આપણે ત્યાં પેટ પર હિંગ લગાવવાનો આ નુસખો ખુબ જ જુનો છે. જયારે પેટમાં સખ્ત દુખાવો થાય છે ત્યારે આપણા વડીલો પેટ પર હિંગ લગાવવાનું કહેતા હોય છે. તેનાથી પેટમાં રહેલો ગેસ નીચે બેસી જાય છે. અને તમને આરામ મળે છે.
હિંગ આપણાં રસોડામાં છુપાયેલો ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ છે, જેને આપણાં દાદી અને નાની ઉપયોગમાં લેતા હતા. હિંગને આયુર્વેદમાં પાચનમાં સુધારો કરનારી જડીબુટ્ટીના રૂપથી ઓળખવામાં આવે છે. હિંગને હ્રદય, પેટ અને દાંતથી જોડાયેલી ઘણી સમસ્યાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તે કફ, વાત અને પિત્તને વધારો આપે છે. પિત્તદોષને બેલેન્સ કરવું શરીર માટે ખૂબ જરૂરી છે અને હિંગ પિત્તદોષને બેલેન્સ કરે છે અને ડાયઝેશનને સારું કરવામાં મદદ કરે છે. પરંતુ આજે આપણે હિંગને ખાવાની વાત નહીં કરીએ, પરંતુ તેને લગાડવાની વાત કરીશું. હા જી પેટ પર હિંગ લગાડવાના ફાયદા ઘણા છે. તેના એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ પેટના સોજાને મટાડે છે અને ઘણી સમસ્યાઓથી બચાવે છે. આવો જાણીએ પેટ પર હિંગ લગાડવાની રીત અને ફાયદા.
પેટ પર હિંગ લગાડવાની 3 રીત અને ફાયદા
1: સરસોનાં તેલમાં હિંગ મિક્સ કરીને લગાડવી
તમને પેટમાં કોઈ તકલીફ છે તો તમે હિંગને સરસવના તેલ સાથે મિક્સ કરીને લગાવી શકો છો. સરસોનાં તેલમાં હિંગ મિક્સ કરીને લગાડવાથી તે તમારા પેટ માટે ફાયદાકારક થઈ શકે છે. વાસ્તવમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યામાં આ રીત ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. તેમાં રહેલા ગુણ સૌથી પહેલા સોજો મટાડે છે અને પછી પેટમાં એસિડના પ્રોડક્શનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારા પેટમાં વચ્ચે દુખાવો થઈ રહ્યો હોય તો તમારે હિંગને સર્ક્યુલર મોશનમાં ફેરવતા લગાડવી જોઈએ. પરંતુ જો તમારું પેટ ફુલાયેલું હોય તો હિંગમાં સરસોનું તેલ મિક્સ કરીને તેને ગરમ કરીને આખા પેટ પર લગાડવું અને ઉપરથી નીચેની તરફ માલિશ કરવી. તેને માલિશ એ રીતે કરવું જેથી ગેસ નીચેની બાજુ આવી જાય. આ સિવાય જો તમને છાતીમાં બળતરા થઈ રહી હોય તો તમે હિંગનું તેલ છાતીથી ઘસતા ઘસતા પેટની તરફ લગાડો. આ રીતે તમે ગેસ અને બ્લોટિંગની સમસ્યામાં હિંગનો ઉપયોગ કરી શકો છો.
2: હિંગ ગરમ કરીને દેશી ઘી સાથે મિક્સ કરીને લગાડવી
હિંગને ગરમ કરીને દેશી ઘીમાં મિક્સ કરીને તમે તમારા પેટ પર લગાડી શકો છો. તે નાના બાળકોમાં ગેસની સમસ્યા દૂર કરે છે. આ સિવાય આ ઉપાય માસિકધર્મમાં દુખાવાથી રાહત અપાવવામાં પણ મદદ કરે છે. અનિયમિત પિરિયડ્સ મહિલાઓ માટે એક ખરાબ સપનું છે અને એવામાં હિંગનું એક પ્રાકૃતિક બ્લડ થિનર હોવાને કારણે, પિરિયડ્સ વખતે લોહીના થક્કાને ઓછું કરે છે, અને પ્રવાહને સુચારું અને સરળ બનાવે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ આ રીત ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે-
1) એક ચપટી હિંગ લો. 2) હવે દેશી ઘીને ગરમ કરો અને તેમાં હિંગ મિક્સ કરો. 3) હવે તેને નાભી પર માલિશ કરો. ધ્યાન રહે કે વધારે માલિશ ન કરવી. બસ હળવા હાથે માલિશ કરવી.
3: હિંગને ગરમ પાણીમાં મિક્સ કરીને લગાડવી
નાભી ખસવા પર હિંગનો લેપ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ માટે હિંગને ગરમ પાણીમાં મિક્સ કરીને તેનો લેપ બનાવવો. પછી આ લેપને નાભી પર લગાવો અને હલકા હાથે નાભીની આજુબાજુ માલિશ કરો. આમ કરવાથી તમને દુખાવામાં રાહત મળે છે.
આ બધા સિવાય જીવાત કરડવા પર અને ડંખ મારવા પર તમે હિંગને લસણના તેલમાં મિક્સ કરીને અસરકારક જગ્યાએ લગાડવું. તેના ગુણ ડંખના અસરને ઘટાડે છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી