મિત્રો આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને સારું કોલેસ્ટ્રોલ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી જ ખરાબ અને સારું બંને કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય છે. જો કે સારું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે. પરંતુ જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેને શરીરમાંથી બહાર કાઢવું પણ જરૂરી બની જાય છે. આજે અમે તમને એક એવા મસાલા વિશે જણાવશું, જેને ચાટવાથી તમારા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.
કોલેસ્ટ્રોલ વધવું એ એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. કોલેસ્ટ્રોલ લોહીમાં જોવા મળતો એક મીણ જેવો પદાર્થ છે. સ્વસ્થ કેશિકાઓના નિર્માણ માટે શરીરને કોલેસ્ટ્રોલની જરૂર પડતી હોય છે પરંતુ તેની માત્ર વધુ હોય તો કોઈ વ્યક્તિને હૃદયના રોગોનું જોખમ વધી શકે છે.
કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે. સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ તમારી રક્તવાહિકાઓમાં જામી શકે છે અને તેની માત્રા વધવાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી શકે છે અથવા બંધ થઈ શકે છે. જેનાથી તમને હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આમ ખરાબ કોલેસ્ટ્રોલ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું એ ખરાબ ખાણીપીણીની આદતોનું પરિણામ છે. તમે તમારા જમવામાં અમુક હેલ્થી વસ્તુઓનો સમાવેશ કરીને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવી શકો છો. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, આદુંનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ખુબ જ જલ્દી ઘટાડી શકાય છે. શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, આદુના રસ કે તેના પાવડરના ઉપયોગથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલે કે આપણા રસોઈઘરમાં રહેલ આદુનું સેવન શરીરમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે.
માત્ર 5 ગ્રામ આદુંનો પાવડર : જો તમે આદુનો પાવડર એટલે કે આદુમાંથી બનતી સુંઠનું સેવન પણ તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકે છે. હાઇપરલીપીડિમિયા એટલે કે હાઇ કોલેસ્ટ્રોલથી પીડિત 60 થી વધૂ વ્યક્તિઓ ઉપર કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે, જે લોકો દરરોજ 5 ગ્રામ આદુના પાવડરનું સેવન કરે છે, તેઓને ખરાબ કોલેસ્ટ્રોલને 17% ઘટાડવામાં મદદ મળી શકે છે.
આદુના અન્ય ફાયદા : કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડ્યા સિવાય આદુનું સેવન કરવાના બીજા પણ ઘણા ફાયદાઓ છે. વર્ષ 2014 ની એક વૈજ્ઞાનિક સમીક્ષાએ તારણ કાઢ્યું છે કે, આદુના ઉપયોગથી હાડકાની બીમારી ઓસ્ટીયોઆર્થરાઇટીસનો ઉપચાર કરી શકાય છે. આમ હાડકાની બીમારીથી બચવા માટે તમે આદુનું સેવન કરી શકો છો.
આદુના તેલના પણ છે જબરદસ્ત ફાયદાઓ : વર્ષ 2011 ના એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે, આદુ, મૈસ્ટિક, તજ અને તલના તેલને મિક્સ કરીને ઘૂંટણ પર લગાડવાથી ઓસ્ટીયોઆર્થરાઇટીસથી પીડિત લોકોને દુખાવો ઘટાડવામાં મદદ મળી શકે છે.
આદું વજન ઘટાડવામાં પણ સહાયક : મનુષ્યો અને જાનવરો પર કરવામાં આવેલા અધ્યયનો મુજબ, આદુ વજન ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. વર્ષ 2019 ની એક રિસર્ચ મુજબ સ્થૂળતાથી પીડિત લોકોને આદુના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળી. આદુ બોડી માસ ઇંડેક્સ અને રક્ત ઇન્સુલિનના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
બ્લડ શુગર : આદુમાં એન્ટિ ડાયાબિટીક ગુણ રહેલા હોય છે. વર્ષ 2015 માં અધ્યયનમાં તારણ નિકળ્યું કે, દરરોજ 2 ગ્રામ આદુ પાવડર લેવાથી ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોમાં બ્લડ શુગર 12% સુધી ઘટી શક્યું હતું. આમ તમે આદુ તેમજ તેના પાવડરનું સેવન કરીને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી