૂઆતમાં ખત્મ કરી દેવામાં ન આવે તો તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે. આથી તમારે તેના વિશે પહેલેથી જાણકારી રાખવી જરૂરી છે.

શું તમે ક્યારેય હુકવર્મ ઇન્ફેક્શન એટલે કે પરોપજીવી ઇન્ફેક્શન વિશે સાંભળ્યું છે ? આ એક એવું ઇન્ફેક્શન છે જે નાના આંતરડામાં થાય છે. જ્યારે તેનો લાર્વા ચામડીના સંપર્કમાં આવે છે ત્યારે ચામડી પર લાલ ડાઘ, અને ખંજવાળ શરૂ થઈ જાય છે. આ લાર્વા ધીમે ધીમે નાના આંતરડા સુધી પહોંચે છે, પછી શરીરમાં ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે. આ ઇન્ફેક્શનથી શરીરમાં આયર્નની ઉણપ થવા લાગે છે. જેનાથી એનિમિયાની તકલીફ થઈ શકે છે. આ સિવાય હુકવર્મ થવાના ઘણા લક્ષણ જોવા મળે છે. જો કે આ સમસ્યા કોઈ પણને થઈ શકે છે. પણ વધુ પડતા નાના બાળકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને વધુ થાય છે. તેનો લાર્વા શરીરમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે મળ દ્વારા બહાર નથી નીકળતું.હુકવર્મના લક્ષણ : હુકવર્મ ઇન્ફેક્શન થવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થવા લાગે છે. તેમાં પેટમાં દુઃખાવો અને ઉધરસ થવી ખુબ સામાન્ય છે. પણ જો તમે શારીરિક રીતે એકદમ સ્વસ્થ છો અને આયર્ન યુક્ત ડાયટ લો છો તો બની શકે છે કે તમારામાં તેના લક્ષણ જોવા ન મળે. પણ હુકવર્મ થવા પર આ લક્ષણ સામાન્ય છે.

લક્ષણો : પેટમાં દુઃખાવો અને ઉલટી થવી, ભૂખ  ન લાગવી, હિમોગ્લોબીનની ઉણપથી એનિમિયા થવો, વજન ઓછો થવો અને થાક અનુભવવો, ઉધરસ અને તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરમાં ખંજવાળ, ફોડલીઓ નીકળવી, આંતરડામાં ખેંચાણ થવું વગેરે જેવા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે.હુકવર્મના કારણ : હુકવર્મ કોઈ પણ વ્યક્તિને ત્યારે થઈ શકે છે જ્યારે ધૂળ, માટીના કણમાં જોવા મળતા પરોપજીવી કોઈ માણસના શરીરમાં પ્રવેશ કરે છે. આ પરોપજીવી માણસના આંતરડામાં રહે છે અને દુષિત મળના માધ્યમથી ફેલાઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ હુકવર્મ લાર્વાના સંપર્કમાં આવે છે તો આ લાર્વા ચામડી મારફતે શરીરની અંદર પ્રવેશ કરે છે. ત્યાર પછી તે ફેફસામાં જાય છે અને ફેફસા પછી શ્વાસ નળીથી નાના આંતરડામાં પ્રવેશ કરે છે. જેનાથી વ્યક્તિ સંક્રમિત થાય છે.

નાના આંતરડામાં આવ્યા પછી આ શરીરમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેનો લાર્વા શરીરથી મળમાં બહાર ન નીકળે. આ સંક્રમણ વધુ પડતા ગંદકીમાં રહેવાથી અને સાફ-સફાઈની કમીને કારણે થાય છે. આ સિવાય આ સંક્રમણ પાલતુ જાનવરથી પણ ફેલાઈ શકે છે. હુકવર્મ ઇન્ફેક્શન થવાના કેટલાક કારણો અહીં આપેલા છે.કેવી રીતે ઇન્ફેક્શન થાય : ચામડીના સતત માટીના સંપર્કમાં આવવાથી, વાગેલા પગને ખુલ્લા પગે ચાલવાથી તેનો લાર્વા સ્કીનથી શરીરમાં પ્રવેશ કરે છે. સંક્રમિત વ્યક્તિના મળથી માટી દુષિત થવા પર અને કોઈ અન્ય વ્યક્તિના તેના સંપર્કમાં આવવાથી. ખાધા પહેલા શાકભાજી અને ફળને ન ધોવાથી. ઘરમાં ગંદકી હોવી.

આ લોકોને તેનો વધુ ખતરો રહે છે : નાના બાળકોને હુકવર્મ ઇન્ફેક્શનનો ખતરો વધુ રહે છે. કારણ કે તે અક્સર ખુલ્લા પગે જ્યાં-ત્યાં રખડતા હોય છે. ઘણી વખત તેઓ ખોરાકને પણ ધોયા વિના ખાતા હોય છે. જેનાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. આ સિવાય ગ્રામીણ લોકોમાં આ ઇન્ફેક્શનનો ખતરો વધુ રહે છે. કારણ કે તેઓ ખેતરમાં, માટીમાં જ કામ કરતા હોય છે. જેનાથી તેઓ ઝડપથી સંપર્કમાં આવી જાય છે.

હુકવર્મ ઇન્ફેક્શનથી થતા ખતરાઓ : હુકવર્મ ઇન્ફેક્શન થવા પર રોગીના શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. તેનામાં નબળાઈ આવવા લાગે છે અને તેનો વજન પણ સતત ઘટવા લાગે છે.  તેનાથી વ્યક્તિના શરીરમાં અળ રક્ત કણોની સંખ્યા ઓછી થવા લાગે છે. જેના કારણે હાર્ટ ફેલનો ખતરો વધુ રહે છે. આ સિવાય તેનાથી પીડિત વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે છે. તેના પેટમાં ફ્લુઈડ ભરાઈ જાય છે. તેની અસર વ્યક્તિમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેના ઈલાજ દરમિયાન વ્યક્તિને ઘણી પરેશાની થાય છે. કારણ કે તેમાં શરીરમાં પ્રોટીન અને લોહી બંનેની ઉણપ થવા લાગે છે. તો ચાલો હવે જાણીએ હુકવર્મ ઇન્ફેક્શનની તપાસ વિશે.સ્ટુલ ટેસ્ટ : હુકવર્મ ઇન્ફેક્શનની તપાસ કરવા માટે સૌથી પહેલા સ્ટુલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં હુકવર્મ લાર્વાની ઓળખ કરવામાં આવે છે. ડોક્ટર માઈક્રોસ્કોપની મદદથી સ્ટુલની તપાસ કરે છે. ટેસ્ટ પોઝિટિવ આવે તો પરોપજીવી મારવાની દવા આપવામાં આવે છે.

લોહી ટેસ્ટ : હુકવર્મ ઇન્ફેક્શન થવા પર શરીરમાં આયર્નની ઉણપ થવા લાગે છે અને માણસને એનિમિયા થઈ શકે છે. આથી તેની તપાસ કરવા માટે લોહી ટેસ્ટ કરવામાં આવે છે.

હુકવર્મથી બચાવ માટે શું કરવું જોઈએ : ફળ અને શાકભાજીને ધોઈને ખાવા જોઈએ કારણ કે તેમાં હુકવર્મના લાર્વા હોય શકે છે. જમ્યા પહેલા હાથ સાબુથી સારી રીતે ધોઈ લેવા જોઈએ. ઘરથી બહાર નીકળતી વખતે હંમેશા ચંપલ પહેરીને નીકળો. જો ધૂળ, માટી વાળા એરિયામાં જઈ રહ્યા છો તો સેન્ડલ કે ચંપલની જગ્યાએ બુટ પહેરવા જોઈએ. ખુલ્લા પગે ન ફરવું જોઈએ. એટલે સુધી કે ઘરમાં પણ ખુલ્લા પગે ન ફરો. આયર્ન યુક્ત ખોરાકને પોતાના ડાયટમાં સામેલ કરો. ગાર્ડન અથવા ખેતરમાં કામ કરતી વખતે પોતાને સારી રીતે ઢાંકીને રાખો. હંમેશા તાજું અને સ્વચ્છ પાણી પીવો. શૌચ કર્યા પછી હાથ પગને સારી રીતે સાબુથી ધોઈ લેવા જોઈએ.

હુકવર્મ ઈન્ફેક્શન થવા પર તમને ઉપર જણાવેલ લક્ષણ જોવા મળી શકે છે. આથી આ લક્ષણોને ક્યારેય પણ નજરઅંદાજ ન કરવા જોઈએ અને સમય રહેતા ડોક્ટરની સલાહ જરૂર લો. આ ઇન્ફેક્શનથી પીડિત થવા પર તમે પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખો.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment