મિત્રો ઘણા લોકોના પેટ એટલા નાના હોય છે કે, તરત જ ભરાઈ જાય છે. આથી એમ કહી શકાય કે તેઓ ખાવાના ખોટા છે. પરંતુ આમ થોડું ખાવાથી પણ તમારું પેટ ભરાઈ જતું હોય, તો તેની પાછળ કોઈ કારણ હોય શકે છે. આ માટે તમારે પોતાના ડાયટમાં થોડો ફેરફાર કરવાની જરૂર હોય છે. આ સિવાય ઘણી વખત ગેસ, એસીડીટી અને કબજિયાતને કારણે પણ તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે. આથી તેનો ઈલાજ કરવો જરૂરી બની જાય છે.
ખાણી-પીણીથી જોડાયેલી ખોટી આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો પેટની સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. પેટ ભારે ભારે લાગવું, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઘણી સામાન્ય થઈ ગયી છે. આવું થવું એ કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ તેનાથી તમારા દૈનિક કામકાજ પર ખરાબ અસર થઈ શકે છે.
ઘણા લોકો આ સમસ્યાથી બીજા કરતાં વધારે પરેશાન રહેતા હોય છે. ઘણી વાર, વધારે પડતો ગેસ અસહનીય અથવા દર્દનાક પણ હોય શકે છે. એક્સપર્ટ માને છે કે, ખાણી-પીણીમાં અમુક સાધારણ બદલાવ ગેસ જેવી આ સમસ્યાઓથી રાહત અપાવે છે અને પાચનમાં પણ મદદ કરી શકે છે. પેટ અને પાચનથી જોડાયેલી આ સમસ્યાઓ માટે ઘણા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ દરેક વખતે દવાઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. આથી તમે થોડા ઘરેલું નુસ્ખા અપનાવીને ગેસ અને એસીડીટીથી આરામ મેળવી શકો છો.
આયુર્વેદ અનુસાર પેટથી જોડાયેલી આ સમસ્યાઓથી જલ્દી રાહત મેળવવા માટેનો એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ. તેઓનું કહેવું છે કે, રસોડામાં રહેલી ત્રણ વસ્તુઓ મિક્સ કરીને બનાવેલી રેસિપી પેટ ફૂલવાની, ભૂખ ન લાગવાની, પેટમાં ભારે ભારે લાગવાથી લઈને કબજિયાત જેવી બધી પાચન સમસ્યાઓમાં રાહત અપાવે છે.
બનાવવાની સામગ્રી : મીઠો લીમડો, થોડા ફુદીનાના પાંદડા, તાજું આદું અથવા સૂંઠ પાવડર.
વિધિ : એક વાસણમાં 3 ગ્લાસ પાણી લો અને તેને એક સ્ટવ પર રાખી દો. તેમાં 7 થી 10 મીઠા લીમડાના પાન અને ફુદીનાના પાંદડા સાથે એક ઇંચ આદું અથવા એક નાની ચમચી સૂંઠ મિક્સ કરો. આ મિશ્રણને 5 થી 7 મિનિટ સુધી સરખી રીતે ઉકાળો અને ગરમ થાય એટલે ગાળી લો.
ફુદીના અને મીઠા લીમડાના પાંદડા : ફુદીનો એ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેમજ ફૂદીનો બધી જ ઋતુઓ માટે સર્વોત્તમ છે. તેના સેવનથી શરદી-ઉધરસ, એસિડિટી, ગેસ, સોજો, અપચો, ડિટોક્સ, સાઇનસાઈટિસ અને કબજિયાત વગેરેથી રાહત મળે છે. મીઠા લીમડા કાર્બોહાઈડ્રેડ, ફાઈબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, કોપર અને વિટામિન સી, એ, બી અને ઈ થી ભરપૂર હોય છે.
આદુના ફાયદા : આદુ એ પાચન માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પાચન સંબંધી બધી જ સમસ્યાઓ માટે આદુ સૌથી સારું છે. આદુ શરીરમાં જમા થતાં ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. આ પ્રકારે તમને ભોજનથી પોષકતત્વોને સારી રીતે અવશોષિત કરવામાં મદદ મળે છે.
ગંભીર બીમારીઓનો એક ઈલાજ : આ વસ્તુઓમાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ડાયરીયલ, એન્ટિઓક્સિડેંટ, એન્ટિફંગલ, એન્ટિકાર્સિનોજેનિક, એન્ટિહાઇપરટેંસિવ, એન્ટિયુલર, એન્ટિબેક્ટેરિયલ અને કોલેસ્ટ્રોલ ઘટાડનારા અને ઘણા અન્ય ઉપયોગી ઔષધિય ગુણો રહેલા હોય છે.
આમ અહીં આપેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ સરળ મિશ્રણનું સેવન કરી શકો છો. તેનાથી તમને ગેસ, એસીડીટી અને અપચા તેમજ કબજિયાતમાં રાહત મળે છે. માટે, ગેસ, કબજિયાત અને અપચા જેવી સામાન્ય બીમારીઓથી બચવા માટે તમે આવા સરળ અને ઘરેલું ઉપાયો અજમાવીને તેનાથી છૂટકારો મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી