મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકોને અતિશય પરસેવો વળતો હોય છે અને તેઓ ગરમી પણ સહન નથી કરી શકતા. પણ ઘણી વખત જો તમને અચાનક પરસેવો વળવા લાગે છે તો તમારા શરીરમાં કોઈ બીમારીના સંકેત હોઈ શકે છે. તેનાથી તમારી મૃત્યુ જોખમ પણ વધી શકે છે.
ગરમીમાં અથવા મહેનત વાળું કામ કરવાથી પરસેવો થવો એ સામાન્ય વાત છે. અમુક લોકોને દરેક ઋતુમાં પરસેવો થાય છે તો અમુકને વધારે ગરમી થવા પર જ પરસેવો વળે છે. જ્યારે કોઈને અચાનક પરસેવો વળે છે તો તેને નજરઅંદાજ કરવું ખતરનાક થઈ શકે છે. એક્સપર્ટનું માનવું છે કે, અચાનકથી પરસેવો વળવો હાર્ટ સંબંધિત ગંભીર બીમારીનું પણ લક્ષણ હોય શકે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો, જીવનું જોખમ પણ થઈ શકે છે. જો સમયસર ડોક્ટરને તેના વિષે જણાવવામાં આવે તો, આ જોખમ ટળી પણ શકે છે. અચાનક પરસેવો વળવો હાર્ટ સંબંધિત કઈ બીમારીનું જોખમ છે તે પણ જાણી લો. હાર્ટ એટેકના લક્ષણ:- એક રિપોર્ટ મુજબ, હેલ્થ એક્સ્પર્ટે ચેતાવણી આપી છે કે, સામાન્યથી વધારે અને અચાનક પરસેવો આવવો પણ હાર્ટ એટેકનો સંકેત હોય શકે છે. પરંતુ જ્યારે કોઈ એકસરસાઈઝ ન કરી રહ્યા હોય અને વધારે ગરમી ન પડી રહી હોય ત્યારે આ પરસેવો આવવો જોઈએ.
વાસ્તવમાં જ્યારે કોઈને હાર્ટ એટેક આવે છે તો, તે દરમિયાન કોરોનરી ધમનીઓ હ્રદય સુધી લોહીને સરખી રીતે પંપ કરી શકતી નથી જ્યારે હાર્ટ એટેકના સમયે હાર્ટને વધારે લોહીની જરૂર હોય છે અને પછી ધમનીઓએ હાર્ટ સુધી લોહી પહોંચાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર પડે છે. એવામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખવા માટે વધારે પરસેવો વળવા લાગે છે.હાર્ટ એટેક ખૂબ જ સિરિયસ મેડિકલ કન્ડિશન હોય છે. તેમાં માણસને સ્વસ્થ થવાની પણ તક મળતી નથી અને જીવ પણ જતો રહે છે. કોરોનરી ધમનીઓ હાર્ટ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે અને એનર્જી અને ઓક્સીજન દ્વારા તેને જીવતું રાખે છે. કોરોનરી ધમનીની બીમારીમાં હ્રદયની માંસપેશીઓમાં લોહી સરખી રીતે પહોંચી શકતું નથી અને તેના કારણે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવવાથી હ્રદયના ધબકારા બંધ પડી જાય છે, જેને કાર્ડિયક અરેસ્ટ કહેવામા આવે છે.
રાત્રે પરસેવો:- મહિલાઓને જો રાત્રે વધારે પરસેવો આવતો હોય તો, તે હાર્ટ એટેકનું લક્ષણ હોઇ શકે છે. મોનોપોઝ દરમિયાન રાત્રે પરસેવો વળવો, ગરમીમાં પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ જો તે સિવાય વધારે પરસેવો થતો હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે. ડ્રગ્સ ડોટ કોમ મુજબ, પરસેવો એથેરોસ્ક્લેરોસિસથી પણ જોડાયેલો હોય શકે છે જે એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં પ્લાક નામની ફૈટ જામી જાય છે અને તે સંકોચાઈ જાય છે. તે હાર્ટ એટેક કે હાર્ટ ફેઇલનું કારણ બની શકે છે. જ્યારે વધારે પરસેવો આવવાને કારણે ગંભીર સ્થિતિના હાર્ટ એટેક આવે તો તેને સેકેંડરી હાઇપરહાઈડ્રોસિસ કહેવામા આવે છે. જોકે, પરસેવો આવવો એક નોર્મલ સ્થિતિ પણ હોય શકે છે જેમાં શરીર પોતાને ઠંડુ કરે છે.
હાર્ટ એટેકના અન્ય લક્ષણો:- છાતીમાં દુખાવો, હાથમાં દુખાવો, ગરદન, જડબા પર દબાણ, શ્વાસ લેવામાં તકલીફચક્કર આવવા, થાક.
ડિમેન્શિયાનું પણ હોય શકે છે જોખમ:- એક સ્ટડી મુજબ, જે મેડિકલ કન્ડિશનના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે તેના કારણે ડિમેન્શિયાનું જોખમ પણ વધી શકે છે. આ સ્ટડીમાં યુકે બાયોબેંકમાં સમાવિષ્ટ 60 કે તેનાથી વધુ ઉંમરના 2 લાખ લોકો સમાવિષ્ટ હતા. વિશેષજ્ઞો મુજબ, સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી સ્થિતિ વાળા લોકોમાં ડિમેન્શિયાનું જોખમ ત્રણ ગણું વધારે હોય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી