મિત્રો આજના સમયમાં ખરાબ ખાનપાનને કારણે લોકોને પેટને લગતી અનેક સમસ્યાઓ થાય છે. આ પેટની સમસ્યાઓમાં ગેસ, એસિડીટી, અપચો અને કબજિયાત જેવી પરેશાની રહે છે. જયારે તમે તેનાથી છુટકારો મેળવવા માટે અનેક દવાઓનું પણ સેવન કરો છો. પરંતુ તમે થોડા દેશી ઉપાયો દ્વારા કાયમ માટે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આજે આ લેખમાં એસિડીટીથી છુટકારો મેળવવા માટે ક્યાં દેશી ઉપાયો કરવા જોઈએ તેના વિશે વાત કરીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
એસિડીટીની સમસ્યા થવી આજકાલ સામાન્ય બાબત થઈ ગઈ છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્દી ખાનપાનના કારણે આજકાલ કોઈ પણને એસિડીટીની સમસ્યા થઈ શકે છે. પરંતુ દર વખતે તે દવાથી ઠીક નથી થતી. એસિડીટીનો ઈલાજ ઘણી વખત દેશી ઉપચાર દ્વારા પણ કરી શકાય છે. એસિડીટી માટે ઘરેલું ઉપાય ખુબ જ સારા હોય છે. જે આ સમસ્યાથી જલ્દી આરામ આપીને એસિડીટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે. જે એસિડીટીમાં રાહત આપી શકે એસિડીટી અને ગેસ માટે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. એસિડ રીફલકસ રોગને કારણે પેટમાં એસિડનો સ્ત્રાવ વધુ થાય છે.
ભોજન વચ્ચેનો લાંબો ગાળો પણ એસિડીટી માટે જવાબદાર હોય શકે છે. આ સિવાય વધુ તળેલું, શેકેલું, મસાલેદાર અથવા તીખું ખાવાથી પણ એસિડીટી થાય છે. જયારે ઘણા લોકોને ખાટું ખાવાથી પણ એસિડીટી થાય છે. ચાલો તો જાણી લઈએ એસિડીટી અને હાર્ટબર્નના થોડા મહત્વપૂર્ણ કારણ અને તેનાથી રાહત મેળવવા માટેના દેશી ઉપાયો.
એસિડીટીના કારણો : પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડનો વધુ સ્ત્રાવ, તળેલી વસ્તુઓનું વધુ સેવન કરવું, તીખી અને ખાટી વસ્તુઓનું સેવન, સોફ્ટ ડ્રીંકનું સેવન, તણાવ હોવો, ફર્મે ટેડ ફૂડસનું વધુ સેવન, કસરત અથવા યોગ ન કરવું, ભોજન સ્કીપ કરવાની આદત, પાચનતંત્ર બરાબર કામ ન કરવું.
પેટની ગેસ અને એસિડીટીથી જલ્દી રાહત મેળવવા માટેના દેશી ઉપાય : 1 ) એક ચમચી અજમોનો પાવડર અને એક ચમચી સુંઠનો પાવડર મિક્સ કરો. તેમાં એક ચપટી કાળું મીઠું નાખો. આ મિશ્રણનું એક કપ ગરમ પાણી સાથે સેવન કરવાથી એસિડીટી, પેટ ફુલાવું, પેટમાં દુખાવો, અપચો અને લુઝ મોશનમાં આરામ આપે છે.
2 ) અજમાના બીજ પેટ માટે સારા છે. અજમો, સુંઠ અને કાળું મીઠુંનું મિશ્રણ ગેસ, પેટ ફુલાવું અને અપચામાં રાહત આપે છે.
3 ) અજમો પેટમાં એસિડીટીથી રાહત મેળવવા માટેનું એક પ્રાકૃતિક ઘરેલું ઉપચાર છે. 3 ચમચી અજમાને લીંબુના રસમાં પલાળી દો. તેને સુકવીને કાળું મીઠું મિક્સ કરી દો. ગેસની સમસ્યાથી બચવા માટે આ મિશ્રણને દિવસમાં બે વખત સેવન કરો.
4 ) એક ચમચી અજમાને થોડા કાળા મીઠાની સાથે લેવાથી ગેસ અથવા ગેસ્ટ્રઈટીસની સમસ્યાથી છુટકારો મળે છે.
5 ) અજમાના બીજ થાઈમોલથી ભરપુર હોય છે જે ગેસ્ટ્રીક રસને સ્રાવિત કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે. અજમો ગેસ, પેટ ફુલાવું અને અપચાને ઠીક કરે છે.
6 ) અડધો લીટર પાણીમાં 3 થી 4 ચમચી અજમો નાખીને ઉકાળી લો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય.પછી તેને ગાળી લો અને પાણી પી જાવ.
7 ) અજમાના બીજ ખાવાથી એસિડીટી, અપચો, પેટ ફુલાવું અને ગેસ્ટ્રઈટીસની પરેશાની ઓછી થાય છે.
8 ) એસિડીટી, પેટ ફુલાવું, અપચાની સમસ્યા થવા પર અજમાને નવશેકા ગરમ પાણી સાથે 7 થી 10 દિવસ લેવાથી આરામ મળે છે.
9 ) અજમાના બીજ એન્ટાસીડના રૂપમાં કામ કરે છે. અજમો એન્ટી એસિડીક ગુણોથી ભરપુર હોય છે. આ માટે અજમાને પાણીમાં ઉકાળો. મિશ્રણને ગાળી લો. એસિડીટી અને અપચાને ઓછો કરવા માટે આ મિશ્રણનું સેવન કરો. અજમો, જીરું અને આદુના પાવડરનું મિશ્રણના સેવનથી પણ એસિડ રીફલકસની સમસ્યા ઓછી થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી