આજના સમયમાં લોકો ડાયાબીટીસ ના રોગથી પીડિત છે. આ એક એવી બીમારી છે જેને હંમેશ માટે નાબુદ નથી કરી શકાતી. પણ દવાનું સેવન કરીને માત્ર તેને કંટ્રોલ કરી શકાય છે. આથી એક વખત ડાયાબીટીસ આવ્યા પછી તે જીવનભરની બીમારી બની રહે છે. આથી જ દરેક ઘરમાં આપણે જોઈએ છીએ તેમ એક વ્યક્તિ તો ડાયાબીટીસની સમસ્યાથી પીડાય છે. જો કે તમે કેટલાક દેશી ઉપાયો અપનાવીને પણ ડાયાબીટીસ ને કંટ્રોલ કરી શકો છો. આ માટે આજે આપણે આ લેખમાં એવા ત્રણ પાંદડાઓ વિશે વાત કરીશું જેના સેવનથી તમારું બ્લડ શુગર, બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે.
ખાસ વાતો:- તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. મીઠા લીમડાનું નિયમિત સેવન ઇન્સુલિન બનાવવામાં મદદરૂપ છે. અહીં ત્રણ પાંદડાઓ છે જે ડાયાબિટીસ અને હાઇ બીપીમાં ફાયદો આપી શકે છે.દુનિયા આખીમાં લાખો લોકો હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત છે. બે હેલ્થ કન્ડિશન ઘણી બીજી અન્ય પ્રોબ્લેમ્સને આમંત્રણ આપી શકે છે. ડાયાબિટીસ માટે ઘરેલુ ઉપચાર અને હાઇ બ્લડ પ્રેશર માટે નેચરલ ઉપાય ખૂબ જ લાભદાયી અને પ્રભાવી થઈ શકે છે. સામાન્ય રીતે આપણે આ મોટી બીમારીઓને કંટ્રોલ કરવા માટેની સરળ રીત ખબર હોતી નથી જેના કારણે આપણે માત્ર દવાઓ પર નિર્ભર રહીએ છીએ. તમને જણાવી દઈએ કે, ડાયાબિટીસ માટે ડાયેટ અને નોર્મલ બ્લડ પ્રેશર માટે ખાણીપીણીને બેલેન્સ અને હેલ્થી બનાવી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પાંદડાઓનું એક કોંબીનેશન છે જેને દરરોજ સવારે ખાલી પેટ ખાવાથી ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરતાં પાંદડાઓ:-
1) તુલસીના પાંદડા:- તુલસીને જડીબુટ્ટીની રાણી કહેવામા આવે છે અને તે આપણા શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે. ઘણા અધ્યયનો પરથી ખબર પડે છે કે, તુલસીના પાંદડાને ખાલી પેટ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસથી પીડીત લોકોમાં બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. તુલસીના પાંદડાને લિપિડ કન્ટેન્ટને ઓછું કરીને, ઇસ્કેમિયા, સ્ટ્રોક અને હાઇ બ્લડ પ્રેશર ઘટાડીને હાર્ટ ડીસીઝને અટકાવવા માટે ઓળખવામાં આવે છે. તુલસીના પાંદડા પ્રકૃતિમાં અમ્લિય હોય છે, જે વધારે માત્રામાં સેવન કરવાથી દાંતના ઇનેમલને ઘસી શકે છે. આમ તુલસીના પાન અનેક ગુણોનો ખજાનો હોવાથી તેનું સેવન ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરમાં પણ અસરકારક માનવામાં આવે છે.2) મીઠો લીમડો:- મીઠો લીમડો ભારતીય ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવતી એક સામાન્ય સામગ્રી છે. પાંદડા માત્ર તમારા ભોજનમાં સુગંધ જ નહીં પરંતુ ઉપયોગથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મેળવી શકાય છે. મીઠા લીમડાનું નિયમિત સેવન ઇન્સુલિન બનાવનારી કેશિકાઓને ઉત્તેજિત કરવામાં મદદ કરી શકે છે. આ કેશિકાઓ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. મીઠા લીમડાના ગુણો પણ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર માટે ગુણકારી માનવામાં આવે છે. 3) લીમડાના પાંદડા:- લીમડાના પાંદડાના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ હોય છે. એવા સાબૂત છે છે જણાવે છે કે, દરરોજ લીમડાના પાંદડાનું સેવન બ્લડ શુગર લેવલને ઘટાડી શકે છે. જો નિયમિત રીતે ધ્યાન આપવામાં આવે તો વધારે વપરાશ તમારા બ્લડ શુગર લેવલને ઘણું ઓછું કરી શકે છે.
લીમડાના પાંદડાની એન્ટિહિસ્ટામાઈન અસર બ્લડ વેસલ્સને પહોળા કરી શકે છે. આ જ કારણ છે કે આ પાંદડા બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. કડવા લીમડાના સેવનથી ડાયાબીટીસ ની સાથે બ્લડ પ્રેશર પણ કટ્રોલ કરી શકાય છે. આમ આ ત્રણ પાનના સેવનથી તમે સરળતાથી ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી