મિત્રો તમે કદાચ અન્જીરનું સેવન કરતા હશો. કારણ કે હાલ શિયાળાની ઋતુમાં અંજીરનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ તમે અંજીરનો હલવો બનાવીને પણ ખાઈ શકો છો. તેના સેવનથી તમને અનેક ફાયદાઓ મળે છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પ્રોટીન, આયરન, ઝીંક, પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષકતત્વો જોવા મળે છે.
અંજીર એંટીઓક્સિડેંટથી પણ ભરપૂર હોય છે. અંજીરના સેવનથી સ્વાસ્થ્યને ઘણા અદ્ભુત લાભ મળે છે. તમે અંજીરનું સેવન ઘણા પ્રકારે કરી શકો છો. તમે અંજીરને સીધી રીતે ખાઈ શકો છો. તે સિવાય તમે પલાળેલા અંજીર ખાઈ શકો છો કે, અંજીરને દૂધ સાથે પણ ખાઈ શકો છો. તમે ઇચ્છો તો અંજીરનો હલવો બનાવીને પણ ખાઈ શકો છો.અંજીરનો હલવો સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારો છે. અંજીરનો હલવો ખાવાથી શરીરને પોષણ અને એનર્જી મળે છે. અંજીરની તાસીર ગરમ હોય છે, માટે જ અંજીરનો હલવો શિયાળામાં શરીરને ગરમ રાખે છે. અંજીરનો હલવો ખાવાથી એનીમિયાની સમસ્યા પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ, અંજીરનો હલવો ખાવાના ફાયદા અને તેને બનાવવાની રીત.
અંજીરનો હલવો ખાવાના ફાયદા:-
1) બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે:- અંજીરનો હલવો ખાવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. અંજીરમાં પોટેશિયમ રહેલું હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. અંજીરના હલવાનું સેવન કરવાથી હાર્ટની બીમારીનું જોખમ પણ ઓછું થાય છે. 2) પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે:- અંજીરનો હલવો ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. વાસ્તવમાં, અંજીરમાં ફાઈબરની સારી માત્રા હોય છે, જેનાથી પાચનક્રિયા સારી બને છે. અંજીરનો હલવો ખાવાથી પેટમાં કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
3) ઇમ્યુનિટી મજબૂત બને છે:- અંજીરનો હલવો ખાવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. વાસ્તવમાં, અંજીરમાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટ સારી એવી માત્રામાં જોવા મળે છે. એવામાં અંજીરનો હલવો ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે અને ઘણી બીમારીઓથી બચાવ થાય છે. અંજીરની તાસીર ગરમ હોય છે. માટે તેને ખાવાથી શરદી-ઉધરસમાં પણ રાહત મળે છે.4) હાડકાં મજબૂત બને છે:- અંજીરનો હલવો ખાવાથી હાડકાં મજબૂત બને છે. વાસ્તવમાં, અંજીરમાં કેલ્શિયમ ઘણી માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં ફાયદાકારક હોય છે. અંજીરનો હલવો ખાવાથી હાડકાંના દુખાવને પણ સરળતાથી દૂર કરી શકાય છે.
અંજીરનો હલવો બનાવવાની રીત અને સામગ્રી:- 200 ગ્રામ પલાળેલ અંજીર, 200 ગ્રામ ખોયા, 4 ચમચી ઘી, 4-5 ઈલાયચી, 1 ટુકડો તજ, 1 કપ ડ્રાય ફ્રૂટ્સ (મિક્સ), ખાંડ- જરૂર મુજબ, પાણી- જરૂર મુજબ.રીત:- અંજીરનો હલવો બનાવવા માટે સૌથી પહેલા અંજીરને 3-4 કલાક માટે દૂધમાં પલાળીને રાખો. પછી અંજીરને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ, એક પેનમાં ઘી નાખીને ગરમ કરો. જ્યારે ઘી સરખી રીતે ગરમ થઈ જાય તો, તેમાં તજ અને ઈલાયચી નાખો. હવે તેમાં અંજીર વાળા પેસ્ટને નાખીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને મીડિયમ તાપે 5-7 મિનિટ સુધી શેકો.
હવે તેમાં ખાંડ અને ખોયા નાખીને સરખી રીતે મિક્સ કરો. જ્યારે હલવો સરખી રીતે પકાઈ જાય તો, તેમાં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને 2 મિનિટ સુધી પકાવો. અંજીરનો હલવો તૈયાર છે. તેને એક વાટકીમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો. તમે ચાહો તો એર ટાઈટ કન્ટેનરમાં નાખીને રેફ્રીજરેટરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી