આજના સમયમાં દરેક લોકોના ખોટા ખાનપાનને કારણે તેની વિપરીત અસર શરીર પર દેખાતી હોય છે. જેનાથી બચવા માટે તમારે પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે. જો તમે યોગ્ય પ્રમાણમાં અને હેલ્દી વસ્તુનું સેવન કરો છો તો તમારું શરીર વધુ તંદુરસ્ત રહે છે.
ખોટા ખાનપાનને કારણે તમારા શરીરમાં ધીમે ધીમે વિષાક્ત પદાર્થ જામવા લાગે છે. આ પદાર્થ શરીરના ઘણા ભાગ જેમ કે આંતરડા, કિડની અને નસમાં જમા થાય છે. સામાન્ય રીતે નસમાં ફેટ જમા થાય છે, જેના કારણે નસ બ્લોક થઈ જાય છે. આથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદયની અન્ય બીમારી થઈ શકે છે.
શરીરમાં નસનું એક જટિલ નેટવર્ક હોય છે. નસનું કામ ઓક્સીજનને હૃદય અને શરીરના અન્ય ભાગમાં લઈ જવાનું છે. જેનાથી તમારા શરીરના બધા જ કાર્યો ગતિને મળે છે. નસ બ્લોક થવાની સમસ્યાને મેડીકલ ભાષામાં એથેરોસ્કલેરોસીસ કહેવાય છે. જેમાં નસમાં ફેટ જમા થવાથી તેમાં સંકુચન આવે છે. સંકોચન થવાથી નસમાં રક્તનો પ્રવાહ ઓછો થઇ શકે છે. જેની સીધી અસર હૃદય અને શરીરના અન્ય ભાગ પર થાય છે. આ કારણે ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ થવાનો પણ ભય રહે છે.
નસમાં વિષાક્ત પદાર્થ જામવાને હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સમસ્યાનું સૌથી મોટું કારણ કોલેસ્ટ્રોલ છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, વજન વધારો, ખરાબ ખાનપાન, ગતિહીન જીવન શૈલી વગેરે પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.
મેડીકલમાં નસ બ્લોક થવાના ઘણા ઈલાજ છે. પરંતુ આ સમસ્યાને થોડા ઘરેલું ઉપાયો અને ખાનપાનની આદતમાં સુધાર લાવીને પણ રાહત મેળવી શકાય છે. અમે તમને ઘણા એવા ખાદ્ય પદાર્થ વિશે જણાવશું, જે ધમનીઓમાં જમા વિષાક્ત પદાર્થને સાફ કરી શકે છે.
બીન્સ (ફણસી) : બીન્સ એ ફાઈબરથી ભરપુર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ઓળખાય છે. એથેરોસ્કલેરોસીસ જેવી સ્થિતિને રોકવા માટે બીન્સ જેવા ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ ખાવા આવશ્યક છે. બીન્સ ખાવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. જેનાથી તમારી ધમનીઓને બંધ થવાના ખતરાને ઓછો કરી શકે છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.
બેરીજ : બેરીજમાં બ્લુબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી, રાસ્પબેરી, બ્લેકબેરી સામેલ થાય છે. આ ફળોના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. જેમાં સોજાને ઓછો કરવા અને હૃદય સ્વાસ્થ્યમાં સુધાર પણ સામેલ છે. બેરીજમાં ફાઈબર, વિટામીન, મિનરલ્સ જેવા તત્વો રહેલા છે. તેમાં ફ્લેવોનોઈડ એન્ટી ઓક્સીડેન્ટ સામેલ છે, જે હૃદય સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે.
માછલી : માછલી એ ઓમેગા-3 ફેટ સહીત આવશ્યક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. ઓમેગા-3 થી ભરપુર માછલી ખાવાથી એથેરોસ્કલેરોસીસના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. અભ્યાસથી જાણવા મળે છે કે ઓમેગા-3 હૃદયને સ્વસ્થ રાખવા અને હાર્ટ એટેકના જોખમને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
ટમેટા : ટમેટામાં ઘણા એવા યોગિક હોય છે જે એથેરોસ્કલેરોસીસના વિકાસને ઓછું કરી શકે છે. ઉદાહરણ માટે ટમેટામાં કેરોટીનોયડ પીગમેન્ટ લાઈકોપીન હોય છે, જેનાથી ઘણા પ્રભાવકારી સ્વાસ્થ્ય લાભ મળે છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે, લાઈકોપીન સોજાને ઓછા કરવા, એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવા અને હૃદય રોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.
ડુંગળી : ડુંગળી ખાવાનો સ્વાદ વધારવાની સાથે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. શોધથી જાણવા મળ્યું છે કે, ડુંગળી એક એવી સબ્જી છે જે ધમનીઓને સ્વસ્થ રાખે છે. તેના વધુ સેવનથી એથેરોસ્કલેરોસીસના કારણે થતી બીમારીના કારણે મોતના જોખમને ઓછું કરી શકે છે.
ખાટા ફળો : ખાટા ફળો સ્વાદિષ્ટ હોય છે અને ફ્લેવોનોઈડ સહીત વિભિન્ન પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. ખાટા ફળોમાં રહેલ ફ્લેવોનોઈડથી સોજાને ઓછા કરવા અને શરીરમાં એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. ખાટા ફળો હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને પણ ઓછું કરી શકે છે.
મસાલાઓ : આદુ, કાળા મરી, મરચા અને તજ જેવા મસાલાઓ ધમનીઓને બંધ થવાથી રોકવા માટે મદદ કરે છે. અભ્યાસ અનુસાર મસાલાઓમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે, જે ફ્રી રેડીકલથી બચાવી શકે છે. બ્લડમાં લીપીડ લેવલમાં સુધાર કરી શકે છે અને લોહીમાં પ્લેટલેટ્સ એક થવાથી રોકે છે.
અળસીના બીજ : અળસીના બીજ પોષણના પાવરહાઉસ હોય છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહીત ફાઈબર, હેલ્દી ફેટ, વિટામીન અને મિનરલ્સ હોય છે. વધુ પૌષ્ટિક હોવા સિવાય અળસીના બીજ એથેરોસ્કલેરોસીસને રોકવામાં મદદ કરે છે. અભ્યસમાં જાણવા મળ્યું છે કે, અળસીના બીજમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી