આપણી સુંદરતામાં દાંતનું ખુબ જ મહત્વ રહેલું છે. જો તમારા દાંત સુંદર હશે તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકોના દાંત ખુબ જ પીળાશ પડતા હોય છે. જેની માટેના અનેક કારણો જવાબદાર હોય છે. જો કે ઘણા લોકો કેટલીક દવાઓ કે લીક્વીડ નો ઉપયોગ કરીને દાંતની પીળાશ દુર કરતા હોય છે. પણ તમે કેટલાક દેશી ઉપાયો અજમાવીને પણ દાંતની પીળાશ દુર કરી શકો છો.
દાંતોની પીળાશ તમને શરમનો અનુભવ કરાવી શકે છે. ઘણા લોકો દાંતની પીળાશને કારણે સરખી રીતે હસી પણ શકતા નથી. ઘણા લોકો દરરોજ બ્રશ કરે છે. પરંતુ છતાં પણ તેમના દાંતની પીળાશ દૂર થતી નથી. ઘણા લોકો દાંતને ચમકાવવા માટે ઘણા પ્રકારના પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. આ પ્રોડક્ટસ ઓરલ હાઇજિન માટે નુકસાનદાયક પણ થઈ શકે છે. એવામાં દાંતની પીળાશ દૂર કરવા માટે સરસોના તેલની મદદ લઈ શકાય છે. સરસોના તેલથી દાંત સાફ કરવાથી દાંતની પીળાશ દૂર થવાની સાથે સાથે પેઢા પણ મજબૂત બને છે. આવો જાણીએ સરસોના તેલથી દાંત કઈ રીતે સાફ કરવા. સરસો અને હળદર:- સરસો અને હળદરમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. દાંતની પીળાશ દૂર કરવા માટે સરસોનું તેલ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે ¼ ચમચી હળદરમાં 1 ચમચી સરસોનું તેલ મિક્સ કરીને હવે આ મિશ્રણને આંગળીની મદદથી પીળા દાંત પર હળવા હાથે રગડો. ત્યારબાદ દાંતને નોર્મલ પાણીથી વોશ કરી લેવા. આ રીતે દાંત સાફ કરવાથી દાંત ચમકવા લાગે છે અને દુર્ગંધ પણ સરળતાથી દૂર થાય છે. સરસવ તેલ અને હળદર દાંત ખરાબ બેક્ટેરિયાને દુર કરીને દાંતને સફેદી આપવાનું કામ કરે છે.
સરસોનું તેલ અને મીઠું:- જો કે આપણે જાણીએ છીએ કે મીઠું એ દાંત માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે મીઠાની અંદર સરસોનું તેન નાખીને તેનો ઉપયોગ કરો છો તો તેનાથી દાંતની પીળાશ દુર થાય છે. સરસોનું તેલ અને મીઠાની મદદથી સરળતાથી દાંતને સાફ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે ½ ચમચી સરસોના તેલમાં 1 ચપટી મીઠું મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને દાંત પર લગાડીને હળવા હાથે રગડો. આ ઉપાય દરરોજ કરવાથી દાંતની પીળાશ સરળતાથી સાફ થવા લાગે છે.સરસોનું તેલ અને નવશેકું પાણી:- સરસો નું તેલ અને નવશેકું પાણીનું મિશ્રણ પણ દાંતની સફેદી ફરીથી આપી શકે છે. તેનાથી દાંતમાં એક નવી ચમક આવે છે. આથી તેનો ઉપયોગ દાંત માટે સારો છે. સરસોનાં તેલ અને નવશેકા પાણીની મદદથી પણ દાંતની પીળાશ દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે 1 ચમચી સરસોના તેલમાં 1 ચપટી નવશેકું પાણી મિક્સ ક્રો. હવે આ મિશ્રણથી દાંતને સાફ કરો. આ પ્રકારે દાંતોને સાફ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.
જો કે તમારે વ્યક્તિગત રીતે પણ થોડી દાંતની કાળજી રાખવાની જરૂર છે. આ માટે તમારે દરરોજ બે ટાઈમ બ્રશ કરવું જોઈએ. દાંતમાં વધારો ભોજન ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. તેમજ દાંતની વચ્ચે ભરાયેલ ભોજનને પણ કાઢવું જોઈએ. તેમજ દાંતને હેલ્દી રાખવા માટે પોષણ યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. દાંતની પીળાશ દૂર કરવા માટે સરસોનું તેલ આ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ધ્યાન રહે જો તમે દાંતમાં કોઈ ટ્રીટમેંટ કરાવી હોય, તો સરસોના તેલનો ઉપયોગ કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી