મિત્રો તમે કદાચ પોતાના શરીરમાં અથવા તો કોઈ અન્ય વ્યક્તિના શરીરમાં ગાંઠ જોઈ હશે. આ ગાંઠને દુર કરવા માટે તમે કદાચ ક્યારેક સર્જરી પણ કરાવી હશે. પણ તમને એમ કહેવામાં આવે કે સર્જરી વગર પણ તમે ગાંઠને કાઢી શકો છો. તો જાણી લો ગાંઠ દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાય
ઘણી વખત શરીરના કોઈ ભાગમાં એમ જ ગાંઠ બની જાય છે. જેમાં દુખાવો નથી થતો. સામાન્ય રીતે શરીરમાં ત્વચાની નીચે બનતી ગાંઠમાં દુખાવો થાય છે. આ એવી ગાંઠ હોય છે, જેમાં તેને દબાવવાથી દુખાવો નથી થતો, તે કોઈ રબર જેમ અનુભવાય છે. અને તેને સરળતાથી હલાવી શકાય છે. મેડીકલ ભાષામાં આ ગાંઠને લીપોમાં કહે છે. આ ગાંઠ હાથ અથવા પગમાં હોય છે. લીપોમાં ની ગાંઠ ત્વચાની નીચે વધે છે. તેને સ્પર્શ કરવાથી દુખાવો નથી થતો. આ પ્રકારની ગાંઠ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે નથી થતી. પણ તમારી ત્વચા ની સુંદરતાને પ્રભાવીત જરૂર કરે છે. જો તમને તેનાથી કોઈ પરેશાનીત થાય છે તો તેનો ઈલાજ કરવો જરૂરી છે. ચાલો તો જાણી લઈએ શરીરમાં આ પ્રકારની ગાંઠ કેમ બને છે, તેનાથી તમને કયો ખતરો છે, તેના લક્ષણ ક્યાં છે તેનાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે.
લીપોમાં શું છે?:- તમે ઘણા લોકોના હાથ કે પગ પર એક નરમ અને કોમલ ગાંઠ જોઈ હશે, જેમાં દુખાવો નથી થતો. લીપોમાં એક ગોળ અથવા અંડાકાર ની ગાંઠ હોય છે તે ત્વચાની નીચે વધે છે. તે ફેટને કારણે બને છે. તેને સ્પર્શ કરવાથી તે જલ્દી હલે છે. જો કે તેમાં કોઈ દુખાવો નથી થતો.લીપોમાં ની ગાંઠ શરીરના કોઈપણ ભાગમાં બની શકે છે. પણ પીઠ, ધડ, હાથ, ખંભો, ને ડોક પર સૌથી વધુ બને છે. તે વાસ્તવમાં સોફ્ટ ટીશ્યુ ટ્યુમર છે. તે ધીમેધીમે વધે છે. અને કેન્સરનું કારણ નથી બનતા. જો કે મોટેભાગે લીપોમાંના ઉપચારની જરૂર નથી હોતી. ડોક્ટર તેને સરળતાથી દુર કરી શકે છે.
લીપોમાની ગાંઠનું જોખમ કોને સૌથી વધુ હોય છે:- લીપોમાં ખુબ સામાન્ય છે. એક રીપોર્ટ અનુસાર દર 1000 લોકોમાંથી લગભગ 1 ને લીપોમાં હોય છે. લીપોમાં અકસર 40 થી 60 ઉંમર વચ્ચેના લોકોમાં વધુ જોવા મળે છે. પણ તે કોઈપણ ઉંમરે થઇ શકે છે. તે જન્મ ના સમયથી પણ થઇ શકે છે. લીપોમાં દરેક લોકોને પ્રભાવીત કરે છે. પણ મહિલાઓમાં તે વધુ જોવા મળે છે. લીપોમાં ના લક્ષણ ક્યાં છે?:- લીપોમાં એ દુખાવો નથી દેતી. ઘણા લોકો કે જેને લીપોમાં થાય છે તેને કોઈ લક્ષણ નથી દેખાતા. ખાસ વાત એ છે કે લીપોમાં પોતાની આસપાસના ઉતકો માં નથી ફેલાતા. જો કે ઘણા કેસમાં તમને દુખાવો અને પરેશાનીનો સામનો કરવો પડે છે. તેનો આકાર ગોળ અંડાકાર જેવો હોય છે. આ ગાંઠની સાઈઝ 2 ઇંચ થી નાની હોય છે. પણ ઘણી વખત આ ગાંઠ 6 ઇંચ થી વધુ પહોળી હોઈ શકે છે.
લીપોમાંની ગાંઠનું કારણ:- લીપોમાં ની ગાંઠનું કારણ શું છે, આ વિશે કોઈ ખાસ માહિતી નથી.આ કોઈને જેનેટિક પણ થઇ શકે છે. ઘણી સ્થિતિને કારણે શરીર પર ઘણી લીપોમાં ગાંઠ હોઈ શકે છે. તેમાં ડર્કમ રોગ,જે એક દુર્લભ વિકાર ખતરનાક લીપોમાં વધવાનું કારણ બને છે. આ સિવાય ગાર્ડનર સિન્ડ્રોમ, જેનેટિક મલ્ટીપલ લિપોમેટોસીસ અને મેડેલુંન્ગ, ડીસીઝ તેનું કારણ બની શકે છે. લીપોમાં માટે ઘરેલું ઉપચાર:-
- હળદર નો ઉપયોગ કરી શકાય છે. આ હળદરમાં યોગિક કરક્યુંમીન હોય છે જે લીપોમાં થી છુટકારો અપાવવામાં મદદ કરે છે. લીપોમાં પર હળદરની પેસ્ટ લગાવી શકાય છે.
- સેજ પણ ફાયદાકારક છે. આ જડીબુટ્ટીમાં એવા ગુણ હોય છે, જે ફેટને ઓછુ કરે છે, સેજના અર્ક ને લીપોમાં પર લગાવવાથી લીપોમાં ઓગળવવા માં મદદ મળે છે.
- થુજા ઓક્સીડેંટલીસ નો પણ ઉપયોગ કરી શકાય છે. આ જડીબુટ્ટી નો ઉપયોગ ત્વચા પર અને તેની નીચે ગાંઠ માટે કરવામાં આવે છે. તેને લીપોમાં નો હોમ્યોપેથીક ઉપચાર માનવામાં આવે છે. તમારી પાણીમાં થુજા નો અર્ક મિક્સ કરવાનો છે અને તેને લીપોમાં પર લગાવવો. તમારે આ પેસ્ટને દિવસમાં ત્રણ વખત લગાવવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી