મિત્રો તમને કદાચ જયારે પણ પેટને લગતી કોઈ તકલીફ થાય ત્યારે હિંગનું પાણી અથવા તો તેનો લેપ પેટ પર લગાવો છો. હિંગ એક કુદરતી રીતે શરીરની અનેક સમસ્યાઓને દુર કરી શકે છે. માથાનો દુખાવો તેમજ પેટના દુખાવા માટે હિંગ એ એક અસરકારક ઉપાય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં હિંગના તેલના કેટલાક ફાયદાઓ વિશે જણાવશું. જેનાથી તમારી ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે.
હિંગ ખાવાના ઘણા ફાયદા હોય છે. હિંગ પેટના દુખાવાથી લઈને માથાના દુખાવા મટાડવા સુધીના ઘણા ફાયદા હોય છે. ઘણી વખત ગંભીર પેટનો દુખાવો અને અપચાની સમસ્યામાં હિંગનું તેલ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ પિરિયડ્સના દુખાવામાં પણ કરી શકાય છે. તે સિવાય સ્કીન રેશેઝ અને ખંજવાળની સમસ્યામાં પણ તમે હિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમને વાગ્યું હોય અથવા સોજાની સમસ્યા હોય તો તેવી સ્થિતિમાં પણ હિંગના તેલનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં હિંગના તેલમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, કેરોટિન, પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આવો તેના ફાયદા અને ઉપયોગ વિશે વિસ્તારથી જાણીએ.
એન્ટીબેક્ટેરિયલ ગુણ : હિંગની અંદર એન્ટીબેક્ટેરીયલ ગુણ રહેલ હોવાથી તમારા શરીરની અનેક સમસ્યાઓ દુર થઇ શકે છે. હિંગના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જેની મદદથી ખંજવાળ અને બળતરાની સમસ્યા દૂર થઈ શકે છે. તે સિવાય તેનો ઉપયોગ તમે પગમાં થતાં દુખાવા અને ખંજવાળની સમસ્યામાં પણ કરી શકો છો. તેનાથી તમને ઘણો આરામ મળી શકે છે. તે હાડકાંના દુખાવામાં પણ લગાડી શકાય છે.
એન્ટીઇમ્ફ્લેમેટરી ગુણો : હિંગમાં એન્ટીઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જેની મદદથી ઘણા પ્રકારના સોજાને મટાડી શકાય છે. તેને તમે ત્વચાના સોજા અને એલર્જીમાં ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી હાડકાંના સોજાની સમસ્યા પણ મટી શકે છે. જો તમને સોજાની તકલીફ હોય તો તમે હિંગનું તેલ વાપરી શકો છો.
એન્ટીડિપ્રેસેંટની જેમ કાર્ય કરે છે : હિંગ તેલ તમારા નર્વસ અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા માથાના દુખાવાને પણ ઓછો કરે છે. તે તમારા માટે એન્ટીડિપ્રેસેંટની જેમ કાર્ય કરે છે અને નસોને આરામ પહોંચાડે છે. સાથે જ તે તમારા મુડને પણ સરખો કરે છે. તે માઈગ્રેન અને માથાના દુખાવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આથી હિંગનું તેલ તમારા માટે એક મુડ ફ્રેશનરનું કામ કરે છે.
પિરિયડ્સના દુખાવા : જો તમને માસિક દરમિયાન દુખાવાની તકલીફ હોય તો તમે હિંગનું તેલ ઉપયોગ કરી શકો છો. પિરિયડ્સમાં પણ હિંગના તેલનો ઉપયોગ કરીને તમે દુખાવો મટાડી શકો છો. તેને તમે પેટ કે નાભી વાળા ભાગ પર લગાડી શકો છો. તેનાથી પિરિયડ્સ દરમિયાન થતાં પેટના દુખાવામાં આરામ મળે છે. તે સિવાય સોજાની સમસ્યા પણ ઓછી થાય છે.
દાંતનો દુખાવો : જો તમને કોઈ પણ પ્રકારનો દાંતનો અથવા પેઢાનો દુખાવો હોય તો તેને દુર કરવા માટે તમે હિંગનું તેલ ઉપયોગ કરી શકો છો. દાંતના દુખાવામાં પણ તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. તેનાથી દાંતનો દુખાવો, પેઢામાં સોજો અને ગળાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ઘણી વખત દાંતના દુખાવાને કારણે તમને જમવામાં મુશ્કેલી થઈ શકે છે. તેનાથી તમારું પાચનતંત્ર પણ ખરાબ થઈ શકે છે. પરંતુ હિંગ ખાવાથી તમારું પાચનતંત્ર સરખુ રહે છે.
આ રીતે ઉપયોગ કરવો : 1 ) હિંગ તેલને તમે પેટ પર લગાડી શકો છો તે સિવાય તમે તેને નાભી પર પણ લગાડી શકો છો.
2 ) શરીરમાં થતી ખંજવાળની સમસ્યામાં પણ તમે સ્કીન પર લગાડી શકો છો.
3 ) પિરિયડ્સમાં તમે તેને પેટ પર લગાડી શકો છો.
4 ) તણાવમાં તમે માથામાં પણ હિંગ તેલ લગાડી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી