આછી દાઢીને ઘાટી અને ભરાવદાર કરવા લગાવી દો આ 1 વસ્તુ, ખંજવાળ અને ડેન્ડ્રફ દુર કરી આપશે સ્ટાઇલિશ અને હેન્ડસમ લુક…

મિત્રો આજકાલ દરેક જગ્યાએ KGF-2 ફિલ્મની ચર્ચા થાય છે. જો કે તેના પહેલા ચેપ્ટરથી જ લોકોમાં દાઢી વધારવાનો કેઝ વધી ગયો છે. જો કે કેટલાક લોકોને દાઢીના વાળનો કુદરતી રીતે ગ્રોથ હોય છે. પરંતુ જો તમારા માંથી કોઈને દાઢીના વાળ ઓછા છે તો તમે અહીં આપેલ ઉપાય અજમાવીને દાઢીના વાળ વધારી શકો છો. આમ તેનાથી તમારા લુકમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે.

બિયર્ડ બામ એક પ્રકારે દાઢીનું કંડિશનર છે, જેનો મુખ્ય રૂપથી ઉપયોગ દાઢીને મોઈશ્ચરાઇઝ કરવા માટે કરવામાં આવે છે. સાથે જ તેની મદદથી તમારી દાઢી સાફ અને સ્વસ્થ થઈ શકે છે. દાઢીની સારી ગૃમિંગ માટે પુરુષો દ્વારા બિયર્ડ બામનો ઉપયોગ કરવામાં આવે છે. તે દાઢીના ગ્રોથને સારો કરે છે. સાથે જ તેની મદદથી તમારી દાઢી હોલ્ડ પણ થઈ શકે છે. આજે અમે આ લેખમાં બિયર્ડ બામના ફાયદાઓ અને તેના ઉપયોગની રીત જણાવશું.

દાઢીના ડેંડ્રફથી કરે છે બચાવ : વધતા પ્રદુષણમાં દાઢીની થોડી સંભાળ લેવી પણ જરૂરી છે. વધતાં પ્રદૂષણ અને ધૂળ-માટીના કારણે બિયર્ડમાં ડેંડ્રફ થવું એ ઘણું સામાન્ય થઈ ગયું છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી જજૂમી રહ્યા છો, તો બિયર્ડ બામ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તેના ઉપયોગથી દાઢીની સ્કીનની ઊંડી પરતને હાઈડ્રેટ રાખી શકાય છે.

દાઢીની ખંજવાળથી આરામ : આ બિયર્ડ બામ તમને દાઢીમાં આવતી ખંજવાળથી રાહત અપાવે છે. પુરુષોની દાઢીમાં ઘણા કારણે ખંજવાળ આવી શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે પણ તમે બિયર્ડ બામનો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં બિયર્ડ બામના ઉપયોગથી તમારી દાઢી મોઈશ્ચરાઇઝ થાય છે જે ખંજવાળથી રાહત અપાવવામાં અસરકારક છે.

દાઢીને ઘટ્ટ બનાવે છે : બિયર્ડ બામના ઉપયોગથી તમારી દાઢી મોટી થઈ શકે છે. ઘણા લોકોની દાઢી એકદમ પાતળી હોય છે. જેને ઘટ્ટ કરવા માટે તેઓ ઘણા પ્રકારના પ્રયાસો કરે છે. જો તમે દાઢીને ઘટ્ટ કરવા માંગતા હો તો બિયર્ડ બામનો ઉપયોગ કરવો. જો કે, ધ્યાન રહે જે બમમાં ઉચ્ચ માત્રામાં મોમ, શિયા બટર અને કોકોઆ બટર હોય છે, તેનો ઉપયોગ કરવાથી દાઢીના ઘનત્વને સારું કરી શકાય છે.

દાઢીની ગ્રૂમિંગ માટે સારું : બિયર્ડ બામમાં મોમનો ઉપયોગ ખુબ વધારે કરવામાં આવે છે. તે તમારી દાઢીને સ્ટાઈલિશ લૂક આપવા માટે અસરકારક છે. જો તમે બિયર્ડ બામનો ઉપયોગ કરો છો તો, તેનાથી તમારી ગ્રૂમિંગ સારી થઈ શકે છે. સાથે જ તેનાથી તમારી દાઢી સરખી રીતે હોલ્ડ પણ થઈ શકે છે.

દાઢીનો ગ્રોથ : બિયર્ડ બામના ઉપયોગથી તમારી દાઢીનો ગ્રોથ સારો થઈ શકે છે. સાથે જ તે તમારી દાઢીને હેલ્થી અને આકર્ષક બનાવે છે. નિયમિત રૂપથી બિયર્ડ બામનો ઉપયોગ કરવાથી તમારી દાઢી હેલ્થી થઈ શકે છે.

ઘરે બિયર્ડ બામ બનાવવાની રીત અને આવશ્યક સામગ્રી : બીજવૈક્સ – 2 મોટા ચમચા, શિયા માખણ- ¼ કપ, નારિયેળ તેલ – 1 નાની ચમચી, જોજોબા ઓઈલ – 2 મોટા ચમચા, અરારોટ પાવડર – 2 મોટા ચમચા, એસેન્શિયલ ઓઈલ – 10 ટીપાં.

રીત : એક નાની વાટકીમાં જોજોબા ઓઈલ અને અરારોટા પાવડર નાખીને સરખી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ બીજા વાટકામાં શિયા બટર અને મોમને નાખીને થોડી વાર માટે માઈક્રોવેવમાં રાખવું. લગભગ 30 સેકેંડ પછી વાટકીને માઈક્રોવેવથી બહાર કાઢી લો એ થોડું મિક્સ કરી લો. જ્યારે બધી વસ્તુઓ સરખી મીક્સ થઈ જાય ત્યારે તેમાં એસેન્શિયલ ઓઈલના ટીપાં નાખીને સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર મિશ્રણનો ઉપયોગ તમારી દાઢી પર કરો. તેનાથી તમને ઘણો લાભ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment