મિત્રો તમે જાણતા હશો કે આજકાલ લોકોમાં હાર્ટ ફેઈલ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. જો કે હાર્ટ ફેઈલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. પણ તમે થોડી સાવચેતી રાખીને આ જોખમ ઓછુ કરી શકો છો. મહિલાઓને હાર્ટ ફેઈલ થવાના કારણો થોડા જુદા છે. તમે પણ કેટલીક સાવચેતી રાખીને આ પ્રમાણ ઘટાડી શકો છો.
હાર્ટ ફેઈલ થવાની સમસ્યાઓ દુનિયાની સાથે ભારતમાં પણ સામાન્ય થઇ ગઈ છે. ઘણા કારણો ને લીધે હાર્ટ ફેઈલ થવા ની આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પુરુષ અને મહિલાઓમાં નાની ઉંમરે પણ હાર્ટ સંબંધિત સમસ્યાઓ થઇ રહી છે. અને તેનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો પણ કરે છે. હાલમાં જ એક અભ્યાસ માં જાણવા મળ્યું છે કે સંતાન પેદા ન કરનારી મહિલાઓ ને હાર્ટ ફેઈલ થવાનું જોખમ વધુ હોય છે. શું જાણવા મળ્યું અભ્યાસમાં?:- મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલ ના શોધકર્તાઓ ના અભ્યાસ અનુસાર નિઃસંતાન અથવા સંતાન પેદા ન કરનાર મહિલાઓમાં હાર્ટ ફેઈલ થવાનું જોખમ 16% વધુ હોય છે. મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલમાં મેનોપોજ, હાર્મોન અને કાર્ડિયોવાસ્કુલર કલીનીક ના ડાયરેક્ટર એમિલી લાઉં એ જણાવ્યું છે કે અમે એ ઓળખી શક્યા છીએ કે કોઈ મહિલામાં સંતાનને જન્મ ન દેવાની સમસ્યા તેને ભવિષ્યમાં થનાર હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ વિશે જણાવે છે. આ સિવાય જે મહિલાને ગર્ભવતી થવામાં મુશ્કેલી હોય અથવા તો તેને મેનોપોજ ના સમયે સમસ્યા થઇ હોય તો આવી મહિલાઓમાં પણ આવનાર સમયમાં હાર્ટ ની બીમારીઓ નું જોખમ વધી શકે છે.
2 પ્રકારે થાય છે હાર્ટ ફેઈલ:- અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટ ફેઈલ ના પ્રકાર હોય છે. પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન થી હાર્ટ ફેઈલ અને રીડ્યુંસ્ડ ઈજેક્શન ફ્રેક્શન હાર્ટ ફેઈલ, પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન માં હાર્ટ મસલ્સ સારી રીતે કામ કરતા બંધ થઇ જાય છે. અને રીડ્યુંસ્ડ ઈજેક્શન ફ્રેક્શન માં હાર્ટ માં બનેલ ચેમ્બર સારી રીતે લોહીને પંપ નથી કરી શકતું. ટીમે ઇન્ફફર્ટીનીટી અને ઓવરઓલ હાર્ટ ફેઈલની વચ્ચે એક સંબંધ જોવા મળ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન જ મોટાભાગની મહિલાઓમાં હાર્ટ ફેઈલ થવાનું મુખ્ય પ્રકાર છે. આ રિસર્ચમાં 38,528 પોસ્ટમેનોપોજ મહિલાઓ પણ સામેલ હતી. જેમાં 14% મહિલાઓએ જણાવ્યું કે તેને ઇન્ફર્ટીનીટી ની સમસ્યા હતી.
15 વર્ષ ના ફોલોઅપ પછી જાણવા મળ્યું કે ઇન્ફર્ટીનીટી થી ઓવરઓલ હાર્ટ ફેઈલ ની સમસ્યા 16% વધી જાય છે. જયારે તેમણે હાર્ટ ફેઈલ ના કારણોની તપાસ કરી તો જાણવા મળ્યું કે ઇન્ફર્ટીની ટી વાળી મહિલાઓમાં પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન હાર્ટ ફેઈલનું જોખમ 27% વધી શકે છે.પુરુષ અને મહિલામાં હાર્ટ ફેઈલ ના મુખ્ય કારણો:- એમિલી લાઉં અનુસાર આ એક પડકાર ની સ્થિતિ છે. કારણ કે અમે હજુ પણ પૂરી રીતે સમજી નથી શક્યા કે પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન કેવીર રીતે વિકસિત થાય છે. અમારી પાસે પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન ના ઈલાજ માટે સારી મેડીસીન સુવિધા પણ નથી.છેલ્લા થોડા સમયમાં હાર્ટ મસલ્સનું સારી રીતે કામ ન કરવું પુરુષો અને મહિલાઓ બંનેમાં હાર્ટ ફેઈલ થવાનું પ્રમુખ કારણ બની ગયું છે. પણ બંનેની તુલનામાં મહિલાઓમાં તેનું જોખમ વધુ રહેલું છે.
એમિલી લાઉં જણાવે છે કે અમે એ સમજી નથી શક્યા કે મહિલાઓમાં પ્રીજર્વ ઈજેક્શન ફ્રેક્શન વધુ કેમ જોવા મળે છે. જો કે એક મહિલા શરૂઆતમાં રીપ્રોડકટીવ લાઈફ વિશે જાણવાના ઘણા સબુત મળી શકે છે કે આવું કેમ થાય છે?એમિલી લાઉં જણાવે છે કે ઇન્ફર્ટીનીટી 20-40 વર્ષ વચ્ચે જોવા મળે છે. જો કોઈ મહિલાને પહેલેથી જ ઇન્ફર્ટીનીટી ની સમસ્યા છે તો અમે તેને બદલી નથી શકતા. પણ મહિલાને ઇન્ફર્ટીનીટી ની સમસ્યા હતી તો તેનામાં હાર્ટ ફેઈલ થવાનું જોખમ ઓછુ કરવા માટે ઘણા ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે હાઈ બ્લડ પ્રેશર ઓછુ કરવું, હાઈ કોલેસ્ટ્રોલ ઓછુ કરવું, સ્મોકિંગ છોડી દેવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી