સુંદર દેખાવું કોને પસંદ ન હોય. આપણે હંમેશા શરીરને બહારથી સુંદર બનાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પરંતુ આ પુરી પ્રક્રિયામાં હાથ અને પગને નજર અંદાજ કરી દઈએ છીએ. આપણામાંથી કેટલાક લોકો એવું વિચારે છે કે જ્યારે આપણે સ્લીવલેસ ડ્રેસ અથવા શોર્ટ્સ અથવા થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીએ ત્યારે જ હાથ અને પગની સંભાળની જરૂર હોય છે. પરંતુ એવું નથી.
ચહેરા ની સરખામણીએ આને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં સન બર્ન, સન ટેન, હાઇપર પિગ્મેન્ટેશન, રેસિઝ, રેઝર ના નિશાન જેવી સમસ્યાઓ શામેલ છે. હાથ અને પગના કાળા ધબ્બા થવા સામાન્ય છે. આવા કાળા ડાઘ ધબ્બાને દૂર કરવા માટે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ. આનો ઉપયોગ તમે નાહતા પહેલા કે ફ્રી સમયમાં આજમાવી શકો છો. આનાથી તમારી ત્વચાની રંગતમાં નિખાર પણ આવશે.1) ઓટમિલ અને નારિયેળ તેલ સ્ક્રબ:- ત્વચા માટે કુદરતી વસ્તુઓથી શ્રેષ્ઠ બીજું કંઇ ન હોઈ શકે. તમને જણાવીએ કે ઓટમીલ એક સારુ બોડી સ્ક્રબ છે, ડેડ સ્કિન સેલ્સ ને હટાવી ને ત્વચાને મુલાયમ અને ચીકણી બનાવે છે. અને નારિયેળનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં ઘણી મદદ કરે છે.
2) કોંજેક સ્પોન્જ:- કોંજેક સ્પોન્જ એક સોફ્ટ એક્સફોલીએટિંગ સ્પન્જ છે. આ સ્ક્રબિંગ દરમિયાન તમારી ત્વચાને નુકશાન નથી પહોંચાડતું. જો ડ્રાય સ્કીન ના કારણે તમારી ત્વચા પર ડાર્ક સ્પોટ થઈ ગયા હોય તો સ્ક્રબિંગ થી આવા ધબ્બા દૂર કરી શકાય છે. સારા રીઝલ્ટ માટે તમારે આ ઉપાયને એક મહિના સુધી નિયમિત કરવો પડશે.3) મધ અને જૈતૂનનું તેલ:- મધ અને જૈતુન ના તેલને સારી રીતે મેળવીને લગાવવાથી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ મળે છે. જો ડેમેજ અને ડ્રાય સ્કિનને કારણે તમારી ત્વચા પર કાળા ધબ્બા છે તો માલિશ કરવાથી તમારી ત્વચાને ઘણો ફાયદો થશે. બંને ને 1:2 ના પ્રમાણમાં મેળવો અને નાહતા પહેલા ધબ્બા વાળી જગ્યા પર માલિશ કરો. નિયમિત રૂપે આનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બનશે અને ડાર્ક સ્પોટ પણ દૂર થઈ જશે.
4) લીંબુનો રસ અને ખાંડ થી બનેલું સ્ક્રબ:- લીંબુમાં વિટામીન સી નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. વિશેષરૂપે ત્વચા પર જોવાતા ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. જો તમારી સ્કિન વધારે સેન્સિટિવ હોય તો તમે તેને સીધી રીતે ત્વચા પર લગાવી શકો છો કે પછી ઈચ્છો તો થોડું પાતળું પણ કરી શકો છો. ખાંડ એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. અને લીંબુને સ્પોટ પર સારી રીતે કામ કરવાની મંજૂરી આપે છે.5) એલોવેરા જેલ મસાજ:- એલોવેરા જેલ માં ત્વચા માટે મોઇશ્ચરાઇઝિંગ ની સાથે સારો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. આ એક પ્રકારની કુલિંગ જેલ છે. આનાથી માલિશ કરવાથી સ્કિન ઘણી હળવાશ અનુભવે છે. કોઈ એલર્જી કે દાણા ના કારણે તમારા પગ અને હાથ પર ડાર્ક સ્પોટ થઈ ગયા હોય તો આ જેલથી મસાજ કરવાથી સ્પોટ જલદી સાફ થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી