વધતી ઉંમર સાથે શરીરમાં દુઃખાવો થવો એ સ્વાભાવિક છે. ખાસ કરીને ગોઠણ અને માંસપેશીઓમાં દુઃખાવાની સમસ્યા વધુ રહેતી હોય છે. આ સિવાય ડેસ્ક જોબના કારણ પણ ખંભા અને બાજુઓમાં દુઃખાવો ઘણા લોકોને થતો હોય છે. આ દુઃખાવાથી રાહત મેળવવા માટે તમારે મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી.
પરંતુ ઘરમાં રહેલ વસ્તુઓથી આયુર્વેદિક તેલ બનાવીને આ દુઃખાવાથી રાહત મેળવી શકો છો. આ તેલથી શરીરમાં થતા દર્દ અને સોજાથી રાહત મેળવી શકાય છે. આજે અમે તમને આ લેખમાં પેઈન ઓઈલ બનાવવાની રીત જણાવશું, જેનાથી તમે શરીરમાં થતા દુઃખાવાને દુર કરી શકશો. સાથે જ આ તેલને બનાવવું ખુબ જ સરળ છે.આયુર્વેદિક તેલ – 1 : આ આયુર્વેદિક તેલથી તમે માથાથી લઈને પગ સુધી થતા દુઃખાવાથી રાહત મેળવી શકો છો. આ તમારા શરીર માટે ખુબ જ અસરકારક છે. ગઠીયા રોગ અને સાંધામાં થતી પરેશાનીમાં રાહત મેળવવા તે ખુબ જ લાભકારી છે. ચાલો તો આ તેલ વિશે વધુ જાણી લઈએ.
તેલ માટે જરૂરી સામગ્રી : ડુંગળી – 1 મોટી (સમારેલી), લસણ – 10 કળીઓ સમારેલી, સરસવનું તેલ – 50 ML, મેથીના દાણા – 1 ચમચી.બનાવવાની રીત : આ તેલ તૈયાર કરવા માટે 1 વાસણમાં 50 ML સરસવનું તેલ નાખો. ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી અને લસણ એક સાથે નાખો. ત્યાર પછી તેમાં 1 ચમચી મેથીના દાણા નાખો. હવે બધી વસ્તુઓને સારી રીતે ચડવા દો. જ્યારે તેલમાં નાખેલ બધી વસ્તુઓ કાળી થઈ જાય તો ગેસ બંધ કરી દો. તેલને ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા પછી તેને એક બોટલમાં ભરી લો. હવે તમને જ્યારે પણ શરીરમાં કોઈ પણ જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યારે આ તેલથી મસાજ કરો. તેનાથી તરત જ રાહત મળશે.
આયુર્વેદિક તેલ – 2 : સાંધાનો દુઃખાવો, માંસપેશીઓ, ખંભા અથવા શરીરના કોઈ પણ ભાગમાં જ્યારે દુઃખાવો થાય ત્યારે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.તેલ બનાવવાની રીતે અને સામગ્રી : આ તેલને બનાવવા માટે સૌથી પહેલા એક વાસણને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. હવે તેના પર એક વાટકો મુકો, હવે આ વાટકામાં 4 મોટા ચમચા સરસોના તેલના નાખો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં 4 થી 5 લસણની કળીઓને સમારીને નાખો. હવે તેમાં 1 નાની ચમચી અજમો નાખો, ત્યાર પછી તેમાં 5 લવિંગ અને 1 ચપટી હિંગ નાખો.
આ તેલને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેનો કલર બદલી ન જાય. તેલને વચ્ચે વચ્ચે હલાવતા રહો, ધ્યાન રાખો કે તેલને ધીમા તાપે જ કરવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો અને પછી બોટલમાં ભરી દો. હવે તમને જ્યારે પણ દુઃખાવો થાય ત્યારે તેલનો ઉપયોગ કરો. આ તેલમાં તમે જાયફળનો પણ ઉપયોગ કરી શકો છો.
આયુર્વેદિક તેલ – 3 : આયુર્વેદમાં આ તેલનું ખબ જ મહત્વ છે. આ તેલને તૈયાર કરવા માટે જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણી ગંભીર પરેશાની દુર કરવા માટે તે ઉપયોગી છે.તેલ બનાવવાની રીત અને સામગ્રી : સરસોનું તેલ – 50 ml, જાયફળ – 2 થી 3 અથવા 1 ચમચી પાવડર, લસણની કળીઓ – 5 થી 6 નંગ.
બનાવવાની રીત : આ તેલને તૈયાર કરવા માટે એક વાસણમાં સરસોનું તેલ ગરમ કરો. હવે તેમાં 1 ચમચી જાયફળનો પાવડર નાખો ત્યાર પછી તેમાં લસણની કળીઓને પીસીને નાખવાની છે. તેને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી લસણની કળી કાળી ન થઈ જાય. જ્યારે લસણની કળીઓ કાળી થઈ જાય તો ગેસ બંધ કરી દો. તેલ ઠંડુ થઈ જાય એટલે તેને એક બોટલમાં ભરી દો. જરૂર પડે ત્યારે તમે તેને ઉપયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી