મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં સખત ગરમી પડવાની આશઁકા છે. ઉનાળામાં અત્યંત જરૂરી હોય છે કે શરીરમાં પાણીની કમી ન થાય. તેની કમી થી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. તેના માટે જરૂરી છે કે ઉનાળામાં સ્વસ્થ ખોરાક અને સ્વસ્થ પીણા નું સેવન કરવું. તો આવો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ સ્વાસ્થ્યવર્ધક પીણા વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે.
1) બીટ નું જ્યુસ:- બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરને હેલ્દી રાખવાની સાથે અનેક બીમારીઓને પણ દૂર કરે છે. બીટનું જ્યુસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. દરરોજ લગભગ 250 ml બીટનું જ્યુસ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને આ તમારી બ્લડ વેસલ્સને રિલેક્સ કરે છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્ય માં સુધારો થાય છે.2) લીંબુનો રસ:- ઉનાળામાં લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. લીંબુમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. વિટામિન સી એક એન્ટી ઓક્સીડન્ટ કમ્પાઉન્ડ છે, જે પાણીને આંતરડામાં ખેંચે છે.તેનાથી આંતરડામાં પાણીનું પ્રમાણ વધવાથી મળ નરમ બને છે અને મળ ત્યાગ કરવામાં પણ સરળતા રહે છે. ઉનાળામાં એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને સવારે કે રાત્રે સૂતા પહેલાં પીવો. તેનાથી શરીરમાં વિટામિન સી અને પાણીની કમી નહીં થાય. સાથે જ કબજિયાતમાં આખો દિવસ નોર્મલ પાણી પીતા રહેવું.
3) સંતરા નું જ્યુસ:- સંતરા ના જ્યુસમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી ઉપલબ્ધ હોય છે. વિટામિન સી થી ભરપુર સંતરાના જ્યુસમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબરના સેવન થી મળ નરમ થાય છે અને સરળતાથી પેટ સાફ થાય છે. વિટામીન સી તમારા પાચન ચક્રને સારું બનાવવામાં પણ મદદ કરે છે. જો તમે પણ દરરોજ સંતાનું જ્યુસ પીવો છો તો તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત બનશે અને તમે બીજા અન્ય રોગોથી પણ બચીને રહી શકો છો. તેથી ઉનાળાની ઋતુમાં સંતરાના જ્યુસ નું સેવન અવશ્ય કરવું.4) સફરજનનું જ્યુસ:- સફરજન ખાવું જેટલું ફાયદાકારક હોય છે તેટલું જ સફરજનનું જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સફરજનનું જ્યુસ પીવાથી તમે અનેક રોગોથી બચી શકો છો. સફરજનના જ્યુસ માં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં આયર્ન વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
સાથે જ સફરજન માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, ઈ, ફાઇબર, રાઈબોફ્લેવિન વગેરે પણ તેમાં ઉપલબ્ધ હોય છે જે શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા, અસ્થમા,કોલેસ્ટ્રોલ વગેરે માટે ખૂબ જ ફાયદાકારક છે.5) પાલક નું જ્યુસ:- ઉનાળામાં લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં પાલક સૌથી ફાયદાકારક હોય છે. અનેક પૌષ્ટિક તત્વોથી ભરપૂર પાલક નું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઉનાળાની ઋતુમાં પાલક નું જ્યુસ પીવાથી ન માત્ર બોડી હાઇડ્રેટ રહે છે પરંતુ પાલક નું જ્યુસ લોહીની કમી પૂરી કરવામાં પણ મદદરૂપ થાય છે. તેથી ઉનાળામાં પાલકનું જ્યુસ જરૂર પીવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી